Select Page

બજારોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઓલ્ટરનેટ દુકાનો ખોલવાનો નિર્ણય

બજારોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઓલ્ટરનેટ દુકાનો ખોલવાનો નિર્ણય

જીલ્લાના બીજા શહેરોના બજારોના વાદ લેવાની જગ્યાએ વેપારીઓએ વિસનગરનુ હિત વિચારવુ જોઈએ

બજારોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઓલ્ટરનેટ દુકાનો ખોલવાનો નિર્ણય

અમદાવાદ, સુરતથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ત્યારે આ અઠવાડીયુ સાવચેતી માટે મહત્વનુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મેઝર્સ લોકડાઉનના ત્રીજા તબક્કામાં શહેરના વેપારીઓ ધંધા રોજગાર માટે અધિરા બન્યા છે. મંજુરી મળતા અમદાવાદ, સુરતથી લોકો મોટી સંખ્યામાં વિસનગરમાં આવ્યા હોવાથી આ અઠવાડીયુ સાવચેતી માટે મહત્વનુ છે. ત્યારે જીલ્લાના બીજા શહેરોના બજારોના વાદ લઈ ધંધો શરૂ કરવાની ઉતાવળ ૪૭ દિવસ જે ધિરજ રાખી તેની ઉપર પાણી ફેરવી શકે છે. ઓલ્ટરનેટ દુકાનો ખોલવાનો વિસનગરના અધિકારીઓએ જે નિર્ણય લીધો છે તે શહેરના લોકોના હિતમાં, આવકારદાયી અને સરાહનીય છે.
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા ૫૪ દિવસના ત્રણ તબક્કાના લોકડાઉનના આડે હવે ૭ દિવસજ બાકી રહ્યા છે. કોરોના વાયરસનુ સંક્રમણ ન વધે તે માટે વિસનગરની પ્રજા તથા વેપારીઓએ અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. પરંતુ લોકડાઉન મેઝર્સના છેલ્લા તબક્કામાં છુટછાટ મળતા વેપારીઓ ધંધા શરૂ કરવા કેમ ઉતાવળા થઈ રહ્યા છે તે સમજાતુ નથી. કોરોનાથી બચીશુ તો ધંધો કરી શકીશુ તે કેમ વિચારતા નથી? વિસનગરના પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક સાથે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સતત મીટીંગો અને ચર્ચાઓ બાદ વિસનગરના બજારોમાં એકદમ ભીડ ન થાય અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન થાય તે માટે ઓલ્ટરનેટ દુકાનો ખુલે તેવો નિર્ણય કરાયો છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ કરીયાણુ, શાકભાજી, દુધ પાર્લરની દુકાનો રોજ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે જીવન જરૂરીયાતની વસ્તુઓ નથી તે દુકાનો ખોલવા માટે બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ નો સમય રાખવામાં આવ્યો છે. જે દુકાનો પણ અઠવાડીયામાં બે ત્રણ દિવસ ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
પરપ્રાંતીયોને પોતાના વતનમાં અને ગુજરાતમાં એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવાની મંજુરી મળતા કોરોના સંક્રમીત શહેરોમાંથી વિસનગર શહેર અને તાલુકામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. બહારના જીલ્લામાંથી આવનારને કોરન્ટાઈન કરાય છે. પરંતુ તેમની સાથે ઘરમાં રહેતા લોકો બહાર અવરજવર કરે છે. મોટા શહેરમાંથી આવેલ કોઈ કોરોના સંક્રમીત હશે અને તેની સાથે ઘરમાં રહેતો વ્યક્તિ વિસનગરના ભીડભાડવાળા બજારમાં અવરજવર કરે તો શુ દશા થાય? આવા ભય સ્થાનો વિચારી વિસનગરના ધારાસભ્ય અને અધિકારીઓ દ્વારા બજારમાં ભીડ ન થાય તથા સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે શહેર તેમજ તાલુકાની જનતાના હિતમાં બપોરે ૧૨-૦૦ થી ૪-૦૦ ઓલ્ટરનેટ દુકાનો ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. સમાજને જ્યારે સેવાની જરૂર હતી તે સમયે કોરોના વાયરસના ડરથી ઘરમાં પુરાઈ રહેલા કેટલાક આગેવાની કરવા નીકળી પડ્યા છે. સંક્રમીત શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી આ અઠવાડીયુજ સાચવવાનુ છે. કોરોના કેસથી વિસનગર તાલુકો બાકાત રહ્યો છે ત્યારે બીજા તાલુકાના બજારોના વાદ લેવાની જગ્યાએ વિસનગર તાલુકાનુ હિત વેપારીઓએ વિચારવુ જોઈએ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us