Select Page

તંત્રી સ્થાનેથી….લોકડાઉન વધારવું કે ઘટાડવું તે આપણા હાથમાં છે

તંત્રી સ્થાનેથી….લોકડાઉન વધારવું કે ઘટાડવું તે આપણા હાથમાં છે

તંત્રી સ્થાનેથી…

લોકડાઉન વધારવું કે ઘટાડવું તે આપણા હાથમાં છે

ભારત દેશમાં પ્રથમ વખત આવેલુ લોકડાઉન લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે છે. છતાં લોકો તેનો ભંગ કરે છે. લોકડાઉન લોકોને ગમતું નથી, છતાં તેના વિના બીજો કોઈ પર્યાય નથી. લોકડાઉન એવું વિચિત્ર છે કે તેનો ભંગ કરીએ તેમ તેમ તે લાંબુને લાંબુ થતુ જાય છે. કોરોના પ્રકોપમાં સોસીયલ ડીસ્ટન્સ રાખવાથી કોરોનાનો રોગ મટે છે અને તેનું સંક્રમણ થતું નથી. કોરોના જેટલો ભયંકર કોઈ રોગ અત્યાર સુધી આવ્યો નથી. કોરોનાના જીવાણુ જે કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશે ત્યારે રોગનો ગુણધર્મ ઉધરસ, ખાંસી, શ્વાસનળીનો સોજો જોવા મળે છે. કેટલીક વખત કોરોનાના જીવાણું મનુષ્યના શરીરમાં પ્રવેશે ત્યારે વ્યક્તિ સ્વસ્થ જેવો હોય, અચાનક કોરોનાનો હુમલો થાય અને વ્યક્તિ મૃત્યુ પામે. જે દર્દીને કોરોનાના ચિન્હો દેખાય તેની જે પણ દવા છે તે થાય. શાંત કોરોના જીવલેણ છે. જેની કોઈ દવા નથી. દવા છે ફક્ત લોકડાઉન અને સોસીયલ ડીસ્ટન્સીંગ. લોકડાઉનથી હવે લોકો કંટાળી ગયા છે. પણ લોકડાઉન વિના ચાલવાનુ નથી. વ્યક્તિ વ્યક્તિના સંપર્કમાં ત્યારે ન આવે જ્યારે લોકો ઘરમાં ભરાયેલા રહે. લોકોને ઘરમાં રહેવું ફાવતુ નથી. જેથી ગમે તેવા બહાના બતાવી ઘર બહાર નીકળી પડે છે અને પોલીસના પ્રકોપનું ભોગ બનવું પડે છે. ત્યારે લોકો આક્રોશમાં આવે છે. પણ આક્રોશમાં આવનાર લોકો વિચારે કે પોલીસ તમને ઘરમાં રહેવા માટે શા માટે દબાણ કરે છે. પોલીસ તમારા અને તમારા કુટુંબનું આયુષ્ય લાંબુ અને નિરોગી થાય એ માટે તમને ફરતા અટકાવે છે. લોકડાઉનનો ભંગ કરી નીકળી પડતા લોકો પોતાની જાતને બાહોશ માને છે કે અમે પોલીસને ચકમો આપ્યો. પણ આવા લોકડાઉન તોડવા વાળા લોકો પોતાના પગ ઉપર જ કુહાડો મારે છે. તમે જેટલુ લોકડાઉન તોડશો તેટલુ લોકડાઉન વધવાનું છે. તેના પાછળનું કારણ છે લોકડાઉન તૂટે એટલે સોસીયલ ડીસ્ટન્સીંગ ઘટે, કોરોનાનો પ્રકોપ વધે અને તંત્રને લોકડાઉન વધારવું પડે. લોકડાઉન તોડનાર પોતાની જાતને જ પોતાના કુટુંબના ઘાતક સાબિત થઈ શકે છે. બહાર ફરીને કોરોના લઈ ઘરમાં આવનાર કુટુંબનો દુશ્મન સાબિત થાય છે. લોકડાઉન દૂર કરવુ હોય તો તેનો કડક અમલ કરો. સોસીયલ ડીસ્ટન્સીંગની ટેવ પાડો. કોરોના કંઈ મહિના બે મહિનામાં જવાનો નથી. લોકડાઉનની, સોસીયલ ડીસ્ટન્સીંગની ટેવ રાખી કોરોના સાથે જીવવું પડશે. આપણો બચાવ આપણે જાતેજ કરવાનો સમય આવી રહ્યો છે. લોકડાઉનનો અમલ નિયમાનુસાર થાય તો સંક્રમણ ઘટે, કોરોના ઓછો થતાં ઓટોમેટીક લોકડાઉન નીકળી જાય. લોકડાઉન જેલની સજા ભોગવતા કેદીની પેરોલ જેવું છે. પાંચ વર્ષની સજાનો કેદી જેટલા મહિના પેરોલ ભોગવે તેટલી સજા તેમની લાંબી થાય. આપણે અત્યારે કોરોના લોકડાઉનની જેલમાં છીએ આપણે નક્કિ કરવાનું છેકે લોકડાઉન વધારવું છે કે ઘટાડવું છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us