Select Page

કોરોના માઈલ્ડ અસરમાં ઘરે સારવાર લઈ શકાય

કોરોના માઈલ્ડ અસરમાં ઘરે સારવાર લઈ શકાય

કોરોના માઈલ્ડ અસરમાં ઘરે સારવાર લઈ શકાય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસની માઈલ્ડ અસર હોય તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઘેર બેઠા સારવાર લઈ શકાય છે. પેરાસીટામોલ, એન્ટીબાયોટીક્સની દવા મેડીકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. જે દવાથી માઈલ્ડ અસરના દર્દિઓ નજીકના ર્ડાક્ટરની સલાહ પ્રમાણે દવા લઈ કોરોનાની માઈલ્ડ અસરમાંથી મુક્ત થઈ શકે છે.
અત્યારે કોરોના સંક્રમણ વધ્યુ છે. ઘણા લોકો કોરોનાના ભયથી ર્ડાક્ટર પાસે જતા ખચકાય છે અને દવાની જાણકારી નહી હોવાથી દવા પણ લઈ શકતા નથી. શરદી, તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો કે બળતરાની તકલીફ હોય તો આવી કોરોના માઈલ્ડ અસરમાં ઘેર બેઠા કેવી રીતે સારવાર લઈ શકે અને કંઈ દવાઓ લેવી જોઈએ તે બાબતે પ્રચારે વિસનગરના ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફીસર તથા કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી. પટેલની મુલાકાત લીધી હતી. જેમણે જણાવ્યુ હતું કે, માઈલ્ડ કેસમાં ઘરે સારવાર લેવી હોય તો, પેરાસીટામોલ ૧૨ વર્ષની ઉપરનાએ ૫૦૦ mg ત્રણ ટાઈમ તથા ૧૨ વર્ષથી નીચેનાએ ૨૫૦ mg ત્રણ ટાઈમ લેવાની હોય છે. વિટામીન સી ૫૦૦ mg દરરોજ-૧, જીંક ૫૦ mg દિવસમાં બે વખત, એન્ટીબાયોટીક્સમાં એજીથ્રોમાઈસીન ૫૦૦ mg દિવસમાં ૧ એમ પાંચ દિવસ આ દવા લઈ શકાય. હાઈડ્રોક્સી ક્લોરોક્વીનની દવા ર્ડાક્ટરની સલાહ પ્રમાણે લઈ શકાય. આ દવા ઉપરાંત્ત આર્સેનીકઆલ્ક હોમિયોપેથીક દવા ૧૪ વર્ષથી મોટા હોય તો ૪ ગોળી સવારે અને ૪ ગોળી સાંજે તથા ૧૪ વર્ષથી નાના હોય તો બે ગોળી સવારે તથા બે ગોળી સાંજે લેવાની હોય છે. આ હોમિયોપેથીક ગોળી લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છેકે, ગોળી લીધાના ૨૦ મીનીટ પહેલા કંઈ ખાવા પીવાનુ નથી અને ગોળી લીધાના ૨૦ મીનીટ સુધી કંઈ ખાવા-પીવાનુ નથી. આ ગોળી ચાવવાની નથી પરંતુ જીભ નીચે મુકી રગચાવવાની છે. આ દવા નજીકના હેલ્થ સેન્ટરમાં વિનામુલ્યે મળે છે. આ સીવાય સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઉકાળાની પડીકી આપવામાં આવે છે. એક પેકેટ એક વ્યક્તિને પાંચ દિવસ ચાલે છે. જે સવાર સાંજ ભૂખ્યા પેટે ઉકાળો લેવાનો હોય છે. પાંચ દિવસનો આ કોર્ષ કરવાથી માઈલ્ડ કોરોના વાયરસમાંથી મુક્ત થઈ શકાય છે.
કોરોના સંક્રમણની વધારે અસર છેકે નહી તે જોવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે પલ્સ ઓક્સીમીટરમાં ૯૦ થી ૯૪ વચ્ચે SPO2 હોય તો માઈલ્ડ અસર કહેવાય. જ્યારે થર્મલ ગનમાં ૩૭.૩ સેલ્સીયસ સુધી તથા ૯૮.૨ ફેરન હીટ હોય તો નોર્મલ કહી શકાય. માઈલ્ડ અસરમાં શ્વાસોશ્વાસની ક્રિયાનુ ઘરના સભ્યની હાજરીમાંજ મોનીટરીંગ કરી શકાય. ૧ મિનિટમાં ૨૦ થી ૨૪ વખત શ્વાસ લેવાય તો માઈલ્ડ અસર કરી શકાય. આ ઉપરાંત્ત માઈલ્ડ અસરમાં હુંફાળા ગરમ પાણીમાં મીઠુ નાખી બે ટાઈમ કોગળા કરવા અથવા હુંફાળા ગરમ પાણીમાં બીટાડીનના સવાર સાંજે કોગળા કરવાનુ પણ ગાઈડલાઈનમાં સુચન કરાયુ છે. ગરમ પાણીમાં વિક્સ, તુલસી પત્તા, અજમો નાખીને નાસ લેવાનુ સુચન કરાયુ છે. આ બાબતે વધુ પુછપરછ માટે નજીકના તાલુકા આરોગ્ય કચેરી, અર્બન હેલ્થ સેન્ટર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us