Select Page

વિસનગર તાલુકા પંચાયતના હોલમાં યોજાયેલ મિટીંગમાં કોરોના વોરિયર્સ તલાટીઓ અને સરપંચો ભયભીત

વિસનગર તાલુકા પંચાયતના હોલમાં યોજાયેલ મિટીંગમાં  કોરોના વોરિયર્સ તલાટીઓ અને સરપંચો ભયભીત

વિસનગર તાલુકા પંચાયતના હોલમાં યોજાયેલ મિટીંગમાં
કોરોના વોરિયર્સ તલાટીઓ અને સરપંચો ભયભીત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના નાયબ ટીડીઓની અધ્યક્ષતામાં ગુરૂવારે બપોરે તાલુકા પંચાયતના હોલમાં તાલુકાના તલાટી કમ મંત્રીઓ અને સરપંચોની મિટીંગ યોજાઈ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાતા તલાટી મિત્રો અને સરપંચોને કોરોના સંક્રમણનો સતત ભય સતાવી રહ્યો હતો. જો કોઈ તલાટી કે સરપંચ કોરોનામાં સપડાશે તો જવાબદાર કોણ?
વિસનગર તાલુકામાં કોરોના મહામારીનું સંક્રમણ તેજ રફતારથી વધી રહ્યુ છે. ત્યારે કોરોના મહાસંકટને ફેલાતુ અટકાવવા માટે તાલુકાના વહીવટીતંત્ર ્‌દ્વારા નીજ નવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરપંચો અને તલાટી કમ મંત્રીઓ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આ તલાટી કમ મંત્રીઓ અને સરપંચો કોરોનાની ઝપટમાં ન આવે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની છે. પરંતુ આજે પણ કેટલાક અધિકારીઓ કોરોનાના કહેરથી અજાણ હોય તેમ પોતાની કામગીરી કરી રહ્યા છે. જેમાં વિસનગર તાલુકા પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતના હોલમાં ગુરૂવારે બપોરે કોઈ કારણોસર ટી.ડી.ઓ.બી.એસ. સથવારા હાજર ન હોવાથી તેમની જગ્યાએ નાયબ ટી.ડીઓ. ભૌમિકભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં તાલુકાના તલાટી કમ મંત્રીઓ અને સરપંચોની મિટીંગ યોજાઈ હતી. અત્યારે શહેર અને ગામડાઓમાં કોરોના વાયરસની સાંકળ તોડવા માટે પ્રાન્ત અધિકારી, મામલતદાર તથા પોલીસતંત્ર એક જ જગ્યાએ લોકોને એકઠા ન થવા અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા અપીલ કરી રહ્યુ છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવાની જેમની જવાબદારી છે તેવા તાલુકા પંચાયતના નાયબ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીએ સોશિયલ ડિસ્ટન્સની કોઈ વ્યવસ્થા કર્યા વગર તાલુકા પંચાયતના હોલમાં તલાટી કમ મંત્રીઓ અને સરપંચોની મિટીંગ કરતા ગામડાના કોરોના વોરિયર્સ ગણાતા તલાટીઓ અને સરપંચોને કોરોના સંક્રમણ ફેલાવવાનો સતત ભય સતાવતો હતો. પરંતુ સત્તા આગળ શાણપણ નકામુ તેમ વિચારીને કોઈએ આ અધિકારીને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સલાહ આપી ન હોતી. પરંતુ જો કોઈ તલાટી કે સરપંચ આવી મિટીંગોમાં જઈને કોરોના વાયરસની ઝપટમાં આવશે તો જવાબદાર કોણ? શુ આ બાબતે તંત્ર જાગશે ખરા?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us