Select Page

વિસનગરમાં આવેલા ૪૦ પ્રવાસીઓ ક્વોરન્ટાઈન

વિસનગરમાં આવેલા ૪૦ પ્રવાસીઓ ક્વોરન્ટાઈન

વિસનગરમાં આવેલા ૪૦ પ્રવાસીઓ ક્વોરન્ટાઈન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસના માહોલમા નેપાળ સહીતના રાજ્યોમાં પ્રવાસ કરી અધવચ્ચે પરત ફરેલા પ્રવાસીઓ વિસનગરમાં આવતા તમામને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
પુર્વ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે મધ્યપ્રદેશથી વિસનગર પરત ફરવામાં મદદ કરનારનો આભાર માન્યો
મધ્યપ્રદેશથી પરત ફરેલા પ્રવાસીઓમાં પાલિકાના પુર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલ તેમના પતિ નટુભાઈ પટેલ તથા બાબુભાઈ વાસણવાળા પણ સાથે હતા. શકુન્તલાબેન પટેલે જણાવ્યુ હતુ કે , એમ.પી.પન્ના અને દમો જીલ્લાની વચ્ચે પુલ ઉપર રોકવામાં આવ્યા હતા. પોલીસ આગળ કે પાછળ જવા દેતી ન હોતી. આવી પરિસ્થિતીમા બહાર નીકળવા જીલ્લા કલેક્ટરશ્રી એચ.કે.પટેલ તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આવા માહોલમાં હેમખેમ પરત ફર્યા તે બદલ શકુન્તલાબેન પટેલ જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, વિસનગર પ્રાન્ત ઓફીસર, મામલતદાર વિગેરેનો તમામ પ્રવાસીઓ સભ્યો વતી આભાર માન્યો હતો. આ બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, એમ.પી.માંથી બહાર નિકળવા માટે આનંદીબેન પટેલ જ્યારે રાજ્યપાલ હતા તે વખતે તેમના પી.એ. તથા અન્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે ભારતમા લોકડાઉન કરવામાં આવ્યુ હતું. જેના ૧૫ દિવસ અગાઉ વિસનગરથી ૪૦ લોકો મધ્યપ્રદેશ, યુ.પી., બીહાર અને નેપાળના પ્રવાસે તા. ૧૧-૩ની રાત્રે ૨૮ દિવસ માટે નિકળ્યા હતા. જેઓ બીહાર આવતા વડાપ્રધાને જનતા કર્ફ્યુનો આદેશ કરતા આ તમામ પ્રવાસીઓ બીહારમા ફસાયા હતા. ત્યારબાદ વિવિધ રાજ્યોમા લોકડાઉન શરૂ થતા આવા માહોલમાં વધારે પ્રવાસ કરી શકાય તેમ ન હોય પ્રવાસ અધવચ્ચે અટકાવી પરત ફર્યા હતા. ૪૦ પ્રવાસીઓ રસોઈયા, મજુર, લક્ઝરીના ડ્રાઈવર અને કંડક્ટર સાથે લગભગ ૪૪ વ્યક્તિઓ વિસનગરમાં પરત ફરતા લક્ઝરી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સિવિલ હોસ્પિટલના અધિકારી પી.એમ.જોષી, અર્બન હેલ્થ ઓફીસર ડા.પાર્થ પટેલ સહીતની ટીમ દ્વારા તમામ પેસેન્જરોનુ સ્કીનીંગ કરી તપાસ કરવામાં આવી હતી. આવેલ પ્રવાસીઓમાં એક પણને કોરોના ઈન્ફેક્શન હોય તો તમામ પ્રવાસીઓ અને વિસનગર માટે ઘાતક હોઈ આરોગ્ય તંત્રએ તમામ પ્રવાસીઓને નૂતન હોસ્પિટલમા ૧૪ દિવસ ક્વોરન્ટાઈન કરવા આગ્રહ રાખ્યો હતો. ત્યારે પ્રવાસીઓની વિનંતીથી હોમ ક્વોરન્ટાઈન માટે મંજુરી આપવામાં આવી હતી. જ્યારે પાંચ પ્રવાસી નૂતન હોસ્પિટલમા ક્વોરન્ટાઈન કરાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us