Select Page

વિસનગરમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો રૂા.૧૦૦થી ૫૦૦ દંડ

વિસનગરમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો રૂા.૧૦૦થી ૫૦૦ દંડ

વિસનગરમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો રૂા.૧૦૦થી ૫૦૦ દંડ
(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
કોરોના વાયરસની મહામારીમાં મોં અને નાકને ઢાંકે તેવુ માસ્ક પહેરવુ ખુબજ જરૂરી છે. કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક પહેરવાની સુચના આપવામાં આવી છે. ત્યારે વિસનગર પાલિકા દ્વારા હુકમ કરવામાં આવ્યો છેકે, માસ્ક પહેર્યા વગરનુ કોઈ જણાશે તો રૂા.૧૦૦ થી ૫૦૦ નો દંડ સહન કરવો પડશે.
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા તેમજ સંક્રમીત થતા બચવા માટે મોં અને નાકને ઢાંકે તેવુ માસ્ક પહેરવુ જરૂરી છે. ભારત દેશમાં આ મહામારીનો ચેપ નાના શહેરો અને ગામડાઓ સુધી ફેલાયો છે. જે વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૮૭(આઈ) મુજબ મળેલ અધિકાર પરત્વે શહેરોમાં કોરોના વાયરસ અટકાવવા સારૂ જાહેરમાં ફરતા નાગરિકોને માસ્ક પહેરવુ ફરજીયાત છે. જે નાગરિકો માસ્ક પહેર્યા વગરના પકડાશે તેમને પ્રથમ વખત રૂા.૧૦૦/-, બીજી વખત રૂા.૨૦૦/- અને ત્રીજી વખત પકડાય તો રૂા.૫૦૦/- દંડ વસુલવામાં આવશે. આ હુકમનો સરકારની બીજી સુચના ન મળે ત્યાં સુધી અમલ રહેશે.
પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ માસ્ક પહેર્યા ન હોય તેમના ઉપર દેખરેખ રાખશે
વિસનગરમાં જાહેરમાં ફરતા લોકોને ફરજીયાત માસ્ક પહેરવાના હુકમ બાબતે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છેકે, કોરોના વાયરસથી સંક્રમીત થતા બચવા માસ્ક પહેરવુ ફરજીયાત છે. માસ્ક પહેર્યુ હોય તો કોરોના વાયરસ ચેપગ્રસ્ત છીંક કે ઉધરસ ખાય તો ડ્રોપલેટની શક્યતા રહેતી નથી. માસ્ક પહેર્યુ ન હોય તેમને દંડ કરવાનો પાલિકા દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેનુ જાહેરમાં ફરતા તમામે પાલન કરવાનુ રહેશે. વિસનગર શહેરમાં આવતા તાલુકાના ગામડાના લોકો તથા બહારગામથી આવેલા તમામ લોકોને આ હુકમ અસરકર્તા રહેશે. શહેરમાં જાહેરમાં ફરતા તમામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવુ પડશે. માસ્ક પહેર્યા વગર કોઈ પકડાશે તો પ્રથમ વખત રૂા.૧૦૦, એજ વ્યક્તિ બીજી વખત પકડાશે તો રૂા.૨૦૦ અને ત્રીજી વખત પકડાશે તો રૂા.૫૦૦ દંડ કરવામાં આવશે. કોરોના વાયરસની મહામારીમાં પોતાના અને સમાજની સુરક્ષા માટે ફરજીયાત માસ્ક પહેરવાનો હુકમ કરાયો છે. જેનો તમામે અમલ કરવા વિનંતી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us