Select Page

દરેક બહેનો યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ પ્રશિક્ષણ મેળવે ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિનુ ધ્યેય

દરેક બહેનો યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ પ્રશિક્ષણ મેળવે ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિનુ ધ્યેય

દરેક બહેનો યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ પ્રશિક્ષણ મેળવે
૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિનુ ધ્યેય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ર્ડા.સ્મીતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલ દ્વારા અષાઢી બીજના શુભ દિવસથી મા ઉમિયાના આશિર્વાદ સાથે એક સંકલ્પ લેવામાં આવ્યો છેકે, બ્રેસ્ટ કેન્સર અવરનેસ મંથ ઓક્ટોબર-૨૦૨૦ સુધીમાં ૧૫ લાખ બહેનોમાં બ્રેસ્ટ કેન્સર વિશે જનજાગૃતિ લાવવી. બ્રેસ્ટ કેન્સર વિષે માહિતી આપતી અને સેલ્ફ એક્ઝામિશેન (જાતેજ તપાસ) કરી શકાય તે બાબતે માહિતી આપતી એક શોર્ટ ફીલ્મ યુ ટ્યુબ ઉપર જોઈ શકાશે. યુટ્યુબ ઉપર બ્રેસ્ટ કેન્સરની માહિતી મેળવી મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી બચે તેવી વિનંતી કરી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાને પણ આ મહાઅભિયાન માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ભારતમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ગ્રામીણ અને શહેરી લેવલે વધી રહ્યુ છે. બહેનોમાં થતાં વિવિધ પ્રકારના કેન્સરની સરખામણીએ બ્રેસ્ટ કેન્સર વધારે પ્રમાણમાં જોવા મળે છે. બહેનોમાં બ્રેસ્ટ કેન્સર પ્રથમ ક્રમાંકે આવે છે. દર ૪ મિનીટે એક બહેનનુ બ્રેસ્ટ કેન્સરનુ નિદાન થાય છે. દર ૧૩ મિનીટે એક બહેનનું બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થાય છે. બ્રેસ્ટ કેન્સરમાં ૫૦ ટકાથી વધારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન પામે છે. વર્ષ ૨૦૧૮ ના રીપોર્ટ પ્રમાણે વર્ષે બ્રેસ્ટ કેન્સરના ૧,૬૨,૪૬૮ કેસ નોંધાયા હતા અને ૮૭૦૯૦ મહિલાઓનું બ્રેસ્ટ કેન્સરના કારણે મૃત્યુ થયુ હતુ. મોડુ નિદાન થવાના કારણે બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત બહેનને બચાવવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. ૨૫ વર્ષની ઉંમર પછી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધે છે. બ્રેસ્ટ કેન્સરમાં વહેલુ નિદાન જીંદગી બચાવી શકે છે.
કોરોના મહામારી દરમ્યાન કેન્સર જેવી જીવલેણ બીમારી ધરાવતા લોકો ઉપર જીવનુ જોખમ વધારે છે. ત્યારે વિસનગરના ર્ડા.સ્મીતાબેન જોષી અને તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.શુકલાબેન રાવલે એક વિશ્વવ્યાપી મહાઅભિયાન ઉપાડ્યુ છેકે, બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં ૧૫ લાખ બહેનોમાં આ વિષયે જનજાગૃતિ લાવવી. આ ર્ડાક્ટર બહેનોનો એક ધ્યેય છેકે, બહેનો જાતેજ પ્રશિક્ષણ મેળવી પરિક્ષણ કરે જેથી બ્રેસ્ટ કેન્સર વિષે સમયસર જાણકારી મેળવી શકાય અને જીંદગી બચાવી શકાય. “મહિલા એ પારિવારીક ઝાડનું થડ છે એને તૂટવા ન દેશો, એને મરવા ન દેશો, પરિવારને ભાંગવા ન દેશો” આવા ઉમદા આશયથી મહિલા ઘેર બેઠા બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે, તેનુ પ્રશિક્ષણ મેળવી ઘેર બેઠા જાતેજ પરિક્ષણ કરી શકે તે માટે ફક્ત ૧૦ મિનીટની એક શોર્ટ ફીલ્મ છે. જે https://youtu.be/OrJ_ C5XsxOg યુ ટ્યુબ લીંક ઉપર જોઈ શકાશે. બ્રેસ્ટ કેન્સર બાબતે માહિતી મેળવી શકાશે. ર્ડા.સ્મીતાબેન જોષી અને ર્ડા.શુકલાબેન રાવલે દરેક બહેનને વિનંતી કરી છેકે, યુ ટ્યુબ ઉપર બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનું પ્રશિક્ષણ લઈને પોતાની જાતને “જીંદગી” નામની મોંઘામાં મોંઘી ભેટ આપો. ફક્ત ૧૦ મિનીટનું પ્રશિક્ષણ તમને તમારી જીંદગીના મહામૂલાં વર્ષોની ગીફ્ટ આપશે. નોંધપાત્ર બાબત છેકે, આ ર્ડાક્ટર બહેનો દ્વારા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ પ્રસંગે કેન્સર જનજાગૃતિ મહાઅભિયાન દરમ્યાન ૧૫૦૦૦ બહેનોને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનના પ્રશિક્ષણ સાથે કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. જેની સફળતા બાદ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનુ વિશ્વવ્યાપી જનજાગૃતિ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અભિયાનમાં સફળતા મળે તથા લાખ્ખો પરિવાર ભાંગતા બચે તે માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આ અભિયાનની સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. ર્ડા.વાસુદેવભાઈ જે.રાવલ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉંઝા દ્વારા આ અભિયાન ચાલી રહ્યુ છે. જે બાબતેની વધુ માહિતી માટે મો.નં.૯૦૯૯૦ ૬૮૨૮૩ ઉપર સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us