You are here
Home > Author: admin (Page 144)

નૂતન અમૃત મહોત્સવનો શાનદાર શુભારંભ

નૂતન અમૃત મહોત્સવનો શાનદાર શુભારંભ (પ્ર. ન્યુ.સ.) વિસનગર, રવિવાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ના.મ.નૂતન સર્વ વિદ્યાલય ઉત્તર ગુજરાતની ખ્યાતનામ સંસ્થા છે. આ વર્ષે નવેમ્બર-૨૦૧૬ માં તેના ૭૫ વર્ષના પ્રસંગે અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો શુભારંભ તા.૨૨-૧૦-૨૦૧૬ ને શનિવારના રોજ નૂતન સર્વ વિદ્યાલયના પટાંગણમાં ત્રિવિધ કાર્યક્રમો જેવા કે સ્પોર્ટસ ડે,…

દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં અતિરેક કરી રહ્યા છે

દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર સર્જીકલ સ્ટ્રાઈકના નિવેદનમાં અતિરેક કરી રહ્યા છે ગુજરાતમાં એક પ્રચલિત કહેવત છેકે “વધુ ખાય તે લુખુ અને વધુ બોલે તે ખોટુ”. આ કહેવત અત્યારે આપણા દેશના સંરક્ષણ પ્રધાન મનોહર પરીકર માટે બંધ બેસતી છે. પણ ભારત દેશના સંરક્ષણ પ્રધાન હોય તેમના માટે આવુ કહેવું ઉચીત નથી છતાં સંરક્ષણ પ્રધાને સર્જીકલ…

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરદાર પટેલની પ્રતિમા મુકવા તમામ પ્રયત્નો કરીશ-ધારાસભ્ય

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી સરદાર પટેલની પ્રતિમા મુકવા તમામ પ્રયત્નો કરીશ-ધારાસભ્ય (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં કાંસા ચાર રસ્તા ઉપરના સર્કલમાં સરદાર પટેલની પ્રતિમા મુકવાનુ કામ ખોરંભે પડે તેમ જણાતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે સર્કલ સ્થળે જઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કાયદેસરની પ્રક્રિયા અનુસરી ૩૧ મી ઓક્ટોબરે…

ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે

ખેડૂતોને આકર્ષવા વેપારીઓ સતલાસણા, ગઢવાડાના ગામડા ખૂંદી વળ્યા વિસનગર માર્કેટયાર્ડમાં તા.૭-૧૧ થી મગફળીનો વેપાર ધમધમશે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડને ધમધમતુ કરવા માર્કેટયાર્ડના ચેરમેન, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને વેપારીઓ એક થયા છે. સતલાસણા-ગઢવાડાના ખેડૂતો વિસનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા પ્રેરાય તે માટે માર્કેટયાર્ડના વેપારીઓની ટીમ સતલાસણાના ગામેગામ ફરી ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. ખેડૂતોને આકર્ષવા વેપારીઓએ કમિશન ઓછુ…

પાટીદાર યુવાનો કેસોમાંથી મુક્ત થયા નથી ત્યારે ભાજપના આગેવાનો અને પાલિકા સભ્યોએ રંગ બદલ્યો – ઋષિભાઈને હટાવો પાલિકા અને પંચાયત ભાજપની બનાવીશુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાતમાં ભાજપ સરકારના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન થયુ હતુ. આ આંદોલનમાં વિસનગરના ભાજપના કેટલાક આગેવાનોએ પડદા પાછળ રહી ટેકો આપ્યો હતો. આંદોલનના કારણે પાલિકામાં વિકાસમંચના સભ્યો ચુંટાયા. ત્યારે વિધાનસભાની ચુંટણીઓ નજીક આવતાજ પાટીદાર અનામતમાં સાથે રહેનાર ભાજપના કેટલાક આગેવાનો તથા કેટલાક સભ્યોએ રંગ બદલ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. જીલ્લા આયોજનની ચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી…

Top