You are here
Home > Local News (Page 55)

કાંસામાં પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા આયોજીત – માર્કેટયાર્ડની ચુંટણી માટે પ્રહલાદભાઈ ગોસાના સમર્થનમાં જંગી સભા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં બન્ને પક્ષના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. બન્ને પક્ષના ઉમેદવારો માર્કેટયાર્ડની ચુંટણીમાં જંગી બહુમતીથી વિજયી બનવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે વિસનગર તાલુકા કાંસા ગામના વતની અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે માર્કેટયાર્ડની ચુંટણીમાં ચેરમેન પદના ઉમેદવાર પ્રહેલાદભાઈ ગોસાને બહુમતીથી વિજયી બનાવવા માટે…

અમદાવાદ હાઈકોર્ટ સામે એસ.જી.રોડ ઉપર – વિસનગરના ત્રણ એડવૉકેટ પિતા- પુત્રોની ઓફીસનુ શુભ ઉદ્‌ઘાટન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરના વતની જોઈન્ટ ડીસ્ટ્રીક્ટ જજ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનાર કમલેશભાઈ મહેતા અને બે પુત્રોએ તાજેતરમાં હાઈકોર્ટ સામે તેમની નવીન ઓફીસનુ ઉદ્‌ઘાટન હાઈકોર્ટના સીનીયર એડવૉકેટ નિરૂપમભાઈ નાણાંવટીના હસ્તે કરાયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરમાં અભ્યાસ કરી વિસનગર વકીલાતની શરૂઆત કરી મેજીસ્ટ્રેટ થનાર તથા જોઈન્ટ ડીસ્ટ્રીક્ટ જજ ગાંધીધામથી વયમર્યાદાના કારણે રીટાયર્ડ થનાર કમલેશભાઈ…

કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેવા મંત્ર સાથે કામ કરતા પંચાયત સેવા પસંદગી બોર્ડના ડીરેક્ટર – નિતીનભાઈ પટેલની જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર વિજાપુર તાલુકાના ખરોડ ગામના વતની તથા ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડના ડીરેક્ટર એવા નિતીનભાઈ પટેલની મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જેવા મહત્વના હોદ્દા ઉપર ભાજપ મોવડી મંડળે પસંદગી ઉતારતા સમગ્ર જિલ્લા સહીત ખેરાલુ, વડનગર, સતલાસણા તાલુકાના કાર્યકરોમાં આનંદનુ મોજુ ફરી વળ્યુ હતુ. દ્બકોઈપણ સમાજના વ્યક્તિની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણુંક થાય ત્યારે તે સમાજના લોકોનો…

વિસનગર શહેર ચોકસી એસોસીએશનનો નવતર અભિગમ – હડતાલને લઈને દુકાનો બંધ હશે છતાં સોના ચાંદીના દાગીના મળી શકશે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના ચાંદીના વેપારીઓની હડતાલના કારણે દુકાનો બંધ રહેવાથી જરૂરીયાતમંદ લોકોને સોના ચાંદીના દાગીના ખરીદવાની પડતી મુશ્કેલીના મુદ્દે વિસનગર ચોકસી એસોસીએશને અત્યંત જરૂરીયાતમંદ લોકોને દાગીના મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરી છે. વિસનગર ચોકસી બજારમાં સોમચંદભાઈ ચોકસીની દુકાનમાં ચોકસી એસોસીએશને ઓફીસ ખોલી છે. આ ઓફીસમાં નિયમિત બેસતા રાજુભાઈ…

ભોલુના હત્યારાઓને કોર્ટે આજીવન કેદની જગ્યાએ ફાંસીની સજા કેમ ફટકારી?

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને કાંસા એન.એ.વિસ્તારના વિક્રમ મૉલ પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા એક આર્થિક રીતે સક્ષમ પરિવારના ચાર વર્ષના માસુમ પુત્ર મહર્ષ ઉર્ફે ભોલુની વર્ષ-૨૦૧૨માં બે નરાધમોએ રૂપિયાની લાલચમાં તેનુ અપહરણ કરી ક્રૂર હત્યા કરી હતી. જે કેસ વિસનગરના બીજા એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સેસન્સ કોર્ટના જજશ્રી કે.એમ.દવે સાહેબે બન્ને પક્ષના…

Top