You are here
Home > Local News (Page 54)

જિલ્લા પંચાયત પ્રમુખનો હુંકાર…શામ,દામ, દંડ, ભેદની નિતીથી બહેનોને મદદ કરીશુ – ખેરાલુ-સતલાસણાની આંગણવાડીઓનુ ખાનગીકરણ અટકાવવા મીટીંગ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર ખેરાલુ તાલુકાની ૧૨૮ આંગણવાડીઓ અને સતલાસણા તાલુકાની ૯૬ આંગણવાડીઓના ખાનગીકરણ મુદ્દે તાજેતરમાં ૧-૪-૨૦૧૬ના રોજ ખેરાલુના નવા સર્કીટહાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, ઉપપ્રમુખ મંજુલાબેન વિનોદભાઈ ચૌધરી, ન્યાય સમિતીના ચેરમેન દિવાબેન ડાહ્યાભાઈ પરમાર, સિંચાઈ સમિતીના ચેરમેન મહેશભાઈ ડી.ચૌધરી, જિલ્લા સદસ્ય પ્રવિણભાઈ સોલંકી, પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર, સતલાસણા તા.કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહોબ્બતસિંહ ચૌહાણ, ખેરાલુ તાલુકા…

વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં – તાલુકા સંઘની બહુમતી મંડળીઓ અમારી તરફે-જશુભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં તાલુકા સંઘની મંડળીઓ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તરફે હોવાની વાહિયાત વાતો ચલાવી ખેડૂતોને ભરમાવી ચુંટણી જીતવાનો ધારાસભ્ય પ્રયત્ન કરી રહ્યા છે તેવુ જણાવી પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યુ છેકે તાલુકા સંઘની મોટાભાગની મંડળીઓ અમારા તરફે છે. વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં પ્રહેલાદભાઈ ગોસાની પેનલ તરફે કોઈપણ ડર વગર પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ…

છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાંચ જેટલા – ખેરાલુના સફાઈ કામદારો રીટાયર્ડ થયા પણ પેન્શન નહી

(પ્ર.ન્યુ.સ.)           ખેરાલુ,રવિવાર ખેરાલુ નગરનુ સંચાલન કરી સફાઈ, લાઈટ, પાણી અને વિકાસ કરવા પાલિકામા ર૧ સભ્યોને મોકલ્યા છે પરંતુ આ સભ્યો નગરનો વિકાસ, નગરની તકલીફો, નગરના પ્રશ્નો, નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો જેવા કોઈપણ પ્રશ્ને માથુ મારતા નથી કારણ તેમાંથી કાંઈ મળતુ નથી. જેમાંથી કાંઈ મળતુ ન હોય, સભ્યોનો સ્વાર્થ, તેમના મતદારો કે…

વિસનગર પાલિકામાં ભાજપના વિરોધી બોર્ડની શાન ઠેકાણે લાવવા – બધાની પત્તર ફાડી નાખે તેવો ચીફ ઓફીસર આવી રહ્યો છે-નવનીતભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર રાજકારણમાં રાજકીય પક્ષો પોતાના વિરોધી પક્ષની સંસ્થાઓ સાથે કેવી ગંદી રાજરમતો રમતા હોય છે તેનો તાદૃશ્ય દાખલો છે વિસનગર નગરપાલિકા. વિસનગર નગરપાલિકામાં પટેલ અનામતને લઈ ભાજપની સામે વિકાસમંચ અને કોંગ્રેસનુ ગઠબંધનનુ બોર્ડ ચુંટાયુ છે. રાજ્યમાં ભાજપની સરકાર અને નીચે ગઠબંધનની પાલિકા બોડી અને તેમાં પાછા ભાજપના ધારાસભ્ય. એટલે વિસનગર પાલિકાની બુરામાં બુરી હાલત પ્રવર્તમાન…

જનરલ મીટીંગમાં સભ્યોએ ઉઠાવેલો પ્રશ્ન – ખેરાલુ પાલિકામાં સત્તા કોની પ્રમુખની કે ચીફ ઓફીસરની?

(પ્ર. ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ નગરમા સી.સી.રોડના કામો બાબતે ફરીથી જનરલ મીટીંગમા હોબાળો થયો હતો. પાલિકા ચિફ ઓફીસર કહે છે કે નિયમ પ્રમાણે ગ્રાન્ટોના કામો થશે. ત્યારે પાલિકા સભ્યો કહે છે કે અગાઉની જેમ કલેકટરશ્રીની મંજુરીથી વધારાની પડી રહેલી ગ્રાન્ટને વાપરો.અગાઉ ગ્રાન્ટો વપરાતી હતી અને તે વપરાયેલી ગ્રાન્ટો બાબતે કોઈ હોબાળો થયા નહોતા કે કલેકટરશ્રીએ કોઈ…

Top