Select Page

સોશિયલ ડીસ્ટન્ટ નહી જળવાતા દરબાર રોડ અને ગૌરવપથ ઉપર લારીઓ દુર કરાઈ શાકભાજીની લારીઓ દરેક વોર્ડમાં ફરે તે માટે પાલિકાની કવાયત

સોશિયલ ડીસ્ટન્ટ નહી જળવાતા દરબાર રોડ અને ગૌરવપથ ઉપર લારીઓ દુર કરાઈ શાકભાજીની લારીઓ દરેક વોર્ડમાં ફરે તે માટે પાલિકાની કવાયત

સોશિયલ ડીસ્ટન્ટ નહી જળવાતા દરબાર રોડ અને ગૌરવપથ ઉપર લારીઓ દુર કરાઈ

શાકભાજીની લારીઓ દરેક વોર્ડમાં ફરે તે માટે પાલિકાની કવાયત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા બે વ્યક્તિઓ વચ્ચે અંતર જાળવવુ ખુબજ જરૂરી છે. ત્યારે શાકભાજીની લારીઓ ઉપર ભીડ થતા લોકો સોશિયલ ડીસ્ટન્સીંગ નહી જાળવતા દરબાર રોડ અને ગૌરવપથ ઉપર લારીઓનુ સ્ટેન્ડ દુર કરાયુ છે. લારીઓ દરેક વોર્ડમાં ફરે તે માટે પાલિકા દ્વારા કવાયત હાથ ધરી છે.
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા બે વ્યક્તિ વચ્ચેનુ ડીસ્ટન્સ ખુબજ જરૂરી છે. ત્યારે નવાઈની બાબત છેકે શિક્ષિત તથા સમજદાર લોકો આ બાબતનુ ધ્યાન રાખતા નથી. અને ખરીદીના સમયે ભીડ કરી બેસે છે. દરબાર રોડ એક ટાવરથી પોલીસ ચોકી સુધીનો વિસ્તાર ખુબજ સાંકડો છે. આવા સાંકડા વિસ્તારમાં રોડની બન્ને સાઈડે શાકભાજીની લારીઓ ઉભી રહેતી હતી. જ્યાં સવારે ખરીદીના સમયે ભારે ભીડ થતી હતી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફીસરના પ્રયત્નોથી બે થી ત્રણ વખત લારીઓ એક સાઈડ ઉભી રહે અને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તેવો પ્રયત્ન કર્યો હતો. ત્યારે લારીઓવાળા કે ખરીદી કરવા આવનાર તેનુ ધ્યાન રાખતા નહોતા. આવીજ પરિસ્થિતિ ગૌરવપથ રોડ ઉપરની લારીઓ ઉપર થતી હતી. ગૌરવપથ રોડ ઉપર દુર દુર લારીઓ ઉભી રહેતી હતી. પરંતુ ખરીદી કરવા આવનાર લોકો એકબીજાને અડીને ઉભા રહેતા હતા અને સોશિયલ ડીસ્ટન્સનુ ધ્યાન રાખતા નહોતા.
કોરોના વાયરસનો ચેપ મોટા શહેરોમાંથી ગામડાઓ સુધી ફેલાયો છે ત્યારે આવા સમયે સોશિયલ ડીસ્ટન્સ રાખવુ ખુબજ જરૂરી છે. જે ધ્યાને રાખી સાવચેતીના ભાગરૂપે પ્રાન્ત ઓફીસર, મામલતદાર તથા ચીફઓફીસર વચ્ચેની મીટીંગ બાદ લારીઓના સ્ટેન્ડ હટાવવાનો નિર્ણય કરાયો હતો. તા.૮-૪ ના રોજ પ્રથમ દરબાર રોડ ઉપરની લારીઓનુ સ્ટેન્ડ હટાવી બન્ને બાજુ બેરીકેટ મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ૯-૪ ના રોજ સવારે ગૌરવપથ રોડ ઉપરથી શાકભાજીની લારીઓવાળાને હટાવવાની કડક કામગીરી કરવામાં આવી હતી. વિસનગર પાલિકા પાસે લગભગ ૧૩૦ શાકભાજીની લારીઓ વાળાનુ લીસ્ટ છે. શહેરના દરેક વોર્ડમાં ૧૦ થી ૧૫ શાકભાજીની લારીઓ ફરે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા દરેક લારીવાળાને પાસ આપી કયા વોર્ડમાં ફરવુ તેવુ સુચન કરાયુ છે. કોરોના વાયરસના લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છે. ત્યારે મહોલ્લામાં કે સોસાયટીમાં શાકભાજીની લારીવાળા આવે ત્યારે મહિલાઓ લારી ઉપર ટોળુ ન વળે અને એકબીજા વચ્ચે અંતર રાખી શાકભાજી ખરીદવામાં સાવચેતી રાખે તે જરૂરી છે. શાકભાજી ખરીદતા કોઈ મહિલા કોરોના સંક્રમીત થશે તો આખા પરિવાર ઉપર આપત્તી આવશે તે ધ્યાન રાખી અંતર રાખી ખરીદી કરવી જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us