Select Page

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજુઆતથી દરખાસ્ત થઈ નર્મદાનુ પાણી તરભ પ્લાન્ટમાં લાવી વિસનગરને આપવાની યોજના

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજુઆતથી દરખાસ્ત થઈ નર્મદાનુ પાણી તરભ પ્લાન્ટમાં લાવી વિસનગરને આપવાની યોજના

ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં રજુઆતથી દરખાસ્ત થઈ
નર્મદાનુ પાણી તરભ પ્લાન્ટમાં લાવી વિસનગરને આપવાની યોજના
(પ્ર.ન્યુ.સ.)વિસનગર, રવિવાર
ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકાના હિત માટે, શહેર અને તાલુકાના લોકોની સુખાકારી તેમજ સુવિધા મનથી ઈચ્છતા હોય તો હવે લડવૈયા બનવુ પડશે. ભાજપ સરકારમાં વગદાર મંત્રીઓ અને અધિકારીઓ કામ થવા દેતા નહી હોવાની ફરિયાદો સાથે ભાજપનાજ ધારાસભ્યોએ બળાપો કાઢ્યો છે. વિસનગર પણ તેનો ભોગ બન્યુ છે. પરંતુ ધારાસભ્યની નહી બોલવાની કમજોરીના કારણે લોકો વિકાસ અને સુવિધાથી વંચીત રહ્યા છે. ધારાસભ્યની રજુઆતથી વિસનગર શહેર અને તાલુકામાંથી કાયમી પીવાના પાણીની સમસ્યા દુર થાય તેવી યોજના આકાર પામી છે. પરંતુ ભાજપમાં ચાલતી ગંદી રાજનિતિના કારણે આ યોજનાનુ બાળમરણ તો નહી થાય ને તેવી શંકા સેવાઈ રહી છે.
વર્ષ ૨૦૦૦ માં ધરોઈ પાણી પુરવઠા જુથ યોજના આકાર પામી ત્યારે આ યોજના ખેરાલુ, વડનગર અને વિસનગર તેમજ આસપાસના ગામડાઓ માટે હતી. ત્યારબાદ અન્ય ગ્રામ્ય વિસ્તારો, પરાઓ અને પેટા પરાઓ ઉમેરાતા રહ્યા. જેના કારણે વિસનગર જુથ યોજનાનો છેવાડાનો વિસ્તાર બન્યો. પૂરતા પ્રમાણમાં પાણી મળતુ બંધ થયુ. ધરોઈ જૂથ યોજના બની ત્યારે તેની મશીનરી અને પાઈપોની આયુષ્ય મર્યાદા ૧૦ વર્ષની હતી. પંપીંગ મશીનરી બદલવામાં આવી, પરંતુ લોખંડની એમ.એસ.પાઈપો ક્લોરીનયુક્ત પાણીના કારણે અંદરથી ખવાઈ ગઈ. જેના કારણે પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે તો પાઈપોમાં કાણા પડી જાય છે અને તુટી જાય છે. વારંવાર ખામી સર્જાતા બે-ત્રણ દિવસ પાણી બંધ રહ્યુ હોય તેવુ ઘણી વખત બન્યુ છે. એમ.એસ.પાઈપો અંદરથી ખવાઈ જતા પૂરતા ફોર્સથી પાણી આપી શકાતુ નથી. જેના કારણે શહેરને જરૂરીયાત કરતા અપૂરતુ પાણી મળવાની સમસ્યા ઘણા સમયથી છે. વળી ધરોઈ જુથ યોજનાથી વિસનગર ૮૦ કી.મી. દૂર અને છેવાડાનુ શહેર હોવાથી જે કારણે પણ પાણીની અનિયમિતતા રહે છે.
વિસનગર શહેર અને તાલુકાના ગામડા પીવાના પાણીની સમસ્યામાંથી બહાર આવે તે માટે તેનો પર્યાય ઘણા સમયથી વિચારણામાં છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વારંવાર મીટીંગ કરી, પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સાથે મીટીંગ કરી વિસનગરને નર્મદાથી જોડવા માટેની એક દરખાસ્ત તૈયાર કરાવી હતી. આ દરખાસ્તમાં મોઢેરા નર્મદા કેનાલમાંથી પંપીંગ કરી મોટીદઉ પાણી લાવવામાં આવશે. મોટીદઉથી બે લાઈન દ્વારા એક લાઈનથી ઉંઝાને ૨૧ એમ.એલ.ડી. પાણીનો જથ્થો આપશે. જ્યારે બીજી લાઈનથી વિસનગર માટે તરભ પ્લાન્ટમાં ૫૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો લાવવામાં આવશે. તરભ પ્લાન્ટમાં પાણી ફીલ્ટર કરવામાં આવશે. જ્યાંથી પાણી પંપીંગ કરી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે એક લાઈન દ્વારા ગુંજા સબ સ્ટેશનમાં કનેક્શન આપવામાં આવશે. પ્લાન્ટથી બીજી લાઈન દ્વારા વિસનગરમાં સર્વે નં.૩૦૫ માં કનેક્શન આપવામાં આવશે. અત્યારે વિસનગરને ૩૨ એમ.એલ.ડી. પાણીની જરૂરીયાત છે. પરંતુ ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખી તરભમાં ૫૦ એમ.એલ.ડી.નો પ્લાન્ટ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ યોજના બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છેકે, વિસનગરના નગરજનો પીવાના પાણીની સમસ્યાથી મુક્ત થાય તે માટે પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવા માટે નર્મદા વિભાગમાં પાણીની માગણી કરવામાં આવી છે. પાણીની જુની લાઈનો જર્જરીત થઈ છે તેના કારણે ભવિષ્યમાં પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે નર્મદાના પાણીની માગણી કરવામાં આવી છે. ધરોઈ જુથ યોજના અમલમાં આવી ત્યારે જે શહેરો અને ગામડાઓ માટે બની હતી તેમાં ક્રમશઃ શહેરો, ગામડાઓ પરાઓ અને પેટા પરાઓનો સમાવેશ થયો છે. પરિણામે પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે. વિસનગરને નર્મદાના પાણીનો લાભ મળશે ત્યારે ૩૨ એમ.એલ.ડી.પાણીની બચત થતા ધરોઈ જુથ યોજના સાથે જોડાયેલ શહેર અને ગામડાઓને આ પાણીનો જથ્થો ઉપબલ્ધ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us