Select Page

તાલુકા ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ કોરોનામાં સપડાયા વિસનગરમાં કોરોના સદીની નજીક-૪૩ કેસ એક્ટીવ

તાલુકા ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ કોરોનામાં સપડાયા વિસનગરમાં કોરોના સદીની નજીક-૪૩ કેસ એક્ટીવ

તાલુકા ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ કોરોનામાં સપડાયા
વિસનગરમાં કોરોના સદીની નજીક-૪૩ કેસ એક્ટીવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે. એકજ અઠવાડીયામાં શહેર અને તાલુકામાં ૪૩ કેસ વધ્યા છે. ભાજપના મહામંત્રી અને તેમના ભાઈ, વિસનગર કે ન્યુઝના પત્રકાર તથા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી કોરોનામાં સપડાતા અત્યારે સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાની સારવાર લેતા એકનુ મૃત્યુ થયુ છે. શહેર અને તાલુકામાં કોરોના કેસ વધતા અટકાવવા કોરોના નોડલ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલ તથા તેમની ટીમ રાત દિવસ એક કરી રહી છે. પરંતુ કોરોના સાવચેતીને લગતી લોકજાગૃતિના અભાવે સંક્રમણ વધી રહ્યુ છે.
વિસનગરમાં કોરોના સદીની નજીક પહોચવાની તૈયારીમાં છે. તા.૧૭-૭ સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૭ હતી. ત્યારબાદ તા.૧૮-૭ થી ૨૪-૭ સુધીમાં ૪૩ કેસનો વધારો થયો છે. જેમાં ત્રણ દિવસ તો એકજ દિવસમાં સાત સાત કેસ નોધાયા હતા. વિસનગરમાં કોરોના કેસની સંખ્યા ૯૦ એ પહોચી છે. જેમાં ૪૩ કેસ એક્ટીવ છે. જેમાંથી ૭ હોમ આઈસોલેશનમાં, ૯ કોવીડ કેર સેન્ટરમાં, ૩ નૂતન જનરલ કોવીડ હોસ્પિટલમાં, ૧૨ વડનગર હોસ્પિટલમાં, ૩ સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં તથા ૯ અન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
વિસનગર કે ન્યુઝના પત્રકાર પ્રકાશભાઈ સોની તથા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ કોરોના સારવાર હેઠળ
કયા દિવસે કોના સેમ્પલ પોઝીટીવ આવ્યા તે જોઈએ તો, તા.૧૮-૭ ખોખર ઈકબાલહુસેન જાહાગીરખાન સવાલા, પટેલ વિજયકુમાર સોમાભાઈ સમર્પણ રેસીડન્સી, પટેલ મુકેશકુમાર બી.ઉં.વ.૨૪ પૂજા બંગ્લોઝ, પટેલ વિજયકુમાર કનુભાઈ ઉં.વ.૪૦ ગુલાબપાર્ક, કાંસા એન.એ., પટેલ સુરેશકુમાર સમરભાઈ ઉં.વ.૫૧ કડા દરવાજા, ચૌધરી મુકેશભાઈ વિરસંગભાઈ ઉં.વ.૪૬ વૃંદાવન સોસાયટી-તાલુકા ભાજપ મહામંત્રી, પટેલ મહેન્દ્રભાઈ ગોપાળભાઈ ઉં.વ.૭૮ ઉત્કર્ષ સોસાયટી-ટ્રસ્ટી નૂતન કેળવણી મંડળ.
તા.૧૯-૭ પટેલ રાજેન્દ્રભાઈ અંબાલાલ ઉં.વ.૪૯, મેઘદૂત સોસાયટી, પટેલ નાથાભાઈ શંકરભાઈ ઉં.વ.૭૮ કાંસા જૂનુ પરૂ, ચૌધરી શૈલેષભાઈ લવજીભાઈ ઉં.વ.૩૬ શુભસીટી કાંસા એન.એ., પટેલ નીકુલકુમાર સોમાભાઈ ઉં.વ.૪૨ બેઠકનો માઢ, દિપરા દરવાજા.
