You are here
Home > Local News > નૂતન વિદ્યાલયના આચાર્ય મનુભાઈ નાયક વય નિવૃત

નૂતન વિદ્યાલયના આચાર્ય મનુભાઈ નાયક વય નિવૃત

વિદ્યાર્થી, શિક્ષક તથા આચાર્ય તરીકે એક જ સ્કુલમાં ત્રિવિધ ભુમિકા અદા કરનાર

નૂતન વિદ્યાલયના આચાર્ય મનુભાઈ નાયક વય નિવૃત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
છેલ્લા આઠ વર્ષથી વિસનગર શહેરની જુની અને જાણીતી શૈક્ષણિક સંસ્થા ના.મ.નુતન સર્વ વિદ્યાલયના આચાર્ય પદે રહી શાળાનું તમામ ક્ષેત્રે નામ રોશન કરી ગૌરવ વધારનાર આચાર્ય એમ.એસ. નાયક વયનિવૃત થતા નૂતન શાળા પરિવારમાં ખોટ પડી છે. નિવૃત્ત આચાર્યનો પુરો પરિચય આપના પુસ્તક લખવુ પડે તેમ છતા તેમની કારકિર્દીના કેટલાક અંશ જોઈએ તો, સવાલા ગામના ગરીબ પરીવારમાં જન્મેલા મનુભાઈ એસ.નાયક શરૂઆતથી જ ભણવામાં તેજસ્વી હતા. તેમના અભ્યાસકાળમાં તમામ ધોરણોમાં હંમેશા પ્રથમ નંબરે જ રહ્યા છે. વર્ષ ૧૯૮રમાં ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નુતન ખાતે પ્રથમ આવી શાળાનું નામ રોશન કરેલ. નાનપણથી જ તેમના કાકાશ્રી ખુશાલભાઈ નાયક કે જેઓ પ્રાથમિક શિક્ષક હતા તેમણે મનુભાઈ એસ.નાયકમાં શિક્ષણના સંસ્કારોનું સિંચન કરેલ.
જેમની શૈક્ષણિક કારર્કિદી ના.મ.નુતન સર્વ વિદ્યાલયમાં ૧-૯-૧૯૮૯ના રોજથી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે શરૂ કરેલ. ર૩ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીમાં વિસનગર પંથકના વિદ્યાર્થીઓના પ્રિય અને અંગ્રેજી ભાષાના તજજ્ઞ તરીકે સારી એવી નામના કમાયા હતા. અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમની ભાવવહિતા અને વાક્‌છટાને આજે પણ યાદ કરે છે. જેમણે તા.૧ર-૪-ર૦૧રથી નુતન સર્વ વિદ્યાલયના આચાર્યશ્રી તરીકે સુકાન સંભાળ્યુ અને ૮ વર્ષ સુધી સફળ નેતૃત્વ પુરુ પાડયુ છે. વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ તેમનો જીવનમંત્ર રહ્યો છે. વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રતિભાઓને બહાર લાવવામાં હંમેશા પ્રયત્નશીલ સાથે શાળાને હંમેશા શ્રેષ્ઠ કેમ બનાવવી તેના માટે સતત ચિંતનશીલ રહ્યા છે. તેઓશ્રી શિક્ષક મિત્રોના સાથી, વહીવટી કર્મચારીઓના માર્ગદર્શક અને સેવકશ્રીઓના હમદર્દ અને કેળવણી મંડળને વફાદાર રહ્યા છે. એમ.એસ.નાયકનો ૮વર્ષનો આચાર્ય તરીકેનો સમયગાળો નુતન સર્વ વિદ્યાલયમાટે અનેક રીતે શ્રેષ્ઠ રહ્યો છે. તેમના માર્ગદર્શનમાં ધો.૧૦ અને ધો.૧ર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના પરીણામો હંમેશા ઉજ્જવલ રહ્યા છે. વિજ્ઞાન મેળા તેમજ રમત ગમત ક્ષેત્રે નેશનલ લેવલે સિધ્ધિઓ મળી છે. શિક્ષકશ્રીઓ જુદા જુદા વિષયના તજજ્ઞ તરીકે, લેખન-સંપાદન કે પરામર્શ તરીકે ગુજરાત મા.શિ.બોર્ડ અને પાઠ્યપુસ્તક મંડળમા સેવાઓ બજાવી છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કર્યુ છે. