Select Page

છેલ્લા એક અઠવાડીયામાં બહારની પોલીસે દારૂ-જુગારની સાત રેડ કરી અસમાજીક પ્રવૃત્તિઓની સાબીતી આપી છે વિસનગરમાં ભાજપના શાસનમાં અસમાજીક પ્રવૃત્તિઓ વધી-મહેશભાઈ પાલડી

છેલ્લા એક અઠવાડીયામાં બહારની પોલીસે દારૂ-જુગારની સાત રેડ કરી અસમાજીક પ્રવૃત્તિઓની સાબીતી આપી છે વિસનગરમાં ભાજપના શાસનમાં અસમાજીક પ્રવૃત્તિઓ વધી-મહેશભાઈ પાલડી

છેલ્લા એક અઠવાડીયામાં બહારની પોલીસે દારૂ-જુગારની સાત રેડ કરી અસમાજીક પ્રવૃત્તિઓની સાબીતી આપી છે
વિસનગરમાં ભાજપના શાસનમાં અસમાજીક પ્રવૃત્તિઓ વધી-મહેશભાઈ પાલડી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મથુરદાસ ક્લબમાં ધમધમતા જુગારધામ ઉપર રેડ પડતા જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પાલડીએ જણાવ્યુ છેકે, વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં શહેર અને તાલુકામાં અસમાજીક પ્રવૃત્તિઓ ફુલીફાલી રહી છે. શહેર મધ્યેની સંસ્થામાં આવા જુગારધામ રાજકીય અને પોલીસની છત્રછાયા વગર ચાલી શકે નહી. છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા આવા દુષણોના કારણે વિસનગર તાલુકો વિકાસ વગર રહી ગયો છે.
વિસનગરમાં મથુરદાસ ક્લબમાં ભાજપના પૂર્વ સાંસદ અને ફીલ્મ અભિનેતા પરેશ રાવલનો ભાઈ હિમાંશુ રાવલ તથા ફોઈનો દિકરો સંસ્થાનો ટ્રસ્ટી કિર્તિ રાવલ જુગારધામ ચલાવતા ઝડપાતા રાજકીય ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બાબતે કોંગ્રેસી અગ્રણી અને જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પટેલ પાલડીએ જણાવ્યુ છેકે, સંસ્કારી નગરીના ઈતિહાસમાં કોઈ સંસ્થામાં જુગારધામ ઝડપાયુ હોય તેવો પ્રથમ બનાવ છે. આ બનાવથી શૈક્ષણિક નગરીને લાંછન લાગ્યુ છે. વિસનગરમાં છેલ્લા એક અઠવાડીયામાં બહારની પોલીસ એજન્સીઓએ ૬ જેટલા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરી છે. એમાં એક જુગારધામ પકડાયુ જે બતાવે છેકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં શહેર અને તાલુકામાં અસામાજીક પ્રવૃત્તિઓ કેવી ધમધમી રહી છે. પોતાની વોટ બેંક સાચવવા માટે ધારાસભ્ય આવા દુષણોને પાળી પોષી રહ્યા છે. જે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સંસ્કારી નગરી માટે લાલ બત્તી સમાન છે. સાંસદનો ભાઈ શહેર મધ્યે જુગારધામ ચલાવતો હોય તેની તંત્રને જાણ ન હોય તે શક્યજ નથી. રાજકીય અને સ્થાનિક પોલીસની છત્રછાયાથી આ જુગારધામ ધમધમતુ હતુ. જીલ્લાની પોલીસે જુગારધામ ઉપર રેડ કરી છે ત્યારે આવા અનિષ્ટ તત્વો સામે કડક કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. જેથી ફરીથી ભાજપના નામે આગેવાની કરી કોઈ અસમાજીક પ્રવૃત્તિઓ ન કરે. જુગારધામના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં નહી આવે તો, વિસનગરમાં ચાલતા આવા જુગારધામ ઉપર બહારના અસમાજીક તત્વોની અવરજવર વધશે તો બીજી અસમાજીક પ્રવૃત્તિઓ વધશે. વિસનગર અનિતિનુ ધામ બની જશે. વિસનગર શિક્ષણધામમાંથી જુગારધામ ન બને તે જોવાની જવાબદારી ધારાસભ્ય ઋષિભાઈ પટેલની છે.
વિસનગરમાં સદુથલા રોડ, સુંશી રોડ, દેણપ રોડ, વિજાપુર રોડ વિગેરે વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા આવેલા છે. આ બાબતે પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં અડ્ડા બંધ થતા નથી. તાલુકામાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં વધેલા દુષણોના કારણે તાલુકાનો વિકાસ થતો નથી. મથુરદાસ ક્લબની સંસ્થા બાબતે મહેશભાઈ પાલડીએ જણાવ્યુ હતું કે, સંસ્થામાં જુગારધામ ચાલતુ હોય તેની સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓને જાણ ન હોય તે શક્ય નથી. જુગારધામ બાબતે સંસ્થાના ટ્રસ્ટીઓ પણ એટલાજ જવાબદાર છે. આવી સંસ્થા ચાલુ રાખવી કે નહી તે વિચારવાનો પ્રશ્ન છે. આવી સંસ્થાને ખોટુ પ્રોત્સાહન આપવાનુ કારણ શું? શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી કરોડોનો નફો કરવામાં આવે છે. જ્યારે સમાજ માટે દુષણરૂપ સંસ્થાઓને છાવરવામાંં આવે છે. ગત વિધાનસભાની ચુંટણી બાદ વિસનગરના લોકોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલની બદલાયેલી નિતિઓ સમજવાની અને ઓળખવાની જરૂર છે. ધારાસભ્યની મીટીંગમાં, સભાઓમાં અને તેમની આસપાસ કેવા લોકોની હાજરી હોય છે તે શહેરના લોકોએ સમજવાની જરૂર છે. અત્યારે શહેરમાં ઠેરઠેર દારૂ, જુગાર, વરલી મટકાની પ્રવૃત્તીઓ ચાલી રહી છે તે કોના આશિર્વાદથી ચાલે છે તેની સૌને ખબર છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts