Select Page

બીજા ૧૪ દિવસ મુદત વધારવામાં આવી હોવાનુ જાણી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કન્ટેન્મેન્ટ ઝોનમાં રાહત

બીજા ૧૪ દિવસ મુદત વધારવામાં આવી હોવાનુ જાણી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કન્ટેન્મેન્ટ ઝોનમાં રાહત

બીજા ૧૪ દિવસ મુદત વધારવામાં આવી હોવાનુ જાણી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા
ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી કન્ટેન્મેન્ટ ઝોનમાં રાહત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સ્વરાજ સોસાયટીમાં કોરોના પોઝીટીવ કેસ નોધાતા છ સોસાયટી કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી હતી. ૧૪ દિવસે કન્ટેન્મેન્ટ ઝોન ઉઠાવી લેવાની આશા હતી. ત્યારે બીજા ૧૪ દિવસ મુદત વધારવામાં આવી હોવાનુ જાણી સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શરતોને આધીન કન્ટેન્મેન્ટ ઝોન ઉઠાવી લેવામાં આવતા નજર કેદમાં મુકાયેલા સોસાયટીના લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
વિસનગરમાં થલોટા રોડ ઉપર આવેલ સ્વરાજ સોસાયટીમાં કોરોના પોઝીટીવ કેસ નોધાતા મામલતદારે તા.૧૩-૫-૨૦૨૦ ના રોજ જાહેરનામુ બહાર પાડી ૯૭૫ ની વસતી વાળા ૨૪૬ મકાનો ધરાવતી સ્વરાજ, રામબાગ, ઈશ્વરનગર ૧-૨, વૃંદાવન અને પંચવટી સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકી હતી. કન્ટેન્મેન્ટ ઝોનના જાહેરનામા બાદ ૧૪ દિવસમાં ઝોન ઉઠાવી લેવામાં આવશે તેવી આશા હતી. ત્યારે ૨૬-૫ ના રોજ કોઈ છુટછાટ આપવામાં નહી આવતા નોકરી, ધંધા, રોજગારવાળા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે તપાસ કરવામાં આવતા સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૨૮ દિવસ કન્ટેન્મેન્ટ ઝોન રાખવાની સુચના હોવાથી સોસાયટીના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, કોરોના પોઝીટીવ કેસ નોધાયા બાદ કોરોનાના લક્ષણો ધરાવતો બીજો કોઈ કેસ મળી આવ્યો નથી. સરકારેજ હાઈકોર્ટમાં જણાવ્યુ છેકે, તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો ૬૦ થી ૭૦ ટકા કોરોના સંક્રમીત મળી આવે. આટલી મોટી સંખ્યામાં લોકો બહાર ફરતા હોવા છતાં જો લોકડાઉનમાં છુટછાટ હોય તો, કન્ટેન્મેન્ટ ઝોનમાં બીજો એકપણ કેસ નોધાયો નથી તો મુક્તી આપવામાં વાંધો શુ હોઈ શકે? ૨૬-૫ ના રોજ ૧૪ દિવસ થઈ ગયા હોવા છતા કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્તી આપવામાં નહી આવતા સોસાયટીના લોકોએ ધારાસભ્યને પણ રજુઆત કરી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આ બાબતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના સચીવ, આરોગ્ય સચીવ વિગેરે સુધી સંપર્ક કર્યો હતો.
કન્ટેન્મેન્ટ ઝોનમાં સપડાયેલી ૬ સોસાયટીઓને ઝોનમાંથી મુક્તી મળે તે માટે પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, મામલતદાર બી.જી.પરમાર, પોલીસ અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફીસર, ચીફ ઓફીસર, ટી.ડી.ઓ., શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કન્ટેમેન્ટ ઝોનના અમલ બાબતે અમદાવાદ જેવા મોટા શહેરોના ઉદાહરણ આપી, નોકરી-ધંધા રોજગારીને ધ્યાને લઈ છુટછાટ આપવા સૂચનો કર્યા હતા. કોરોના સંક્રમણ માટે કન્ટેન્મેન્ટ ઝોન આવશ્યક છે. પરંતુ પોઝીટીવ કેસ બાદ ૧૪ દિવસ સુધી બીજો કોઈ કેસ નહી નોધાતા કન્ટેન્મેન્ટ ઝોન હળવો કરવા માટે ધારાસભ્યએ તમામ પ્રયત્નો કર્યા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોના કારણે ૧૦ વર્ષની નીચેની ઉંમરના બાળકોને, સગર્ભા માતાઓને તેમજ ૬૫ વર્ષથી ઉપરની ઉંમરના વૃધ્ધોને બહાર નહી નીકળવાની શરતે કન્ટેન્મેન્ટ ઝોન હળવો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી કન્ટેન્મેન્ટ ઝોનમાં છુટછાટ આપવામાં આવતા આ વિસ્તારના લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us