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન સંદર્ભે હસનપુર ગામને દત્તક લઈ છ મહિના સુધી સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો છે. પર્યાવરણ ક્ષેત્રે ગીર ફાઉન્ડેશન, ઈન્દ્રોડા દ્વારા શાળાને “બેસ્ટ પર્યાવરણ મિત્ર” એવોર્ડ મળેલ છે. વર્ષ ર૦૧૬માં નુતન સર્વ વિદ્યાલયના ૭પ વર્ષ પુર્ણ થતા “નુતન અમૃત મહોત્સવ” નું ભવ્ય આયોજનમાં મેનેજમેન્ટ સાથે સહભાગી બની કરેલ છે. મેઘા ડેન્ટલ ચેકઅપનો ગ્રીનીઝ વર્લ્ડ રેકોર્ડઝ માં પાયાની કામગીરી બજાવી છે. સાયંસ કાર્નીવલમાં વિદ્યાર્થી સહભાગીતામાં સક્રિય કામગીરી બજાવેલ છે. આમ અનેક વિધ સિધ્ધિઓ અને કામગીરીથી શાળાને ધમધમતી રાખવામા મહત્વની કામગીરી કરી છે.
જેમણે સ્કાઉટ માસ્ટર તરીકે ૧ર વર્ષ કામગીરી સુંદર રીતે બજાવી ર૧ જેટલા સ્કાઉટ-ગાઈડ વિદ્યાર્થીઓને રાજ્યપુરસ્કાર અપાવ્યો છે. ચાલુ વર્ષે સ્કાઉડ-ગાઈડની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ વર્ષ ર૦૧૬માં રાજયપાલશ્રી ઓ.પી.કોહલીજીના હસ્તે “્‌રટ્ઠહાજ મ્ટ્ઠઙ્ઘખ્તી છુટ્ઠઙ્ઘિ” પ્રાપ્ત કરેલ. ના.મ.નુતન સર્વ વિદ્યાલયના આચાર્યશ્રીઓમાં ૧૯૬રમાં શ્રી કલ્યાણભાઈ જી.પટેલને “શ્રેષ્ઠ શિક્ષક”નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેના પ૮ વર્ષ પછી શ્રી મનુભાઈ એસ.નાયકને આચાર્ય વિભાગમાં “શ્રેષ્ઠ શિક્ષક” નો રાજ્ય પારિતોષિક વર્ષ-ર૦૧૯માં મેળવી નુતન સર્વ વિદ્યાલયનુંનામ ઉજ્જવલ કર્યુ અને તાજેતરમાં જ નુતન પરિવારમાં સહિયારા પુરૂષાર્થથી ના.મ.નુતન સર્વ વિદ્યાલયને જિલ્લાનીે શ્રેષ્ઠ શાળા બનાવી ૧,૦૦,૦૦૦નો રોકડ પારિતોષિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મહેસાણા દ્વારા પ્રાપ્ત કર્યો છે. આમ એમ.એસ.નાયકે શાળાના વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય તરીકે ત્રિવિધકક્ષાએ શ્રેષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી છે. આ ઉપરાંત, વશિષ્ઠ શાળા વિકાસ સંકુલના કન્વીનરશ્રી તરીકે પણ પ્રશંસનીય કામગીરી બજાવી છે તેઓશ્રી સાહિત્યપ્રેમી છે તેમની ઘણી કવિતાઓ પ્રચાર સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ ચુકી છે. આવા કામ પ્રત્યે ખંતીલા, પ્રામાણિક માનવીય અભિગમ ધરાવતા શ્રી મનુભાઈ એસ.નાયક વય નિવૃત થતા શાળાને તેમની ખોટ જરૂર સાલશે.
શાળાના મેનેજમેન્ટે પણ તેમની કદર કરી છે. શાળામાં વેકેશન તથા કોવિડ-૧૯ની વિક્ટ પરિસ્થિતિ હોવાથી શાળાના અંતિમ દિવસે સલામતી તેમજ સોશિયલ ડિસ્ટંસનો ખ્યાલ રાખી કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ એસ.પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ એમ.પટેલ, મંત્રી ભરતભાઈ આઈ.પટેલ, ટ્રસ્ટીશ્રી ડૉ.લક્ષ્મણભાઈ કે. પટેલના હસ્તે શ્રીફળ, શાલ, સન્માનપત્ર અને મોમેન્ટો આપી ભાવભીની વિદાય આપવામા આવી હતી. મનુભાઈ એસ.નાયકની સાથે વયનિવૃત થતા અનિલભાઈ વી.જોષી, વિષ્ણુભાઈ પી.પટેલને પણ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ. પ્રચાર સાપ્તાહિક પરીવાર શ્રી મનુભાઈ એસ.નાયકનું શેષ જીવન નિરામય રહે અને સમાજસેવાના કાર્યોમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવવામા આવે છે.

Leave a Reply

Top