Select Page

ખેરાલુ પાલિકા દ્વારા ૩.૧૮ કરોડની ગ્રાન્ટનો દુરઉપયોગ

ખેરાલુ પાલિકા દ્વારા ૩.૧૮ કરોડની ગ્રાન્ટનો દુરઉપયોગ

રીસર્ફેસિંગ માટે ૪.૫ કરોડની ગ્રાન્ટના ૪૬ પૈકી સિમ વિસ્તારના ૧૮ કામોમાં

ખેરાલુ પાલિકા દ્વારા ૩.૧૮ કરોડની ગ્રાન્ટનો દુરઉપયોગ

• પાલિકાના પાંચ સભ્યો રીસર્ફેસિગની ગ્રાન્ટ બીન જરૂરીયાત વાળી જગ્યાએ ફાળવી નાણાના દુર ઉપયોગ બાબતે વિકાસ કામો રદ કરવાની અરજી
• પાલિકા સભ્યોની માંગણી દરેક વોર્ડમાં સરખા ભાગે ગ્રાન્ટ ફાળવો
• કુલ રકમના ૭૦.૬૦% ગ્રાન્ટ સિમ વિસ્તારમાં ફાળવી દેવાઈ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા દ્વારા લોકડાઉન પહેલા ૨૦૧૯-૨૦ના વર્ષના અતિભારે વરસાદથી નુકશાન પામેલા રોડને રીસર્ફેસિંગ કરવા ૪.૫ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેના કામો ચોમાસા પહેલા પુરા કરવાના હતા. પરંતુ લોક ડાઉન આવી જતા સમયસર સરકારી મંજુરીઓ ન મળતા હવે ખેરાલુ પાલિકા દ્વારા ૪.૫ કરોડના ૪૬ કામો માટે ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરતા ખેરાલુ પાલિકા સભ્ય કુન્દનબેન ધર્મેન્દ્રભાઈ બારોટ, મહેશભાઈ બારોટ, મહેશભાઈ સથવારા, સમીમબાનું હારૂનભાઈ સિંધી, દશરથભાઈ પરમાર તથા ભાસ્કર ઉર્ફે સુનિલ બારોટ દ્વારા ચાર કરોડ પૈકી ૩.૧૮ કરોડના રીસર્ફિંગના કામો મુકી નાણાનો દુર ઉપયોગ કર્યાની વાંધા અરજી આપી છે. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે જો આ કામો સ્થગીત કરવામાં નહી આવે તો કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની જવાબદારી ચિફ ઓફિસરની રહેશે.
અરજીની વગતો ટુંકમાં જોઈએ તો. ગુજરાત અને ભારત સરકાર કોરોના મહામારીમાં આર્થિક રીતે મુશ્કેલી અનુભવી રહી છે. છતાં આટલી મોટી રકમ બીન જરૂરી નેળીયામાં વપરાઈ રહી છે. માત્ર બે- ચાર ઘર માટે રસ્તા બનાવી આર્થિક પારાવાર નુકશાન થઈ રહ્યુ છે. ગ્રાન્ટનો દુર ઉપયોગ ચિફ ઓફિસર અને પ્રમુખ પોતાની સત્તાથી કરેલ છે. જેટલી જરૂર હોય તેટલીજ ગ્રાન્ટ વાપરી વધારાની ગ્રાન્ટ પરત કરવા જણાવ્યુ છે. રીસર્ફેસિંગમાં કુલ ૪૬ કામો ૪.૫ કરોડની ગ્રાન્ટમાંથી મુકાયા છે. જેમાં માત્ર ૧૮ કામોમાંજ ૩,૧૮,૪૩,૦૧૦/- રૂપિયા ફાળવી દીધા છે. એટલે એવુ કહેવાય ૭૦.૬૦% રકમ સિમ વિસ્તારના નેળીયામાં ફાળવી દીધી છે. બાકીના ૨૮ કામોમાં ૩૦.૪૦% રકમ ફાળવી સરકારી નાંણાનો દુર ઉપયોગ કર્યો છે. ક્યા ૧૮ કામોમાં ૩.૧૮ કરોડ ની ગ્રાન્ટો સિમ વિસ્તારમાં ફાળવી છે તે જોઈએ તો (૧) માલ ગોડાઉનથી સુથારીયા પરા ૨૪,૯૭,૩૧૮/- (૨) મોતી પોલીમર્સની પાછળના ભાગે ૧૧,૭૩,૧૯૨/- (૩) થાંગણા રોડથી સેવાળીયાપુરા ૯,૩૪,૫૯૯/- (૪) મેઈન રોડથી વાડાપુરા સી.સી.રોડ ૧૦,૩૩,૬૫૩/- (૫) સિધ્ધપુર ચોકડીથી કોલેજ સુધી ૮,૬૧,૯૨૭/- (૬) ગુંદીયા પરાથી કોલેજ સુધી ૧૮,૭૦,૮૪૯/- (૭) વાઈડેનીંગ હાઈવેથી આઈ.ટી.આઈ. સુધી ૨૦,૭૭,૭૪૫/- (૮) બાબુભાઈ ડોહજીભાઈ (આંટાપુરા) ૧૬,૩૨,૯૩૩/- (૯) તિરૂપતી સોસાયટીથી વાયા જી.ઈ.બી.