You are here
Home > Author: admin (Page 209)

તબીબી ક્ષેત્રે વ્યવસાય રૂપે નહી પરંતુ સમાજ સેવા રૂપે સ્વીકારનાર ડૉ.વિરલ પટેલે ટૂંકી કારકિર્દિમાંજ સેવાભાવી ડૉકટરની નામના મેળવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પોતાની રીધમ વુમન હોસ્પિટલમાં ગાયનેક ડૉકટર વિરલ પટેલે ટૂંકા ગાળામા સેવાભાવી ડૉકટર તરીકેની છાપ ઉભી કરી પંથકમાં ભારે ચાહના અને નામના મેળવી છે. આટલી ઝડપી નામના મેળવનાર કદાચ આ વિસનગરના પ્રથમ ડૉકટર હોઈ શકે. દ્બતબીબી વ્યવસાય કરનાર અને તેમના કુટુંબીજનોની એક જ લાગણી અને ઈચ્છા હોય છે કે…

બન્ને સ્કુલોના રીપેરીંગ માટે નગરની અપેક્ષા પ્રમાણે કેળવણી મંડળે ઠરાવ કરી આપતા ખેરાલુ શહેરની શિક્ષણ વિકાસ સમિતીની રચના

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ શહેરમાં કેળવણી મંડળની માલિકીની જગ્યામાં પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કુલ અને મ્યુનિસિપલ હાઈસ્કુલના ચાર મોટા મકાનો આવેલા છે. આ મકાનો જીર્ણ થતા કોણ રીપેરીંગ કરશે તે બાબતે છેલ્લા ૧૫ વર્ષથી વિવાદો ચાલતા હતા. આ વિવાદોનો અંત લાવવા ખેરાલુ પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ, નગરના અગ્રણી શિક્ષણ વિદ્‌ નિવૃત્ત પ્રિન્સીપાલ પોપટભાઈ બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ…

પાલિકા ચીફ ઓફીસરની નોટીસ બાદ ધમધોકાર કામ ચાલુ રાખ્યુ કલેક્ટરની કડક સુચનાથી માર્કેટનુ ધમધમતુ કામ અટક્યુ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર પાલિકા સભ્યોની અણઆવડત અને નબળાઈના કારણે લોકો પાલિકાને ઘોળીને પી ગયા છે. ત્રણ દરવાજા ટાવર પાસેના માર્કેટનુ કામ બંધ રાખવા ચીફ ઓફીસરે નોટીસ આપ્યા બાદ નોટીસને અવગણી બીલ્ડર દ્વારા માર્કેટનુ કામ ધમધોકાર ચાલુ રાખ્યુ હતુ. ત્યારે અરજદારે કલેક્ટર સમક્ષ રજુઆત કરતા અરજદારની લડત સાચી જણાતા છેવટે કલેક્ટરની કડક સુચના બાદ પાલિકા કર્મચારીઓએ માર્કેટનુ…

વિસનગરમાં પાણીપુરીવાળા સુધરવા માગતા નથી પાણીપુરીવાળો ટાંકીનુ ગંદુ પાણી વાપરતા ઝડપાયો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં પાણીપુરીવાળા સુધરવા માગતા નથી. ધરોઈ કોલોની રોડ ઉપર તિરૂપતી ટાઉનશીપના દરવાજા આગળ ઉભો રહેતો પાણીપુરીવાળો ભુગર્ભ ટાંકીનુ ગંદુ પાણી વાપરતા મોબાઈલ કેમેરામાં કેદ થતા આ વીડીઓ વાઈરલ થતા પાલિકા દ્વારા પાણીપુરીની લારી જપ્ત કરવામાં આવી હતી. જે લારીમાંથી સડેલા બટાકા પણ પકડાયા હતા. પાણીપુરીની લારીઓવાળા હજુ પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી…

ચાર્જ સંભાળ્યાના ટુંકા ગાળામાં ચેરમેન તેમજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના શાસનમાં કમીશન વધતા ગંજબજારના વેપારીઓમાં આનંદની લાગણી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર એપીએમસીમાં ચેરમેન પદે ચાર્જ સંભાળ્યાના ટુંકાજ સમયમાં ચુંટણી બાદની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પ્રથમ મીટીંગમાં ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વેપારીઓના કમીશનમાં વધારો કરતા ગંજબજાર વેપારી મંડળ દ્વારા ચેરમેન ઋષિભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. વેપારી મંડળના પ્રમુખ પી.સી.પટેલે આ તબક્કે જણાવ્યુ હતુ કે બહાર ખોટી અફવાઓ ચલાવવામાં આવે છે….

Top