Select Page

વિસનગર શહેર કરતા ગામડાઓ વધારે જાગૃત ઘાઘરેટમાં કોરોનાને રોકવા કડક નિતી નિયમો

વિસનગર શહેર કરતા ગામડાઓ વધારે જાગૃત ઘાઘરેટમાં કોરોનાને રોકવા કડક નિતી નિયમો

વિસનગર શહેર કરતા ગામડાઓ વધારે જાગૃત
ઘાઘરેટમાં કોરોનાને રોકવા કડક નિતી નિયમો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામમાં બહારગામથી આવનાર લોકોના કારણે ગામનો કોઈ વ્યક્તિ કોરોના વાયરસની ઝપટમાં ન આવે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ પ્રવેશમાર્ગો ઉપર નાકાબંધી કરવામાં આવી છે. બહારગામથી ગામમાં રહેવા માટે આવનાર ગામના લોકો માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત કોરોનાના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યુ હોવાથી મોટા શહેરમાં સ્થાઈ થયેલા લોકો પોતાના ગામમાં આવી રહ્યા છે. મોટા શહેરમોમાંથી આવેલા લોકોના લીધે ગામમાં કોઈને કોરોનાનો ચેપ ન લાગે તે માટે વિસનગર તાલુકાના ગ્રામજનો જાગૃત થયા છે. જેમાં તાલુકાના ઘાઘરેટ ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ પ્રવેશ માર્ગો ઉપર સ્વયંસેવકો ઉભા રાખી ગામમાં ચારેકોર નાકાબંધી કરવામાં આવી છે. બહારગામથી ગામમાં રહેવા આવનાર લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં ઘાઘરેટ ગામના બહાર રહેતા હોય તેવા પરિવારે ગામમાં રહેવા માટે ૧૪ દિવસ માટે ગામની પ્રાથમિક શાળામાં ક્વોરન્ટાઈન થવુ પડશે. કોઈપણ વ્યક્તિ ગામમાં રહેવા આવવાના હોય તેમને ગ્રામ પંચાયતને જાણ કરવી પડશે. પંચાયતને જાણ કર્યા વગર કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરશે તો તેમને ક્વોરન્ટાઈન માટે ૧૪ દિવસ શાળામાં રહેવું પડશે. કોઈ વ્યક્તિ તેનો ઈન્કાર કરશે તો તેને પોલીસ તરફથી જે જગ્યા ફાળવવામાં આવશે ત્યાં ક્વોરન્ટાઈન થવું પડશે. જે પરિવાર શાળામાં ક્વોરન્ટાઈન હશે તેમના માટે ખાવા-પિવાનો ખર્ચ તેમના નજીકના પરિવારના માથે રહેશે. ગામની બહેન દિકરી કે પુત્રવધુને પિયર કે સાસરીમાં અવર-જવર કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગામની દરેક સંસ્થાઓ, કરિયાણાની દુકાન અને અનાજ દળવાની ઘંટીમા જતા લોકોને ફરજીયાત માસ્ક કે રૂમાલ બાંધવાનો રહેશે. માસ્ક વગર ચીજ વસ્તુ આપનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જો ઘાઘરેેટ ગામની જેમ તાલુકાના અન્ય ગામોના લોકો કોરોનાને લઈને જાગૃતતા દાખવશે તો ગામડાઓમાં કોરોનાનો પગ પેસારો થતો અટકાવી શકાશે. ઘાઘરેટના ગ્રામજનોની કોરોના સામેની લડાઈ બિરદાવવા લાયક છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts