Select Page

તંત્રી સ્થાનેથી…ભારતમાં ચાયનીઝ માલ આવતો બંધ થશે તોજ વડાપ્રધાનનુ ‘વોકલ ફોર લોકલ’ સૂત્ર સાચુ ઠરશે

તંત્રી સ્થાનેથી…ભારતમાં ચાયનીઝ માલ આવતો બંધ થશે તોજ વડાપ્રધાનનુ ‘વોકલ ફોર લોકલ’ સૂત્ર સાચુ ઠરશે

તંત્રી સ્થાનેથી…

ભારતમાં ચાયનીઝ માલ આવતો બંધ થશે તોજ
વડાપ્રધાનનુ ‘વોકલ ફોર લોકલ’ સૂત્ર સાચુ ઠરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજા લોકડાઉનના છેલ્લા કાળમાં પ્રજાને લોકડાઉનના કારણે પડી ભાંગેલ અર્થતંત્રને ફરી ઉભુ કરવા માટે ૨૦ લાખ કરોડનુ પેકેજ આપ્યુ છે. આ પેકેજ પાકિસ્તાનની માર્કેટ કેપ ૬૦૦૦ કરોડ કરતા ત્રણ ઘણુ વધારે છે. આ પેકેજ આપતી વખતે નરેન્દ્રભાઈ મોદીએ એક સૂત્ર આપ્યુ હતું કે, “વોકલ ફોર લોકલ” આનો અર્થ એ થાય કે સ્વદેશીને અપનાવો તેમણે દાખલો પરપ્રાંતીયો મજૂરો માટે આપ્યો છે. પરપ્રાંતીય મજૂરોને છોડી સ્થાનીક મજૂરોને મજૂરી આપો. દેખીતી રીતે મજૂરો ઉપરનો પી.એમ.નો દાખલો ચાયનીઝ વસ્તુઓ ઉપરનો છે. ચાયનીઝ વસ્તુઓએ ભારતમાં પગદંડો જમાવ્યો છે. ચાયનાની જેમ લોકલ ફેક્ટરીઓમાં થતુ ઉત્પાદન સસ્તુ પડતુ હોવાથી ચાયના ભારતની ફેક્ટરીઓ કરતાં સસ્તો માલ વેચે છે. ૨૦ લાખનું પેકેજ આ ચાયનાની ફેક્ટરીઓને નજર સમક્ષ રાખી અપાયું છેકે, ભારતમાં લોકલ ફેક્ટરીઓનો વિકાસ થાય તો ચાયના માલને જાકારો આપી શકાય. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ચાયના ઉપર સીધા પ્રહારો કરે છે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ ચાયનાને પછાડવાનો આ આડકતરો નિર્દેશ કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીની વાત ભારતવાસીઓએ માથે ચડાવવી જોઈએ. ચાયનાએ ભારત દેશનો મોટામાં મોટો દુશ્મન છે છતાં સસ્તામાં સસ્તો માલ આપી ભારત પાસેથી કરોડો રૂપિયા લઈ જાય છે. ભલે આપણને માલ વેચીને રૂપિયા લઈ જાય પણ ભારતના રૂપિયે તે હથિયારો બનાવે છે અને તે હથિયારો પાકિસ્તાનને વેચે છે. પાકિસ્તાન સરકાર એ હથિયારો આતંકવાદીઓને પુરા પાડી ભારતની સરહદને અસુરક્ષિત બનાવી વીર જવાનોને શહીદ બનાવે છે. આવું કઈ રીતે ચાલે? આપણાજ રૂપિયા આપણા જ જવાનોના મોતનું કારણ બને? ચાયનામાં બનતી પાકિસ્તાની બંધૂકો ઉપર પાકિસ્તાનની ફેક્ટરીઓના સ્ટીકરો લાગે છે. પણ કારતૂસો ઉપર ચાયનીઝ સિક્કા મળી આવે છે. એ સાબિત કરે છેકે ચાયના ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનને હથિયારો પૂરા પાડે છે. દેશના વડાપ્રધાન ચાયનીઝ માલ સામેના વૉરની વાત આવી રીતે કરવાની જરૂર નથી. ત્રણ ત્રણ લોકડાઉનો એ ભારતના લોકોને ફાવશે, ભાવશે, ચાલશેનો સિધ્ધાંત સંપૂર્ણ પણે શીખવી દીધો છે. લોકડાઉનમાં ચાની કિટલીના બંધાણીઓને ચલાવી લેવુ પડ્યુ છે. ગુટકા, મસાલા, બીડી, સીગારેટના બંધાણીઓને તમાકુના કાળા બજાર થતાં ખાવામાં ૮૦ ટકાનો કાપ આવ્યો છતાં એ ચાલ્યુ. કોઈ મરી ગયુ નથી એટલે વડાપ્રધાને કોઈપણ પ્રજાનો વિચાર કર્યા વિના ચાયનાથી આવતા માલને બંધ કરી દેવો જોઈએ અથવા એક્સાઈઝ ડ્યુટીમાં અનેકઘણો વધારો કરી નાંખવો જોઈએ. ડ્યુટીમાં વધારો કરાય તો વેપારીઓ પાછા ચોરી કરી માલ ઘૂસાડશે એટલે ચાયનીઝ માલ વેચવો એ કોગ્નીઝેબલ ગુનો બનાવાય તો જ ચાયનાનો માલ ભારતમાં આવતો અટકે. અને સ્વદેશી માલ વેચાતો થાય ત્યારે જ ચાયનાની કમર ભાંગે. ભારત વાસીઓ “વીલ વીલ ફાઈન્ડ એ વે” (જરૂરીયાત શોધખોળની માતા છે) તો જ ભારતમાં નાની ફેક્ટરીઓ ધમધમતી થશે. દેશમાં અનેક રોજગારીની તકો ઉભી થશે. અને વડાપ્રધાનનુ સ્વપ્ન સાકાર બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us