Select Page

વિસનગરથી ૧૦૩ પરપ્રાંતીય લક્ઝરી બસમાં વતન પહોંચ્યા

વિસનગરથી ૧૦૩ પરપ્રાંતીય લક્ઝરી બસમાં વતન પહોંચ્યા

ધારાસભ્ય અને તાલુકાના અધિકારીઓના સરાહનીય પ્રયત્નોથી

વિસનગરથી ૧૦૩ પરપ્રાંતીય લક્ઝરી બસમાં વતન પહોંચ્યા

ભરતભાઈ એકાઉન્ટન્ટ અને મનિષભાઈ ગળીયાએ પરપ્રાંતિય શ્રમિકોને વતન પહોંચાડવા ચાર દિવસ દોડધામ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું સરાહનીય કાર્ય કર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકડાઉનના લીધે વિસનગરમાં ફસાયેલા ૧૧૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકોએ પોતાના વતન પરત જવા માટે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને રજુઆત કરી હતી. ત્યારે ધારાસભ્યએ તાલુકા અને જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પરામર્શ કરી ચાર દિવસની જહેમત બાદ સૌ પ્રથમ મધ્યપ્રદેશના ૧૦૩ શ્રમિકોને સોશિયલ ડીસ્ટન્સીંગ સાથે લક્ઝરી બસમાં વતન મોકલવાનું સરાહનીય કાર્ય કર્યુ હતું.
કોરોના વાયરસના લીધે લોકડાઉન હોવાથી વિસનગર શહેર તાલુુકાના ૧૧૦૦ જેટલા પરપ્રાંતિયો તેમના વતન જઈ શક્તા ન હતા. ત્યારે જીલ્લા કલેક્ટર એચ.કે.પટેલે ફસાયેલા પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે રજીસ્ટ્રેશન કરવાની જાહેરાત કરતા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની સુચનાથી વ્યાપારી મહામંડળ વાળા ભરતભાઈ એકાઉન્ટન્ટ અને મનિષભાઈ ગળીયાએ શ્રમિકોના જરૂરી પુરાવા એક્ઠા કરી ચાર દિવસ મામલતદાર કચેરીમાં દોડધામ કરી તાલુકાના ૧૧૦૦ જેટલા પરપ્રાંતિયોનું વતન જવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું સરાહનીય કાર્ય કર્યુ હતું. તેમના વતન ઝડપી પહોંચે તે માટે ધારાસભ્ય ઋષિભાઈએ પ્રાન્ત અધિકારી સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, ચીફ ઓફિસર અશ્વિનભાઈ પાઠક, ટી.ડી.ઓ. બી.એસ. સથવારા સાથે ચર્ચા કરી સૌ પ્રથમ યુપી અને મધ્યપ્રદેશના ૧૦૩ શ્રમિકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચાર દિવસની ભારે જહેમત બાદ તાલુકા સેવાસદનમાંથી ત્રણ લક્ઝરી બસમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વતન જઈ રહેલા શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. લક્ઝરી બસો પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી. રસ્તામાં શ્રમિકો માટે દુધની થેલી, પાણીની બોટલ, ચવાણુ તથા બિસ્કીટના નાસ્તાની વ્યવસ્થા સ્પાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન પરેશભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, બકુલભાઈ ત્રીવેદી તથા જે.કે.ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સેવા સદનમાંથી વતન જતા શ્રમિકોને મુકવા માટે ધારાસભ્ય, પ્રાન્ત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર પ્રિયલબેન દેસાઈ, પાલિકા ચિફ ઓફિસર વિગેરે હાજર રહ્યા હતા. તમામ શ્રમિકોએ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ તથા ટીમનો આભાર માન્યો હતો. આગામી સમયમાં બીજા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી ચાલુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us