Select Page

ર્ડા.જે.એન.ઝવેરી સાહેબની તબીબી સેવા દેવદૂત સમાન જરૂરીયાતમંદ યુવકને ૨ કીલોની ગાંઠમાંથી મુક્ત કર્યો

ર્ડા.જે.એન.ઝવેરી સાહેબની તબીબી સેવા દેવદૂત સમાન જરૂરીયાતમંદ યુવકને ૨ કીલોની ગાંઠમાંથી મુક્ત કર્યો

ર્ડા.જે.એન.ઝવેરી સાહેબની તબીબી સેવા દેવદૂત સમાન
જરૂરીયાતમંદ યુવકને ૨ કીલોની ગાંઠમાંથી મુક્ત કર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીમાં મોટાભાગના ર્ડાક્ટર દર્દિને હાથ અડાડતા ખચકાય છે. આ મહામારીના કારણે તબીબી સેવાઓ પણ મોઘી બની રહી છે. ત્યારે આવા કપરા કાળમાં વિસનગરના અને પંથકના જાણીતા સેવાભાવી ર્ડા.જે.એન.ઝવેરી સાહેબની માનવતાસભર સારવાર એક જરૂરીયાતમંદ યુવક માટે દેવદૂત સમાન બની હતી. ર્ડા.ઝવેરી સાહેબે ખુબજ રાહતદરે ઓપરેશન કરી યુવાનને છાતીના ભાગે વજનનો બોજ ઉઠાવતી ૨ કીલોની ગાંઠમાંથી મુક્ત કરતા યુવાને અને તેના પરિવારે સેવાભાવી ર્ડાક્ટરનો ભગવાન સ્વરૂપે આભાર માન્યો હતો.
કળીયુગમાં ભગવાનનુ બીજુ સ્વરૂપ જીવંત છે. તેનો જાગતો પૂરાવો એટલે વિસનગર પંથકના સેવાપરાયણ ર્ડા.જે.એન. ઝવેરી. વિસનગર તાલુકાના રંગાકુઈ ગામમાં ગૌચરમાં કાચુ મકાન બનાવી મજુરી કરતા ધર્માભાઈ ભોળાભાઈ સોલંકીના ૨૩ વર્ષના પુત્ર ગોવિંદ સોલંકીને ડાબા પડખે ૨ કીલો વજનની ગાંઠ નીકળતા છેલ્લા ઘણા વર્ષથી રીબાતો હતો. લબડતી ગાંઠ હોવાથી છાતીનો ભાગ ખેચાતા છાતી ઉપર સતત વજન લાગતુ હતુ. યુવાનને ખુંધની ખોડ હતી અને બીજી બાજુ ગાંઠ નીકળતા યુવાનનુ હરવુ ફરવુ મુશ્કેલ બન્યુ હતુ. તબીબી સારવાર મોઘી હોવાથી મજુરી કરતો પરિવાર આ યુવાનની સારવાર કરાવી શકતો નહતો. ત્યારે વિસનગર તાલુકાના રંગાકુઈ ગામના અને ગોઠવા શાખાના પ્રીન્સીપાલ ભરતભાઈ ચૌધરી યુવાનની આ હાલત જોઈ દુઃખી થયા હતા. જેમણે ૨ કીલોની લબડતી ગાંઠથી રીબાતા યુવાનને વિસનગરના જાણીતા સેવાના ભેખધારી ર્ડા.જે.એન.ઝવેરી સાહેબના ત્યા લાવી તપાસ કરાવી હતી. આ જરૂરીયાતમંદ શ્રમિક પરિવાર ક્યારેય આ યુવાનનુ ઓપરેશન કરાવી શકે તેમ નહોતો. ત્યારે ર્ડા.ઝવેરી સાહેબે તેમના નર્સિંગ હોમમાંજ યુવાનની ગાંઠનુ ઓપરેશન કરી ગાંઠમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો. ખૂંધ હોવાથી યુવાનને જનરલ એનેસ્થેસીયા આપી શકાય તેમ નહોતો. તબીબી સેવાના વર્ષોના અનુભવી ર્ડા.ઝવેરી સાહેબે ગાંઠની આસપાસનો ભાગ બહેરો કરી પોતાની હોસ્પિટલમાં દોઢ કલાક સર્જરી કરી ગાંઠને શરીરના ભાગેથી દુર કરી હતી. યુવાનને ફક્ત એકજ રાત્રી હોસ્પિટલમાં રાખી બીજા દિવસે રજા આપી હતી. બહારથી લાવવામાં આવેલી દવાઓ, અને એનેસ્થેશીયાના રેગ્યુલર ચાર્જ સીવાય ર્ડા.જે.એન.ઝવેરી સાહેબે ખુબજ રાહતદરે ન માની શકાય તેટલા ચાર્જમાં ઓપરેશન કરી યુવાનને નવજીવન બક્ષતા મજુરીયાત વર્ગના આ પરિવારે દેવદૂત સમાન આ સેવાભાવી ર્ડાક્ટર સાહેબનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us