You are here
Home > 2020 > May

વિસનગર વેપારી મહામંડળ દ્વારા કર્મયોગી યોધ્ધાઓનુ બહુમાન

કોરોના મહામારીમાં જીવના જોખમે ફરજ બજાવનાર વિસનગર વેપારી મહામંડળ દ્વારા કર્મયોગી યોધ્ધાઓનુ બહુમાન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસનગર વેપારી મહામંડળના હોદ્દેદારો દ્વારા કોરોનાની મહામારીમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું અને આગામી સમયમાં શહેરના અન્ય કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. મહેસાણા જીલ્લામાં…

ખેરાલુ પાલિકા દ્વારા ૩.૧૮ કરોડની ગ્રાન્ટનો દુરઉપયોગ

રીસર્ફેસિંગ માટે ૪.૫ કરોડની ગ્રાન્ટના ૪૬ પૈકી સિમ વિસ્તારના ૧૮ કામોમાં ખેરાલુ પાલિકા દ્વારા ૩.૧૮ કરોડની ગ્રાન્ટનો દુરઉપયોગ • પાલિકાના પાંચ સભ્યો રીસર્ફેસિગની ગ્રાન્ટ બીન જરૂરીયાત વાળી જગ્યાએ ફાળવી નાણાના દુર ઉપયોગ બાબતે વિકાસ કામો રદ કરવાની અરજી • પાલિકા સભ્યોની માંગણી દરેક વોર્ડમાં સરખા ભાગે ગ્રાન્ટ ફાળવો • કુલ રકમના ૭૦.૬૦% ગ્રાન્ટ સિમ વિસ્તારમાં…

ભાજપની સરકાર પાણી માટે ટટળાવે છે-મુકેશભાઈ દેસાઈ

ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડુતોને ભાજપની સરકાર પાણી માટે ટટળાવે છે-મુકેશભાઈ દેસાઈ વડનગરના તળાવો ભરવા માટે મફત પાણી જ્યારે ખેરાલુના તળાવો ભરવા સરકાર દરરોજ ૧૪ હજાર રૂપિયા ભરવા પડે છે. આ ક્યાનો ન્યાય? (પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ-સતલાસણા તાલુકાના ૨૫ ગામોને ધરોઈ સિંચાઈ યોજનામાં સમાવેશ કરવા માટે ભાજપની સરકારને રસ નથી. પરંતુ ધરોઈના ઈજનેરો પણ ખેડુતોના સાચા પ્રશ્નોને યોગ્ય…

તંત્રી સ્થાનેથી…ભારતમાં ચાયનીઝ માલ આવતો બંધ થશે તોજ વડાપ્રધાનનુ ‘વોકલ ફોર લોકલ’ સૂત્ર સાચુ ઠરશે

તંત્રી સ્થાનેથી… ભારતમાં ચાયનીઝ માલ આવતો બંધ થશે તોજ વડાપ્રધાનનુ ‘વોકલ ફોર લોકલ’ સૂત્ર સાચુ ઠરશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા લોકડાઉનના છેલ્લા કાળમાં પ્રજાને લોકડાઉનના કારણે પડી ભાંગેલ અર્થતંત્રને ફરી ઉભુ કરવા માટે ૨૦ લાખ કરોડનુ પેકેજ આપ્યુ છે. આ પેકેજ પાકિસ્તાનની માર્કેટ કેપ ૬૦૦૦ કરોડ કરતા ત્રણ ઘણુ વધારે છે. આ પેકેજ આપતી…

બહારગામથી આવ્યા હોય તો કોરોન્ટાઈન ફરજીયાત

આંતર જીલ્લામાં આવનજાવનમાં મંજુરીની જરૂર નથી પરંતુ બહારગામથી આવ્યા હોય તો કોરોન્ટાઈન ફરજીયાત (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવતા કોરોના પોઝીટીવના કેસ વધી ગયા છે. આ સંજોગોમાંજ હવે શેહશરમ વગર સાચવવાનુ છે. સરકાર દ્વારા આન્તર જીલ્લામાં આવનજાવન માટે છુટછાટ આપવામાં આવી છે. પરંતુ બહારગામથી આવનારને કોરોન્ટાઈન ફરજીયાત છે. તેમાં કોઈ છુટછાટ નથી. લોકડાઉન-૪ માં સરકાર…

Top