You are here
Home > Local News > ચાલો જીંદગી જીવતા શીખીએ…. લોકડાઉન જશે પણ કોરોના નહિ જાય

ચાલો જીંદગી જીવતા શીખીએ…. લોકડાઉન જશે પણ કોરોના નહિ જાય

ચાલો જીંદગી જીવતા શીખીએ….
લોકડાઉન જશે પણ કોરોના નહિ જાય
૫૧ દિવસથી કંટાળેલા લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ૧૭મી તારીખે લોકડાઉન છુટે પછી બધી શાંતિ, ગમે તેમ ફરો, ગમે ત્યાં જાઓ. આવું વિચારવું તે ભુલ ભરેલુ છે. આંશિક કે પુર્ણ લોકડાઉન જતુ રહેશે પણ કોરોના જવાનો નથી અને તેને કોઈ કાઢી શકે તેમ નથી. કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધુ છે. કોરોના રોગપ્રતિકારક રસી વિશ્વ શોધી રહ્યુ છે. એઈડ્‌ઝનો રોગ આવે ૩૦ વર્ષ થયાં પણ તેની રસી શોધાઈ નથી. ફ્લુના મચ્છરો મારી રોગ થતો અટકાવાય છે પણ ફ્લુની સંપુર્ણ રસી શોધાઈ નથી. કોરોનાની રસી ક્યારે શોધાશે, ત્યારે આપણે કોરોના સામે લડી શકીશું. અત્યારે તો આપણે કોરોનાને તાલીમિત્ર બનાવી તેની સાથે જીવતા શીખી જવું પડશે. હાનિકારક તમાકુ, આલ્કોહોલ જેવા ઘાતક વ્યસનો, ટી.બી., મેલેરીયા, એઈડ્‌ઝ, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લુ, કેન્સર જેવા બધા રોગ સાથે આપણે જીવીએ છીએ તે રીતે કોરોના સાથે જીવવું પડશે. બીજા રોગના ચિન્હો દર્દી ઉપર દેખાઈ આવે છે. જ્યારે કોરોના લુચ્ચુ શિયાળ છે. તેની સાથે જીવવું પડશે. ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો કોરોના સાથે જીવવાનું જ હતું તો શા માટે ૫૧ દિવસ પ્રજાને લોક ડાઉન રાખી? સરકારે ૫૧ દિવસ લોકડાઉન રાખી કોરોના સાથે જીવવાની શૈલી શિખવાડી. કઈ રીતે સોશિયલ ડીસ્ટન્સ રાખવું, કઈ રીતે સેનેટાઈઝેશન કરવું, લોક ડાઉનમાં થોડી થોડી છુટો આપી વેપારીઓને કઈ રીતે વર્તવું. ગ્રાહકોને કઈ રીતે વર્તવું. તેનું શિક્ષણ આપ્યુ આ શિક્ષણનો ઉપયોગ કોરોનાની રસી ન શોધાય, કોરોના ન જાય ત્યાં સુધી અમલ કરવાનો છે. પ્રથમ ચરણ માસ્ક પહેરવાનું છે. લોકોએ ઘર, વરંડા, શૌચાલયો સ્વચ્છ રાખવાના છે. શૌચાલયમાં ગયા પછી હાથ સાબુથી સારી રીતે ધોઈ નાખવાના છે. દિવસમાં પાંચથી દશ વખત હાથ ધોવાના છે. છીંક આવે તો રૂમાલ આડો રાખવાનો છે. રોગીષ્ટ વ્યક્તિએ જે રૂમાલમાં છીંક ખાધી હોય તે રૂમાલ બદલી નાંખવાનો, વરઘોડા, જમણવાર, જાહેર સભા, બેસણા, સ્મશાનયાત્રા, મેળા, રથયાત્રા જ્યા ટોળા થતા હોય તે ટાળવા પડશે. બહારથી આવેલી ચીજ વસ્તુ સેનેટાઈઝ કરી ૨૪ કલાક ઘરની બહાર મુકી રાખ્યા પછી તેનો ઉપયોગ કરવો. શાકભાજી ગરમપાણીમાં ખાવાનો સોડા નાંખી ધોયા પછી ચોખ્ખા પાણીથી ધોઈ કોરા પડ્યા પછી વાપરવું. દુકાનમાં ૩૩ ટકા સ્ટાફ રાખવો, દરેક સ્ટાફે માસ્ક પહેરવું ફરજીયાત છે. ગ્રાહકોએ એક પછી એક જઈને ખરીદી કરવી, ઘરેથી લીસ્ટ બનાવી ખરીદી કરવાથી દુકાન ઉપર ભીડ ન થાય. કોરોના સામે લડવા માટે ફાસ્ટફુડ, હોટલોના વાસી ખોરાક, જંક ફુડ, મેદાની બ્રેડોને ટાળવા પડશે. બે ટાઈમ ગરમ બનાવેલો ખોરાક જ લેવો, વાસી ખોરાક ખાવો નહિ. ફ્રીઝનું પાણી પીવું નહી. કોલ્ડ્રીક્સ અને આઈસ્ક્રીમ બંધ કરવા, ખોરાક પુરતો શક્તિ વર્ધક જ હોવો જોઈએ. દુધ, ઘીનું પ્રમાણ ખોરાકમાં લેવું એટલે વર્ષો પહેલાના આપણા બાપદાદાના આહારો શીરો, લાડવા, લાપશી ખાવાથી કોરોના સામે લડી શકાશે. અંગ્રેજી શૈલી છોડી નમસ્તેની શૈલી અપનાવી પડશે. તદ્‌ઉપરાંત સપ્તાહમાં એક ઉપવાસ કરવો ઉપવાસના દિવસે ૧૦ કલાક નિર્જળા રહેવું. રોજે રોજ હળદર, સુંઢ, અજમા વાળુ ગરમ પાણી એક લીટર પીવુ, વજન વધારે હોય તો ઘટાડવું. બેલેન્સીંગ ખોરાક લેવો. દાઢી, મુંછ હદ કરતા વધારે ન રાખવા. પ્રાણાયામ, સુર્યનમસ્કાર, યોગા, હોમ સાયક્લીંગ શક્ય હોય તો જીમ જોઈન્ટ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવી. પડખાભેર સુવાની સાથે ઊંધા છાતી ભેર સુવાની ટેવ પાડવી. કોરોના ૨૦૨૦માં તો જવાનો નથી. ૨૦૨૧ પહેલાં તેની રસી શોધાય તેવી પ્રભુને પ્રાર્થના કરવાની છે. પણ છેલ્લે ડરી ડરીને જીવવા કરતા જીંદગીને કોઈને હેરાન કર્યા વિના આનંદથી ભોગવી લેવી જોઈએ. કોરોનાથી તમારે પોતેજ બચાવ કરવાનો છે.

Leave a Reply

Top