You are here
Home > Editor Pick's > તંત્રી સ્થાનેથી…કોરોના વાયરસથી બચવા સંતના સૂચનો અને ધર્મનો આશરો લેવો રહ્યો

તંત્રી સ્થાનેથી…કોરોના વાયરસથી બચવા સંતના સૂચનો અને ધર્મનો આશરો લેવો રહ્યો

તંત્રી સ્થાનેથી…

જેની રસી શોધવામાં વૈજ્ઞાનિકો ઊણા ઉતર્યા છે તેવા

કોરોના વાયરસથી બચવા સંતના સૂચનો અને ધર્મનો આશરો લેવો રહ્યો

કોરોના વાયરસે સમગ્ર વિશ્વ ઉપર ભરડો લીધો છે. શેતાની રોગ કોરોના વાયરસને નાથવા માટેની રસી શોધવામાં વૈજ્ઞાનિકો સફળ રહ્યા નથી જે મનુષ્ય જાતિની કમનસીબી છે. રસી હજુ શોધાઈ નથી. કોરોના વાયરસ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. એટલે એવું કહેવાય કે કોરોના વાયરસ નામનો રાક્ષસ બેરોકટોક નરસંહાર કરી રહ્યો છે. તેની સામે માણસ વામણો સાબિત થયો છે. માનવ પાસે કોઈ પર્યાય ન રહ્યો ત્યારે ભગવાન(કુદરત) એક એવું શસ્ત્ર છે કે લોકો તેના શરણે જાય છે. અને તે સંકટ સમયે મદદ કરે છે. BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના ફાયર બ્રાન્ડ વક્તા બાલ બ્રહ્મચારી ૩૦ વર્ષથી સંસાર છોડી, ત્રણ વસ્ત્ર ધારણ કરી, મોહમાયા છોડી જેમણે સેવાનો ભેખ ધારણ કર્યો છે તેવા જ્ઞાન વત્સલ સ્વામીના સેમીનારોના વક્તવ્યોની સીડીઓ જે યુ ટ્યુબમાં જે પ્રસારિત થાય છે તે વક્તવ્યોમાં તેમણે જણાવ્યું છે કે પેન્સીલવેનીયા અને ફીલાડેલ્ફીયાના (આ શહેરના નામોમાં કદાચ ભૂલ પણ હોઈ શકે) ર્ડાક્ટરો અને વૈજ્ઞાનિકોએ લાંબા સમય સુધી શોધખોળ પછી સાબિત કર્યુ છેકે, વ્યક્તિ મહિનામાં એક દિવસ નિર્જળા વ્રત (ચોવીસ કલાક પાણી નહિ પીવાનું) કરે તો તેને કેન્સરનો રોગ થતો નથી. અથવા પ્રથમ સ્ટેજનો રોગ મટી જાય છે. તેનાથી આગળ વધી ઓસ્ટ્રેલીયાના ર્ડાક્ટરો અને વૈજ્ઞાનિકોએ ભારે શોધખોળ પછી નક્કિ કર્યુ છે કે વ્યક્તિ બાર મહિનામાં ૨૦ દિવસ દિવસના ૧૦ કલાક પાણી વિના કાઢે તો પણ તેને કેન્સર થતું નથી અથવા થયુ હોય તો મટી જાય છે. આના પાછળનું કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મનુષ્યના શરીરમાં કરોડોની સંખ્યામાં T સેલ હોય છે. પણ અત્યારની જંકફૂડના આહારથી T સેલ સુષુપ્ત અવસ્થામાં આવી જવાથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોવાથી મનુષ્ય ઉપર કેન્સરના જંતુઓ હુમલો કરે છે. પાણી વિનાનો પ્રયોગ કરી કેન્સરવાળી વ્યક્તિ બચી શકે છે. ઉપરનું વક્તવ્ય જ્ઞાન વત્સલ સ્વામીએ તેમના એક સેમીનારમાં જણાવ્યુ હતુ. જે વક્તવ્ય આજે પણ યુ ટ્યુબમાં જોવા સાંભળવા મળે છે. જ્ઞાનવત્સલ સ્વામી એક સાત્વિક સંત છે. તે નિઃસ્વાર્થ ભાવે એકપણ પૈસો લીધા વિના વક્તવ્યો આપી લોકોને સાચી અને સારી જીવનશૈલી શીખવે છે. તેમણે એક દિવસ પાણી વિના રહેવાના દાખલા ર્ડાક્ટરોના નામ સાથે આપેલા છે. જેથી તેમની વાત સ્વીકારવી પડે. પાણી વિના રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે તો ગમે તે રોગ થાય નહી. રોગ પ્રતિકારક શક્તિથી મનુષ્ય ગમે તે રોગ સામે બચી શકે. પ્રવર્તમાન સંજોગોમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. દવાઓ નથી ત્યારે વ્યક્તિએ કોરોના વાયરસ સામે લડવા રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે. જ્ઞાન વત્સલ સ્વામીએ દાખલા દલીલો ને પુરાવા સાથેના વક્તવ્યમાં જણાવ્યુ છે. પ્રવર્તમાન સંજોગોમાં લોકો એક દિવસ પાણી વિના કે વર્ષમાં ૨૦ દિવસ દસ કલાક પાણી વિના રહી રોગ પ્રતિકારક શક્તિ વધારી કોરોના વાયરસ સામે લડી બચી શકે છે. સ્વામીજીએ જે પાણીનો પ્રયોગ કહ્યો તે આપણા શાસ્ત્રોમાં પણ લખ્યુ છે. શાસ્ત્રો મહિનામાં બે અગીયારસો નિર્જળા કરવાનું સૂચન કરે છે કે સૂચન સાથે ધર્મ ભેળવ્યો છે. આ નિર્જળા અગીયારસ પાછળ આપણા ધર્મગુરૂઓ એ રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગમુક્ત થવા માટેનો માર્ગ બતાવ્યો છે. કોરોના વાયરસ નાની ઉંમરના બાળકો અને યુવાનોને થતો નથી. કારણકે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. પચાસી વટાવી ગયેલા બિમાર રહેતા વ્યક્તિઓજ કોરોના વાયરસની ઝપટમાં આવે છે. કોરોના વાયરસથી બચવા માટે દવાઓ પૂરી પાડવામાં દેશનું આરોગ્ય તંત્ર નબળુ સાબિત થયું છે. તેવા સમયે વ્યક્તિએ ભગવાનનો આશરો લેવો પડે. આમાં ભગવાનની સાથે સંતના દાખલા દલીલો સાથેના સૂચનોનો આશરો લેવો જોઈએ. એ એવા સંત કે જેને તમે પ્રત્યક્ષ મળી શકો છો. ભગવાનના નામથી ભુવા ભોપાળાની અંધશ્રદ્ધા હોય તો તેનાથી દૂર રહેવું જોઈએ. આ તો સંતની શિખામણ છે. અને તે શિખામણ દાખલા દલીલો પુરાવા સાથેની છે. તો ચાલો આપણે તેમની શિખામણ માની કોરોના વાયરસની દવાઓ, રસીની શોધ થાય ત્યાં સુધી જ્ઞાનવત્સલ સ્વામીના સૂચન પ્રમાણે પાણી નહિ પીવાનો પ્રયોગ શરૂ કરી કોરોના વાયરસથી બચીએ.
નોંધ – જ્ઞાન વત્સલ સ્વામીના વક્તવ્યો સાંભળી તંત્રીની આ વિચારસરણી છે. જ્ઞાન વત્સલ સ્વામીને આ લેખ સાથે કંઈ લેવાદેવા નથી.

Leave a Reply

Top