Select Page

તંત્રી સ્થાનેથી…સાત દાયકા પછી ભારતમાં સાચી લોકશાહી આવી ગઈ છે

તંત્રી સ્થાનેથી…સાત દાયકા પછી ભારતમાં સાચી લોકશાહી આવી ગઈ છે

તંત્રી સ્થાનેથી…

કોમવાદ નહિ, વ્યક્તિવાદ નહિ, કામને(વિકાસને) પ્રાધાન્ય

સાત દાયકા પછી ભારતમાં સાચી લોકશાહી આવી ગઈ છે

દિલ્હીના પરીણામો જોયા પછી રાજકીય ચુંટણીઓમાં વ્યક્તિ, કોમવાદ વિગેરે ચાલતા નથી. ફક્ત વિકાસવાદ(કામ કરતી સરકાર). જે સરકાર કામ કરે છે તે સરકારને જ વોટ મળશે. વચનો ઉપર પ્રજાને વિશ્વાસ નથી. જે સરકાર નક્કર કામ કરી શકે તે જ હવે સત્તા ઉપર આવશે. કામ ન કરનાર સરકારને મતદારો ફેંકી દેતા વિચાર કરશે નહિ. હવે જ ભારતમાં સાચી લોકશાહી આવી છે. ૭૦ વર્ષ બાદ પ્રજા સાચી રીતે મતદાન કરતી થઈ છે તે આનંદની વાત છે. મતદારો પણ સમજે છેકે કઈ સરકારને કેવું કામ આપવું. રાજ્ય સરકારો નીતિ-વિષયક નિર્ણયો નથી લઈ શકતી જેથી કેન્દ્રમાં જે સરકાર વિકાસલક્ષી નીતિવિષયક નિર્ણયો લેશે અને દેશના હીતમાં રહેશે તેવા પક્ષને લોકો ચુંટી અને મોકલશે. દિલ્હીની આની આજ પ્રજા છે કે જેણે અત્યારે દીલ્હીમાં કેજરીવાલને મત આપી ૬૨ સીટોની બહુમતિ આપી જીતાડ્યા છે. તે જ પ્રજાએ લોકસભાની ચુંટણીમાં દિલ્હીની સાતેસાત સીટો ભાજપને આપી હતી. અને આની આજ પ્રજાએ બે વર્ષ બાદ કેજરીવાલને જીતાડ્યા છે. પ્રજા હવે સમજી ગઈ છેકે મોટા નીતિ વિષયક નિર્ણયો રાજ્યની સરકાર લઈ શકવાની નથી. ઈન્કમ ટેક્સમાં છુટછાટ કેન્દ્ર સરકાર જ આપી શકવાની છે. ૩૭૦ ની કલમ અને ૩૫A ની કલમ કેન્દ્ર સરકારજ દુર કરી શકવાની છે. CAA અને NRC જેવા દેશને રક્ષણ આપતા નિર્ણયો કેન્દ્ર સરકાર જ લઈ શકવાની છે. જેથી લોકોએ લોકસભામાં ભાજપને મત આપ્યા. કેન્દ્ર સરકાર જે કરી શકે છે તે રાજ્ય સરકાર કરી શકવાની નથી તેવુ મતદારોનું મંતવ્ય છે. જ્યારે વીજળી, પાણી, રોડ રસ્તા, શિક્ષણ અને આરોગ્ય આ કાર્યો રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે. જે રાજ્ય સરકાર આ બધા કાર્યો કરવામાં સફળ રહે તે સરકારને મતદારો યોગ્ય ગણે છે. જેથી દિલ્હી વાસીઓએ કેજરીવાલને મત આપી જીતાડ્યા. ભાજપે ચુંટણીમાં ફક્ત વચનો આપવાનું કામ કર્યુ. કેન્દ્ર સરકારે હજ્જારો ગેરકાયદેસર કોલોનીઓને રેગ્યુલાઈઝ કરી પણ મતદારોએ એનું અર્થઘટન એવુ કર્યુ કે સરકાર અમને ખસેડી શકે તેમ ન હોવાથી અમને ત્યાં કાયદેસર કર્યા. જો સરકાર કાઢી શકતી હોત તો કિંમતી