Select Page

વિસનગર શહેરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ આ કેનાલમાં થાય છે મહેસાણા રોડ કેનાલમાં પુરાણ-સોસાયટીઓ ડુબમાં જવાનો ભય

વિસનગર શહેરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ આ કેનાલમાં થાય છે મહેસાણા રોડ કેનાલમાં પુરાણ-સોસાયટીઓ ડુબમાં જવાનો ભય

વિસનગર શહેરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ આ કેનાલમાં થાય છે
મહેસાણા રોડ કેનાલમાં પુરાણ-સોસાયટીઓ ડુબમાં જવાનો ભય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાલિકા હદ બહારનો વિસ્તાર હોય અને તે વિસ્તારમાં થતી કામગીરીથી પાલિકા હદમાં આવતા શહેરને નુકશાન થતુ હોય તો તે જોવાની જવાબદારી પાલિકા તંત્રની છે. શહેરના મોટાભાગના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ જે કેનાલમાં થાય છે તે મહેસાણા રોડ ઉપરની કેનાલમાં ચાર થી પાંચ ફૂટનુ પુરાણ કોના ઈશારે થયુ છે? કેનાલમાં થયેલુ પુરાણ દુર કરવામાં નહી આવે તો આગામી ચોમાસામાં કેનાલ આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળશે તે ચોક્કસ વાત છે.
વિસનગર શહેરના મોટાભાગના વિસ્તારના ચોમાસુ પાણીનો નિકાલ મહેસાણા રોડ ઉપરની કેનાલમાં થાય છે. આ કેનાલનુ પાણી આગળ સધી માતાના મંદિર પાછળના તળાવમાં જાય છે. શહેરમાં એક બે ઈંચ સામટો વરસાદ થાય તો કેનાલમાં ધસમસતો પ્રવાહ જોવા મળે છે. વરસાદી પાણીના નિકાલ માટે આ કેનાલ સીવાય બીજી કોઈ વ્યવસ્થા નથી. શહેરના વરસાદી પાણીનો નિકાલ જે કેનાલમાં થાય છે તે કેનાલમાં પાણી રોકાય તેવા દબાણો ન થાય કે કેનાલમાં પુરાણ ન થાય તે જોવાની જવાબદારી માત્ર ને માત્ર પાલિકાની છે. ત્યારે ચોકાવનારી બાબત જાણવા મળી છેકે કેનાલ જ્યાંથી પસાર થાય છે તે મહેસાણા રોડ ઉપર મોરવેલ લેબોરેટરીના પાછળના ભાગથી સંસ્કૃતિ બંગ્લોઝના પ્રવેશદ્વાર સુધી લગભગ ૩૦૦ થી ૪૦૦ મીટર કેનાલમાં ચાર થી પાંચ ફૂટ જેટલુ પુરાણ કરવામાં આવ્યુ છે. લગભગ ૧૫ ફૂટ પહોળાઈમાં પુરાણ કરી વરસાદી પાણીની કેનાલમાં રસ્તો બનાવવામાં આવ્યો છે. સંસ્કૃતિ બંગ્લોઝના વરંડાને અડીને વરસાદી કેનાલમાં પુરાણ કરવામાં આવ્યુ છે. પુરાણ કર્યુ તેની બાજુમાં કેનાલના પાણીના નિકાલ માટે લગભગ અઢી ફૂટ વ્યાસની એક પાઈપલાઈન નાખવામાં આવી છે. ચોમાસામાં ધસમસતો પાણીનો પ્રવાહન આ કેનાલમાં વહે છે. ત્યારે અઢી ફૂટ વ્યાસની પાઈપલાઈનમાંથી ચોમાસુ પાણીનો નિકાલ કેટલો થશે? ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં ન વહે તે માટે મોરવેલ લેબોરેટરીના વરંડાના પાછળના ભાગથી સંસ્કૃતિ બંગ્લોઝમાં જવાના પુલથી બીજી બાજુ સુધી આ પાઈપલાઈન નાખવામાં આવી છે. ત્યારબાદ સાઈડમાં પુરાણ કરી કેનાલ પુરી દેવામાં આવી છે.
વરસાદી પાણીની કેનાલમાં પુરાણ થતા ચોમાસુ પાણીનો આગળ નિકાલ થાય તેવી કોઈ શક્યતા નથી. પાણીનો નિકાલ થશે નહી અને કેનાલ આસપાસની સોસાયટીઓમાં ચોમાસુ પાણી ફરી વળશે તે ચોક્કસવાત છે. કોઈના ઈશારે જેના દ્વારા કેનાલમાં પુરાણ કરવામાં આવ્યુ હોય તેને એ વિચાર નથી કર્યો કે, કેનાલમાં પુરાણ કરવાથી વરસાદી પાણીનો નિકાલ થશે નહી અને વરસાદી પાણી અટકી જશે તો કેનાલ આસપાસની સોસાયટીઓની ચોમાસામાં શું હાલત થશે?
પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના વોર્ડમાંથી અને તેમની સોસાયટી આગળથી આ કેનાલ પસાર થાય છેે. કેનાલમાં પુરાણ કરવાનુ કામ અને પાઈપલાઈન નાખવાનુ કામ લગભગ ત્રણથી ચાર માસ સુધી થયુ હોવુ જોઈએ ત્યારે પાલિકા તંત્રમાં કેમ કોઈના ધ્યાને આવ્યુ નહી? કોની મંજુરીથી કેનાલમાં પુરાણ કરવામાં આવ્યુ અને પાઈપલાઈન નાખવામાં આવી? કેનાલમાં થયેલુ પુરાણ દુર કરવામાં નહી આવે તો આવતા ચોમાસામાં કેનાલ આસપાસની સોસાયટીઓ ડુબમાં જશે. કેનાલ આસપાસના સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાશે. કેનાલમાં પાણી ભરાઈ રહેવાથી શહેરના ઘણા વિસ્તારમાં ચોમાસુ પાણી ભરાશે. કેનાલથી સોસાયટી વિસ્તારનો ભાગ ઉંચો છે તે પહેલા ભાથીટીંબા ઠાકોરવાસ અને જમાઈપરામાં પાણી ફરી વળશે. મહેસાણા રોડ ઉપરની કેનાલનુ પાણી બીજી તરફ વાળવાની કોઈ જગ્યા નથી. સંસ્કૃતિ બંગ્લોઝના વરંડા પાસેથી પસાર થતી કેનાલમાં થયેલુ પુરાણ દુર કર્યા સીવાય બીજો કોઈ વિકલ્પ જોવા મળતો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us