થઈ ખોખરવાડા સંઘ સુધી ૨૪,૨૪,૨૮૨/- (૧૦) ગેબનશાપીરથી અશોકભાઈના ઘર સુધી ૨૩,૭૯,૮૯૨/- (૧૧) અશોકભાઈના ઘરથી અંબાજી હાઈવે ૨૩,૬૪,૩૩૧/- (૧૨) ગંજ બજારથી અશ્વિનભાઈ બારોટના ઘર સુધી ૨૪,૯૮,૫૮૩/- (૧૩) અશ્વિનભાઈના ઘરથી કેશાજીના ઘરે થઈ ભિખાભાઈના ઘર સુધી ૨૧,૦૭,૮૦૨/- (૧૪) કેશાજીની ડીપીથી ભીખાભાઈના ઘર સુધી ૧૮,૧૩,૫૭૩/- (૧૫) સધીમાતાના મંદિરથી નરસિંહભાઈના ઘર સુધી ૭,૨૪,૨૪૫/- (૧૬) થાંગણા રોડથી નરસિંહભાઈના ઘરે થઈ રમેશભાઈના ઘર સુધી ૧૭,૭૨,૫૧૦/- (૧૭) બાલાપીરથી રૂઘનાથપુરા ૨૩,૮૯,૭૦૬/- (૧૮) હનુમાન મંદિરથી સમોજા તરફ ૧૨,૮૫,૮૭૦/- આમ કુલ ૩,૧૮,૪૩,૦૧૦/- રૂપિયાની ગ્રાન્ટો નેળીયામાં વેડફી છે. તેવું પાંચ સભ્યોનું કહેવું છે. ૧૮ કામો પૈકી એકપણ જગ્યાએ હાલ નાણા ફાળવવાની જરૂરીયાત નથી જ્યારે ૧૮ પૈકી એક રીસર્ફેસિંગ રોડ સારો મુક્યો છે. જેમાં તિરૂપતી સોસાયટી થી વાયા વિજ કચેરી થઈ ખોખરવાડા સંઘનો રોડનું રીસર્ફેસિંગ જરૂરી છે.
બાકીના ૨૮ પૈકી કેટલાક કામો રિસર્ફેસિંગના રોડ જરૂરી છે તે મુક્યા છે. તે જોઈએ તો, (૧) ખાડીયાના ઢાળથી રેલ્વે ફાટક સુધી ૨૪,૬૯,૦૧૦/- (૨) ટેલીફોન એક્ષચેન્જથી કોર્ટ એપ્રોચ ૫,૫૭,૮૭૧/- (૩) મેઈન રોડથી કોર્ટ એપ્રોચ સી.સી.રોડ ૭,૬૦,૧૨૭/- (૪) દેસાઈવાડા ડેરીથી સુર્યનારાયણ મંદિર રોડ ૨૦,૦૯,૦૫૯/- (૫) ગવારીયાના ઘરોથી રેલ્વેસ્ટેશન સી.સી.રોડ ૪,૨૫,૭૧૮/-(૬) વૃંદાવન ચોકડીથી સંઘ સુધી ૧૯,૨૨,૫૫૮/- (૭) નાના ભાટવાડાથી સુર્યનારાયણ મંદિર સુધી ૧૧,૯૬,૪૮૨/- (૮) વિસામો સોસાયટી રોડ સી.સી.રોડ ૩,૬૫,૯૮૬/- (૯) બહુચરધામ સોસાયટી સી.સી.રોડ ૧૦,૪૩,૧૪૮/- ઉપરોક્ત રોડના કામો જરૂરી છે તેવા મુકાયા છે. બાકીના નાના રોડ દેસાઈવાડા વિસ્તાર, બહેલીમ વાસ વિસ્તાર સહિત ખેરાલુ શહેરના મુકવામાં આવ્યા છે. બાકીના ૧૯ રીસર્ફેસિંગ અને સી.સી.રોડ ક્યા મુક્યા છે તે જોઈએ તો, (૧) ગોવામીંયા ઘર સુધી (૨) બહેલીમવાસ ઢાળ (૩) ગલુમીયાના ઘરથી જુબેરભાઈના ઘર સુધી (૪) રમિશભાઈના ઘરથી જુબેરભાઈના ઘર થઈ અકરમમીયાના ઘર પાસે (૫) મેઈન રોડથી રાવળવાસને જોડતો માર્ગ (૬) દેસાઈ ગણેશભાઈ રામસંઘભાઈના ઘરથી મનકુવા એપ્રોચ (૭) રૂપેણ રીવર બ્રીજથી બસ સ્ટેશન રોડ (આ રોડ સારો જ છે છતાં મુકાયો છે)(૮) સેનામાવાસથી ખોખરવાડા સુધી (૯) લીમ્બચમાતાના મંદિરથી લક્ષ્મણભાઈના ઘર સુધી (૧૦) રબારીવાસ ચોક (૧૧) વૈદ્યવાસ બ્લોક (૧૨) કાંસકીયોના ઘર (૧૩) રોહીત સમાજ સ્મશાન સુધી (૧૪) વાઘરીવાસ (૧૫) દેવર્ષિ સોસાયટી (૧૬) બદાજીના મહોલ્લામાં (૧૭) પટેલનો મહોલ્લો (૧૮) રાજુભાઈ સથવારાનો ઢાળ (૧૯) રેલ્વે ફાટકથી નારાયણભાઈના ઘર સુધી આમ કુલ ૧૯ કામો નાના મુકાયા છે. હવે વાંચકોએ વિચારવાનું કે, નાણાં ખરેખર કેવી રીતે વેડફાય છે. ખેરાલુ શહેરમાં અનેક મહોલ્લા છે જ્યાં વર્ષોથી રોડ બન્યા નથી છતાં સિમ વિસ્તારમાં ગ્રાન્ટો ફાળવી છે. સભ્યોની અરજીમાં સ્પષ્ટ લખ્યુ છે કે, જે લોકો ઘરવેરો ભરતા નથી તેમને રોડ ફાળવી પાલિકા શુ સાબિત કરવા માંગે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us