જમીન ઉપરથી આપણને ક્યારનાય કાઢી મુક્યા હોત. રેગ્યુલાઈઝનો લાંબા ગાળે ફાયદો થશે તે લોકો સમજી શક્યા નહિ. તાત્કાલિક લાભ કોણ આપે છે. આપ સરકારે ૨૦૦ યુનીટ લાઈટ મફત કરી, પાણી વેરો માફ કર્યો, મહિલાઓને બસોમાં મુસાફરી વિનામુલ્યે કરી, આરોગ્યની સુવિધાઓના વચનો આપ્યા હતા તેટલી ઉભી કરી નહિ, પણ જે હોસ્પિટલો બનાવ્યા તેમાં મફત દવાઓ, શાળાઓ બનાવી, કોલેજો બનાવવાના વચનો પૂરા કર્યા નથી તે હવે પૂરુ કરવાનું વચન આપ્યું છે. પ્રજાને આપ સરકારે આટલા કામો કર્યા તેથી જે વચનો અપાય છે તે પૂરા થશે તેનો વિશ્વાસ રાખી આપ પાર્ટીને જીત આપી. તે સામે ભાજપે ૨૦૦ યુનીટ કરતા વધારે યુનીટ ફ્રી કરવાના વચનો આપ્યા, સારુ પાણી આપવાની જાહેરાત કરી, યુવતીઓને સ્કુટી આપવાના વચનો આપ્યા. ભાજપે જે આપ્યું તે વચનો જ આપ્યા. તે સામે કેજરીવાલે બધી સહાયો આપવાનું શરૂ કરી દીધુ હતું. જેથી વચનો ઉપર વિશ્વાસ રાખ્યા સિવાય લોકોએ જે મળ્યું છે તે અને જે મળવાનું છે તેમાં વિશ્વાસ રાખ્યો. પ્રજા મત એવો થઈ ગયો છે કે જેનું જે કામ હોય તેને સોંપાય તોજ સારી સેવાઓ મળે. દીલ્હી સરકાર રાજ્યોમાં પાણીની, રોડ રસ્તા, લાઈટની સેવાઓ માટેનું કામ કેન્દ્ર સરકાર માટે કામ નાનું પડે. કેન્દ્ર સરકાર કઈ રીતે પાણી આપવું, કઈ રીતે લાઈટ આપવી, કઈ રીતે આરોગ્યની સેવાઓ આપવી, કેટલા રોડ બનાવવા આના નીતિ વિષયક નિર્ણયો લઈ શકે, પણ અમલ તો રાજ્ય સરકારને જ કરવાનો છે. જેથી જેને જે કામ કરવાનું છે તેનેજ જવાબદારી આપો તો વધારે સારુ કામ થાય. આવુ સમજી પ્રજાએ આપ પાર્ટીને જીતાડી. મતદારોએ વિચાર કર્યો કે કપડુ ફાટે ત્યારે નાની સોયની જરૂર પડે મોટી કોશથી કપડુ સાંધી શકાતુ નથી. આવી વિચારધારા સાથે હવે મતદારોએ રાજ્યની ચુંટણીઓમાં સ્થાનિક પક્ષને પ્રાધાન્ય આપ્યુ છે. ઉપર દિલ્હીમાં ભાજપને પ્રાધાન્ય આપે છે. આમ જોવા જઈ
એ તો આ પધ્ધતિ એકદમ સાચી છે. રાજ્યોમાં જુદા જુદા પક્ષો ચુંટાય તો તેમાંથી દિલ્હી રાજ્ય સભામાં લોકસભા કરતા જુદા સભ્યોની વધાર સંખ્યા થાય. લોકસભામાં બીજો મોટો પક્ષ હોય, બીજા મોટા પક્ષને નીતિવિષયક નિર્ણય લેવો હોય તો પ્રથમ લોકસભામાંથી વિધેય પસાર કરવું પડે. વિધેય સર્વમાન્ય ન હોય તો રાજ્ય સભામાંથી પસાર થઈ શકે નહિ. પ્રવર્તમાન સંજોગોમાં મતદારો લોકસભાને અંકુશમાં રાખવાની નીતિ જાણે-અજાણે અપનાવી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us