Select Page

ફીક્સ ચાર્જ માફ કરવાનો કોઈ અમલ થયો નથી-લોકડાઉનમા ધંધા રોજગાર વગર બેસી રહ્યા છે વિસનગરમાંં વિજ કંપનીએ એવરેજ બીલ ફટકારતા કચવાટ

ફીક્સ ચાર્જ માફ કરવાનો કોઈ અમલ થયો નથી-લોકડાઉનમા ધંધા રોજગાર વગર બેસી રહ્યા છે વિસનગરમાંં વિજ કંપનીએ એવરેજ બીલ ફટકારતા કચવાટ

ફીક્સ ચાર્જ માફ કરવાનો કોઈ અમલ થયો નથી-લોકડાઉનમા ધંધા રોજગાર વગર બેસી રહ્યા છે
વિસનગરમાંં વિજ કંપનીએ એવરેજ બીલ ફટકારતા કચવાટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના લોકડાઉનના એક બાજુ ભાજપ સરકાર વિનામુલ્યે અનાજ અને રોકડ સહાય કરી રહી છે. ત્યારે તેજ સરકારી વિજ કંપની દ્વારા એવરેજ બીલ ફટકારવામાં આવતા ડ્યુ ડેટમાં એવરેજ બીલ ભરાશે કે નહી તેના ચિંતાની સાથે વિજ કંપનીની આ વસુલાત નોટીસથી લોકોમાં ભારે કચવાટ અનુભવાઈ રહ્યો છે. વિજ કંપનીએ બીલના મેસેજ મોકલતા ભાજપ સરકારના ચાવવાના અને બતાવવાના અલગ તો નથી ને તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સરકારે લોક ડાઉન જાહેર કરતા લોકો માર્ચના ૭ અને એપ્રીલના ૩૦ દિવસ એમ ૩૭ દિવસથી નોકરી, ધંધા, રોજગાર વગર ઘરમા બેસી રહ્યા છે. લોકો એટલા માટે લોકડાઉનમાં સહકાર આપી રહ્યા છે કે સરકારી વસુલાતની ખોટી ચીંતા નથી. શ્રમીકો, જરૂરીયાતમંદ અને ગરીબોને સરકાર દ્વારા વિનામુલ્યે અનાજ સહાય કરાઈ છે. રોકડ મદદ પણ કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતીમાં સરકારનાજ એક વિભાગ દ્વારા બીલ વસુલાત માટે મેસેજ મોકલી નોટીસ આપવામા આવે તે કેટલું વ્યાજબી?
ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર શહેર પેટા વિભાગ ઓફીસ દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી એવરેજ બીલના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ ત્રણ બીલ સાયકલનું એવરેજ કાઢી માર્ચ એપ્રિલના બીલના મેસેજ કરવામાં આવ્યા છે. મેસેજ ડ્યુ ડેટ પણ આપવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકો બહાર નીકળી શક્તા નથી. મોટા ભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શક્તા નથી. શ્રમીક મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ પાસે તો જીવન નિર્વાહના પણ પૈસા નથી. ત્યારે વિજ બિલ કઈ રીતે ભરી શકાશે. તેની લોકોને ચિંતા સતાવી રહી છે. લોકડાઉનના કારણે શહેરમાં રહેતા કેટલાક લોકો મકાનો બંધ કરી ગામડે જતા રહ્યા છે. જે મકાનોમાં એક દોઢ માસથી વિજ વપરાશજ નથી. ત્યારે એવરેજ બીલ વધારે આવતા આવક બંધ હોય તેવી પરિસ્થિતીમાં બીલ ભરવુ મુશ્કેલ છે. ભાજપ સરકારે વિજ બીલમાં ફીક્સ ચાર્જ નહી લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ અમલ થયો નથી. અને એવરેજ બીલ ફટકારવામાં આવ્યા છે. લોકડાઉનમા ગામડે ગયેલા આવા એક ગ્રાહકને બીલનો મેસેજ મળતા વિજ કંપનીની ઓફીસે પુછ પરછ કરતા જવાબ મળ્યો હતો કે એવરેજ બીલમાં પૈસા વધારે ભરશે તો ક્રેડીટ મળશે. પરંતુ સરકાર એ નથી સમજતી કે લોકો પાસે જીવન નિર્વાહના પણ પૈસા નથી તો એવરેજ બીલમાં વધારે કેવી રીતે ભરી શકાશે!
લોકડાઉનના કારણે અન્ય રાજ્યો બીલ માફ કરવાનું વિચારી રહી છે. એક બાજુ કેન્દ્ર સરકારના નિર્દેશથી ઉદ્યોગપતિઓ, મુડીપતિઓના ૬૮ હજાર કરોડ માંડી વાળવામાં આવે છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકારના આ વિભાગ દ્વારા ગ્રાહકો જાણે નાદારી નોંધાવવાના હોય તેમ લોકડાઉનની પરિસ્થિતીમા વિજ બિલ વસુલવાના મેસેજ કરતા ભારે નારાજગી જોવા મળી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us