Select Page

ઠાકોર સમાજના વોટ લેવા ગાજર લટકાવ્યુ છે, વર્ક ઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ બનતી નથી-મનુજી ઠાકોર ઠાકોર સમાજને ઠેંગો-સમૃધ્ધ વિસ્તારમાં રૂા.૧ કરોડના ખર્ચે કેનાલ

ઠાકોર સમાજના વોટ લેવા ગાજર લટકાવ્યુ છે, વર્ક ઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ બનતી નથી-મનુજી ઠાકોર ઠાકોર સમાજને ઠેંગો-સમૃધ્ધ વિસ્તારમાં રૂા.૧ કરોડના ખર્ચે કેનાલ

ઠાકોર સમાજના વોટ લેવા ગાજર લટકાવ્યુ છે, વર્ક ઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ બનતી નથી-મનુજી ઠાકોર
ઠાકોર સમાજને ઠેંગો-સમૃધ્ધ વિસ્તારમાં રૂા.૧ કરોડના ખર્ચે કેનાલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ઉમિયા માતાના મંદિરથી મહેસાણા ચાર રસ્તા સુધીની કાચી કેનાલ પાકી બનાવવામાં ભાજપ શાસીત પાલિકા દ્વારા ભેદભાવ રાખવામાં આવતા કેનાલનો વિવાદ વકર્યો છે. સમૃધ્ધ વિસ્તારમાં પાકી કેનાલ બનાવવા રૂા.૧ કરોડ ફાળવવામાં આવે છે અને ઠાકોર સમાજના વિસ્તારની કેનાલ પાકી બનાવવામાં ઠાકોર સમાજને પાલિકાએ ઠેંગો બતાવતા ઠાકોર સમાજ લાલઘુમ થયો છે. સવાલા દરવાજા નાળાથી જમાઈપરા પાછળની કેનાલનો વર્ક ઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ નહી બનતા ઠાકોર સમાજને ક્યાં સુધી લટકતુ ગાજર બતાવી લલચાવવામાં આવશે તેવી નારાજગી શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે વ્યક્ત કરી છે. ટુંક સમયમાં આવનાર જનરલમાં આથમણા ઠાકોરવાસની કેનાલ બનાવવા ઠરાવ કરવામાં નહી આવે તેમજ સવાલા દરવાજા નાળાની કેનાલ શરૂ કરવામાં નહી આવે તો ઠાકોર સમાજ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ઉમિયા માતાના મંદિરથી પાકી કેનાલ બનવી જોઈએ. ત્યારે ઠાકોર સમાજના વિસ્તારની કેનાલને અવગણી સમૃધ્ધ વિસ્તારમાં પાકી કેનાલ બની રહી છે.
ઠાકોર સમાજને ક્યાં સુધી લલચાવવામાં આવશે?
વિસનગર મધ્યેથી પસાર થતી વરસાદી પાણીનો નિકાલ કરતી કેનાલની પટણી દરવાજા સર્વે નં.૩૦૫ વોટર વર્કસથી શરૂઆત થાય છે. જ્યાં સર્વે નં.૩૦૫ થી મારવાડીવાસ ઉમિયા માતાના મંદિર સુધી પાકી કેનાલ બની છે. ત્યારબાદ ઉમિયા માતાના મંદિર સામેનુ નાળુ ચુડેલ માતાના મંદિરથી કેનાલ પાકી બનવાની શરૂઆત થવી જોઈએ ત્યારે પાલિકા દ્વારા મોટી મત સંખ્યા ધરાવતા ઠાકોર સમાજને અવગણી, ઠાકોર સમાજ સાથે ભેદભાવ રાખી પાકી કેનાલ બનાવવાનુ ટાળ્યુ છે અને ગોવિંદચકલા પટેલવાડી પાછળના ભાગેથી શરૂ થતી કેનાલથી પાકી કેનાલ બનાવવાનુ કામ શરૂ કર્યુ છે. ત્યારબાદ સવાલા દરવાજા નાળાથી જમાઈપરા ઠાકોરવાસ અને ભાથીટીંબા મંદિરથી આશિષનગરના નાળા સુધી બે ભાગમાં પાકી કેનાલનો વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જે વર્કઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ નહી બનાવી ઠાકોર સમાજને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેનાલના કામમાં સતત ભેદભાવ રાખી ઠાકોર સમાજના મોંમા આવેલો કોળીયો છીનવી પાલિકા દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી છે.