તા.૨૦-૭ ચૌધરી બાબુભાઈ માનસંગભાઈ ઉં.વ.૭૧ બાસણા, પટેલ કિશનભાઈ અશ્વીનભાઈ ઉં.વ.૨૫ રામપુરા(લાછડી), રાઠોડ હિંમતસિંહ મુળજી રાઠોડીપુરા કડા, પટેલ યતિનકુમાર રમેશભાઈ ઉં.વ.૩૫ ગોવિંદચકલા, સથવારા ધૃવ પ્રકાશભાઈ ઉં.વ.૩૯, ચૌધરી ઉત્પલકુમાર વિરસંગભાઈ ઉં.વ.૪૨ જીનીયસ ક્લાસીસ, વૃંદાવન સોસાયટી, ચૌધરી દલસંગભાઈ દલજીભાઈ ઉં.વ.૪૯ સની બંગ્લોઝ.
તા.૨૧-૭ પ્રજાપતિ કનુભાઈ બાબુભાઈ ઉં.વ.૩૩ હેરીટેજ સોસાયટી, થલોટા રોડ, પટેલ હિતેષકુમાર જયંતિભાઈ ઉં.વ.૪૨, પટેલ અલકેશકુમાર ડાહ્યાભાઈ ઉં.વ.૪૩ બેઠકનો માઢ, દિપરા દરવાજા, રાવળ પ્રહેલાદભાઈ શંકરભાઈ ઉં.વ.૫૪, રાજેન્દ્ર કોલોની, સોની પ્રકાશભાઈ જશવંતલાલ ઉં.વ.૫૭ સાંકડીશેરી-વિસનગર કે ન્યુઝના પત્રકાર.
તા.૨૨-૭ શેઠ સાજીદાબેન સફીકભાઈ ઉં.વ.૪૦ મોટી વ્હોરવાડ, શેઠ સઈદાબેન ઉસ્માનભાઈ ઉં.વ.૮૦ મોટી વ્હોરવાડ, પ્રજાપતિ પ્રવિણભાઈ ડાહ્યાભાઈ ઉં.વ.૫૫ બાકરપુર, પઠાણ અફસાનાબાનુ સદરખાન ઉં.વ.૫૫ રાલીસણા, પટેલ હરગોવનભાઈ બબલદાસ ઉં.વ.૭૦ રાલીસણા, પટેલ કિરણકુમાર ભોગીલાલ ઉં.વ.૪૫ દિપ દર્શન સોસાયટી, કાંસા એન.એ.
તા.૨૩-૭ ઠાકોર રાજેશજી કનુજી ઉં.વ.૩૨ દેણપ, રાજપૂત પાયલબા કુલદિપસિંહ ઉં.વ.૩૫ શેરડીનગર, પટેલ નરોત્તમભાઈ રેવાભાઈ ઉં.વ.૪૬ કોહીનુર સોસાયટી, ભાવસાર યોગેશભાઈ ચીનુભાઈ ઉં.વ.૪૯ ગુંદીખાડ, ચાવડા રીટાબેન અજયકુમાર ઉં.વ.૨૯ રાઠોડીપુરા, રાઠોડ નંદુભાઈ હિંમતસિંહ ઉં.વ.૫૮ રાઠોડીપુરા, ચૌધરી નારાયણભાઈ જેસંગભાઈ ઉં.વ.૫૦ ખરવડા.
તા.૨૪-૭ યાબલ મીરજા મેરૂનીશા ઉં.વ.૭૫ રાલીસણા, પટેલ ભરતભાઈ હરગોવનભાઈ ઉં.વ.૪૨ રાલીસણા, સોની મનોજકુમાર મુકુંદકુમાર ઉં.વ.૪૮ સોપાન રેસીડન્સી તથા શાહ નિરવકુમાર નવિનચંદ્ર ઉં.વ.૪૮ હેરીટેજ સીટીના સેમ્પલ કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.
વિસનગરમાં કોરોનાની સારવાર દરમ્યાન એકનુ મૃત્યુ થયુ છે. સ્ટેશન રોડ સિવિલ હોસ્પિટલના મેઈન ગેટની બાજુમાં આવેલ સરદાર માર્કેટમાં સાજીદ ઈંડાવાળાની દુકાન ધરાવતા અને નવોવાસ ઘાંચીવાડામાં રહેતા મેમણ કાદરભાઈ અબુબક્કરભાઈ ઉં.વ.૬૨ ને કોરોનાની સારવાર માટે વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ થયુ હતુ. જેમના નાનાભાઈ તાહીરભાઈ અબુબક્કરભાઈ મેમણ ઉં.વ.૫૯ ને બે માસ પહેલા એટેક આવતા મૃત્યુ થયુ હતુ. બે માસના અંતરમાં બે ભાઈઓના મૃત્યુ થતા મેમણ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
વિસનગરમાં કોરોના પોઝીટીવ કેસની વિગતો જોતા તાલુકાના ગામડાઓમાંં પણ સંક્રમણ વધ્યુ છે. ગામડાઓમાં માસ્ક વગર ફરવુ વિગેરે સંક્રમણ માટેની સાવચેતી રાખવામાં નહી આવતા ગામડામાં કોરોના કેસનો નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts