Select Page

વૈજ્ઞાનિકો જેની રસી શોધી શક્યા નથી તે કોરોનાને આયુર્વેદ અટકાવી શકે છે

વૈજ્ઞાનિકો જેની રસી શોધી શક્યા નથી તે કોરોનાને આયુર્વેદ અટકાવી શકે છે

વૈજ્ઞાનિકો જેની રસી શોધી શક્યા નથી તે કોરોનાને આયુર્વેદ અટકાવી શકે છે
તંત્રી સ્થાનેથી…….
પ્રવર્તમાન સંજોગોમાં ચાયનામાં ઉત્પન્ન થયેલ આખા વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસનું સંક્રમણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એલોપેથીકમાં આ વાયરસની દવા નહિ હોવાથી ર્ડાક્ટરો સહિત લોકો આયુર્વેદ તરફ જઈ રહ્યા છે. જો કે આયુર્વેદમાં કોરોનાની દવા નથી પણ આયુર્વેદિક દવાઓમાં કોરોના વાયરસ સામે લડી તેના લક્ષણોને ભગાડી શકાય છે. વાયરસ જન્ય રોગ જ્યારે વધુ પડતો ફેલાય ત્યારે આયુર્વેદમાં તેને “જનપદોધ્વંસજ” વ્યાધિ કહેવાય છે. રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો અગાઉ ચિકનગુનીયા, સ્વાઈનફ્લુ, ડેન્ગ્યુ જેવા રોગોમાં સપડાયા ન હતા, તે રીતે આવા લોકો કોરોનાનો ભોગ નહિ બને. જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારવી તે જ કોરોનાની દવા છે. આ રોગ નોનવેજ ખાનાર લોકોને અસરગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી શ્વાસોશ્વાસથી તરતજ ફેલાય છે. જેથી દરેક વ્યક્તિએ ચાર ફૂટનું અંતર રાખવું તે યોગ્ય છે. ૨૪ કલાકમાં રાત સિવાય, ઘરમાં પણ માસ્ક પહેરી રાખનારને કોરોના સંક્રમણની ઓછી અસર થાય છે. આયુર્વેદમાં આ રોગથી બચવા માટે અનેક ઉપાયો બતાવાયા છે. (૧) લક્ષ્મીવિલાસ રસની બે ગોળી, મહાસુદર્શન ઘનવટી બે ગોળી રોજ સવાર સાંજ લેવાથી તાવ સામે સંપૂર્ણ રક્ષણ મળે છે. (૨) તુલસી, અરડુસી, મરી, સુંઠ અને ગોળનો ઉકાળો દિવસમાં બે વખત લેવો હિતાવહ છે. (૩) નાકના નસ્કોરામાં ગાયના ઘી ના ટીંપા નાંખવા(સૂઈ જઈને) (૪) આયુર્વેદ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ઔષધોની ભૂકી બનાવી તેને કોલસા ઉપર નાંખી તેનો ધુમાડો કરી ધૂણો નાકથી લઈ મોંમાંથી કાઢવો. (૫) ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા ગુગળ, લોબાન, કપૂર અને લીમડાના પાનનો ધૂપ કરવો. (૬) ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામ મધ સાથે લેવુ (૭) તુલસી અને આદુનો રસ મધ સાથે મેળવી બે વખત લેવો (૮) સુંઠ, હળદર, લીંબુ, અજમો નાંખી ઉકાળેલું નવશેકું પાણી આખો દિવસ પીવામાં ઉપયોગમાં લેવું (૯) યોગમાં કપાલભાતી અને અનુલોમ વિલોમ રોજ સવારે ૩૦-૩૦ મીનીટ કરનારને કોરોના થતો નથી. (૧૦) અજમો, આદુ અને ગોળના ઉકાળાનું સેવન દિવસમાં ત્રણ વખત કરનારને કોરોના અસર કરતો નથી. આરબ દેશોમાં ૨૦૦ દર્દીઓ આ ઉકાળો પીને સાજા થયાના અહેવાલ બોમ્બેના ન્યુઝ પેપરમાં છપાયા છે. (૧૧) હળવી કસરતો કરવી. કોરોનાને આવતો અટકાવવા માટે ભય અને ક્રોધને ટાળવો. ઘરનાજ ભોજનનો આગ્રહ રાખવો. મગ અને રોટલી શ્રેષ્ઠ આહાર છે. વાસી આહાર ટાળવો, ઠંડી છાસ, ઠંડુ દહી, લસ્સી, કોલ્ડ્રીંક્સ, આઈસ્ક્રીમ, ઠંડી આઈટમો ટાળવી જોઈએ. ઉપર બતાવ્યા પ્રમાણે ઉકાળેલું પાણી જ પીવું. ખાંસી, છીંક ખાધા પછી રૂમાલ બદલી હાથ સાફ કરવા. બિમાર વ્યક્તિના સંપર્કથી દૂર રહેવું. ઘરની બહાર નીકળતાં ચોક્કસ માસ્ક પહેરી રાખવો. ઘર અને ઘરની ચીજવસ્તુઓને સાફ રાખવી. હાથ સાફ કર્યા વિના આંખ, નાક અને મોંને અડકવું નહિ. દિવસમાં શક્ય હોય તેટલી વખત હાથ ધોવા. ખાંસી, છીંક ખાતી વખતે મોંને રૂમાલથી ઢાંકવું. આ બધા ઉપાયો કરવા છતાં વાયરસ ફીવર દેખાય તો ર્ડાક્ટરની સલાહ લેવી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us