વિસનગર પાલિકા દ્વારા રૂા.૪૫૧ લાખના વિકાસ કામોનો વર્ક ઓર્ડર આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે રોષ ઠાલવ્યો છેકે, ભાજપ શાસીત પાલિકા ક્યાં સુધી ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવશે. સવાલા દરવાજા નાળાથી જમાઈપરા સુધીની કેનાલનો વર્ક ઓર્ડર આપવા છતાં ત્રણ વર્ષથી કેનાલ બનતી નથી અને આગળ કેનાલનુ કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. રૂા.૪૫૧ લાખના વિકાસ કામમાં આશિષ, અંબીકા, ગાયત્રીનગરના વહેળાના ભાગે ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ તથા બ્લોક નાખવા રૂા.૧૯,૪૬,૦૦૦/- ફાળવવામાં આવે છે. આશિષનગરના નાળાથી શાસ્ત્રીનગરના નાળા સુધી અધુરી કેનાલ માટે રૂા.૩૫,૮૫,૪૦૦/- ફળવાય છે. શાસ્ત્રીનગર નાળાથી મહેસાણા ચાર રસ્તા તરફ વહેળાના ભાગે અધુરી કેનાલ પાર્ટ-૧ અને માટે રૂા.૨૨,૧૭,૧૦૦ તથા પાર્ટ-૨ માટે રૂા.૨૨,૧૭,૧૦૦/- ફાળવવામાં આવે છે. આમ સમૃધ્ધ વિસ્તાર માટે રૂા.૯૯,૬૬,૦૦૦/- ના ખર્ચે પાકી કેનાલ બનાવવામાં આવે છે. ત્યારે ઠાકોરવાસમાંથી પસાર થતી કેનાલો માટે કેમ ગ્રાન્ટ ફળવાતી નથી. શું વિસનગરના આ ઠાકોરો પાલિકાની હદમાં આવતા નથી. ઠાકોરો વર્ષો સુધી નર્કાગાર પરિસ્થિતિમાં રહે તેવીજ મેલી મુરાદ રાખવાની છે.
મનુજી ઠાકોરે વધુમાં જણાવ્યુ છેકે, સવાલા દરવાજા નાળાથી જમાઈપરા સુધીની કેનાલ બનાવવા વર્ક ઓર્ડર જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. તે કોન્ટ્રાક્ટર અન્ય વિસ્તારની કેનાલો બનાવે છે. તેના બીલો પાસ થાય છે તો પછી આ કેનાલનુ કામ કેમ શરૂ કરતો નથી. પછી આ કેનાલની ગ્રાન્ટ બીજી જગ્યાએ કેનાલ બનાવવામાં વાપરવાની મેલી મુરાદ તો નથી ને? પાલિકાની ચુંટણીઓ આવી રહી છે તો કેનાલનુ કામ બાકી રાખી ઠાકોર સમાજના મત લેવા ઠાકોર સમાજને લલચાવવા ગાજર લટકતુ રાખવામાં આવ્યુ હોય તેમ જણાય છે. મનુજી ઠાકોરે ચીમકી આપી છેકે, ચુડેલ માતાના મંદિરથી કોમર્શિયલ માર્કેટ સુધીની પાકી કેનાલ બનાવવાનો ઠરાવ કરી તેનો એસ્ટીમેટ બનાવી, તાંત્રીક મંજુરી મેળવી ટેન્ડર પાડવામાં નહી આવે તેમજ સવાલા દરવાજા નાળાથી જમાઈપરાની પાકી કેનાલનુ કામ શરૂ કરવામાં નહી આવે તો આથમણા ઠાકોરવાસ, જમાઈપરા ઠાકોરવાસ તથા ભાથીટીંબા ઠાકોરવાસના રહીસો દ્વારા ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us