Select Page

ખેરાલુ નાગરિક બેંકની ચુંટણીમાં ૧૪ વચ્ચે ચુંટણી જંગ

ખેરાલુ નાગરિક બેંકની ચુંટણીમાં ૧૪ વચ્ચે ચુંટણી જંગ

ખેરાલુ નાગરિક બેંકની ચુંટણીમાં ૧૪ વચ્ચે ચુંટણી જંગ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણી જાહેર થઈ હતી ત્યારે પેપરમાં જાહેરાત આવતા સૌથી પહેલો હોબાળો શરૂ થયો હતો કે ફોર્મ ભરવા માટે માત્ર એક દિવસનો સમય આપ્યો છે. ત્યારે બેંકની છેલ્લી પાંચ-સાત ચુંટણીઓનો ઈતિહાસ જોઈએ તો કાયમ ફોર્મ ભરવા એક જ દિવસનો સમય અપાયો છે. શાખા ડીરેક્ટર તરીકે બોર્ડની તરફેણમાં સુંઢિયાના હસમુખભાઈ પટેલ સામે મહેન્દ્રભાઈ એમ.દેસાઈએ ફોર્મ ભર્યુ હતુ. પરંતુ બેંકના ચાલુ બોર્ડની તરફેણમાં ફોર્મ પરત ખેંચાતા હસમુખભાઈ પટેલ બિન હરીફ થયા હતા. એસ.સી.એસ.ટી. ડીરેક્ટરમાં સાંઈ મંદિર ટ્રસ્ટના ખેરાલુના પ્રમુખ ખાનાભાઈ પરમાર સામે પાલિકા સભ્ય દશરથભાઈ રામજીભાઈ પરમારે ફોર્મ ભર્યુ હતું. જેમાં ચાલુ બોર્ડની તરફેણમાં દશરથભાઈ પરમાર ફોર્મ પરત ખેચ્યુ હતું. મહિલા ડિરેક્ટરોમાં મનોરમાબેન એન.ભાવસાર, ધનવંતીબેન એન.સીંધી તથા આશાબેન ચંદુલાલ મોદીએ ફોર્મ ભર્યુ હતુ પરંતુ આશાબેન મોદીએ બોર્ડની તરફેણમાં ફોર્મ પરત ખેંચતા બંન્ને મહિલા ડિરેક્ટરો બિનહરીફ થઈ હતી.
• શાખા ડીરેક્ટર, એસ.સી.એસ.ટી. ડીરેક્ટર અને બે મહિલા ડીરેક્ટરો ચાલુ બોર્ડની તરફેણમાં બિન હરીફ
• ૧૯-૭-૨૦૨૦ના રોજ ચુંટણી
• બેંકના ચાલુ બોર્ડ સામે પાંચ ફોર્મ ભરાયા
• કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઓછું મતદાન થવાની શક્યતા
ખેરાલુ નાગરિક બેંકની મુખ્ય શાખામાં નવ ડિરેક્ટર પદ માટે ૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમા ચાલુ બોર્ડના નવ ડિરેક્ટરો જોઈએ તો (૧) જયેશકુમાર આર.બારોટ (૨) ગોવિંદભાઈ કે.સથવારા (૩) હર્ષદભાઈ જે.શાહ (૪) જીતેન્દ્રકુમાર બી.બારોટ (૫) કાન્તીલાલ એ.સોની (૬) મુકેશભાઈ એમ.દેસાઈ (૭) ગોવિંદભાઈ બી.સથવારા (૮) અનિલભાઈ જે.પ્રજાપતિ (૯) પ્રેમજીભાઈ એમ.દેસાઈ તેની સામે (૧) જગુભાઈ જી. દેસાઈ (૨) દશરથલાલ જી. જોષી (૩) ગોવિંદભાઈ કે.પ્રજાપતિ (૪) અશ્વિનભાઈ એસ.બારોટ (૫) હરેશભાઈ એચ.બારોટ ચુંટણી લડી રહ્યા છે. આ વખતની ચુંટણીમાં બોર્ડની સામે મજબુત ઉમેદવારો ઉભા રહ્યા છે. જેના કારણે કાંટાની ટક્કર થવાની છે. વોટીંગ ઓછુ થાય તેમ છે. ઓછા વોટીંગમા કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહ્યુ.
ખેરાલુ નાગરિક બેંકની ચુંટણીમાં ખેરાલુ નગરપાલિકાના દંડક ગોવિંદભાઈ પ્રજાપતિ ચુંટણી લડી રહ્યા છે. પાલિકાના તમામ સભ્યો સાથે હોવાનો દાવો કરે છે. તેમની સાથે નગરવિકાસ સંગઠનના પ્રમુખ દશરથભાઈ જોષી ચુંટણી લડી રહ્યા છે. ખેરાલુ શહેરના ચૌધરી દેસાઈ સમાજના જુના જોગી જગુભાઈ દેસાઈ મંત્રી ચુંટણી લડી રહ્યા છે. ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલના પુર્વ પ્રિન્સીપાલ અશ્વિનભાઈ બારોટ પણ ચુંટણી લડી રહ્યા છે. તેમજ ખેરાલુ શહેરમા ઘેર ઘેર કેબલ ડીશ ટીવી પહોંચાડનાર તેમજ એડવોકેટ એન્ડ નોટરી હરેશભાઈ બારોટ ચુંટણી લડી રહ્યા છે. બોર્ડની સામે પાંચે ઉમેદવારો પોતાના ક્ષેત્રના મહારથીઓ છે. જેથી બેંકમાં નવ ડિરેક્ટરો ને ચુંટણી જીતવા કપરા ચડાણ ચડવા પડશે. હાલ બેંકના સત્તાધારી પક્ષે ચાર ડીરેક્ટરો બીન હરીફ કરી દીધા છે. બેંકના બોર્ડ સામે ચુંટણી લડનાર પાંચે ઉમેદવાર જીતી જાય તો પણ બેંકમાં સત્તા પરિવર્તન શક્યતા નથી કારણકે ચાર ઉમેદવાર તો બેંકની સત્તાધારી પેનલના જીતવાના જ છે. દરેક મતદારે ૯ વોટ આપવા ફરજીયાત છે. જેથી બેંકના સત્તાધારીઓ ચાર બિન હરીફ થયેલા અને ૯ ચુંટણી લડતા ૧૩ ઉમેદવારો સંયુક્ત ચુંટણી લડે છે જેથી સત્તાધારી પેનલનો એક પણ ઉમેદવાર નહી હારે તેવો ચાલુ બોર્ડના ડીરેક્ટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us