You are here
Home > News (Page 128)

હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે મનુભાઈ લાછડીનો જવાબ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી અનામત મળશે નહી

હાર્દિક પટેલના રાજકીય સ્ટેટમેન્ટ સામે મનુભાઈ લાછડીનો જવાબ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી અનામત મળશે નહી (પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાના રાજકીય સ્ટેટમેન્ટ સામે વિસનગરના પાટીદાર અગ્રણી મનુભાઈ પટેલ(લાછડી)એ જણાવ્યુ છેકે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાની જાહેરાતથી પાટીદાર અનામત મળી જવાનુ નથી. પાટીદાર આંદોલન અને એકતા ઉપર અસર કરતા આવા રાજકીય સ્ટેટમેન્ટથી હાર્દિક…

ડેપ્યુ.સી.એમ.નીતિનભાઈ પટેલ સાથે ભાજપ હાઈકમાન્ડે કરેલા વર્તનથી કહી શકાય કે અસહ્ય ભારે અપમાન વ્યક્તિને બગાવત કરવા પ્રેરે છે

ડેપ્યુ.સી.એમ.નીતિનભાઈ પટેલ સાથે ભાજપ હાઈકમાન્ડે કરેલા વર્તનથી કહી શકાય કે અસહ્ય ભારે અપમાન વ્યક્તિને બગાવત કરવા પ્રેરે છે ડકેત ડાકુઓની ઉત્પત્તિનો ઈતિહાસ જોઈએ તો કોઈપણ વ્યક્તિ જન્મજાત કે વારસાગત ડાકુ હોતી નથી. તેને વિપરીત સંજોગો ડાકુ બનવા પ્રેરણા આપે છે. પોતાનો હક્ક અધિકાર છીનવાય, સામાજીક રીતે સહન ન કરી શકાય તેવું મોટું ભયંકર અપમાન થાય,…

એસ.ટી.સ્ટેન્ડ નવુ બન્યા બાદ દરવાજો ખુલશે-વિભાગીય નિયામક

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર એસ.ટી.સ્ટેન્ડનુ કામકાજ શરૂ થતા કોલેજ રોડ તરફના દરવાજામાં પતરાની આડાશો મુકતા વેપારી મહામંડળની લાંબી લડત બાદ ખુલ્લો કરાયેલો દરવાજો ચાલુ રહેશે કે બંધ રહેશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જે બાબતે વિભાગીય નિયામકનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે એસ.ટી.સ્ટેન્ડ નવુ બની ગયા બાદ દરવાજો ખુલ્લો કરવામાં આવશે. વડનગર, ખેરાલુ જેવા અંતરીયાળ વિસ્તારમાં…

સત્તા મેળવવા ગઠબંધન સભ્યોની સત્તાની સાઠમારી પાલિકા પ્રમુખને ઉથલાવવાના પ્રયત્નમાં સભ્યોનુ ષડયંત્ર ખૂલ્યુ

સત્તા મેળવવા ગઠબંધન સભ્યોની સત્તાની સાઠમારી પાલિકા પ્રમુખને ઉથલાવવાના પ્રયત્નમાં સભ્યોનુ ષડયંત્ર ખૂલ્યુ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા પ્રમુખ કમીશનો અને ગેરરીતીઓને તિલાંજલી આપી સ્વચ્છ વહીવટ કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચાર નહી કરવાના જાહેરમાં શપથ લીધા હોવા છતા કેટલાક સભ્યોને ગેરરીતી કરવા નહી મળતા પાલિકામાં ભ્રષ્ટાચાર સામે અડીખમ ઉભા રહેલા પ્રમુખને ઉથલાવવા ષડયંત્ર કર્યુ હોવાની ચોકાવનારી…

રૂપલભાઈ પટેલની કારના કાચ ફોડી સળગાવવાનો પ્રયત્ન

વિસનગરમાં ભાજપના આગેવાનની કારના કાચ ફોડી સળગાવવાનો પ્રયત્ન કરી સમાજમાં એક ધાક ઉભી કરવા અને ભયનો માહોલ સર્જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ અગ્રણી રૂપલભાઈ પટેલની ઈનોવા કારના કાચ ફોડી કાર સળગાવવા સળગતો કાકડો નાખવાનો પ્રયત્ન થતા બે અજાણ્યા યુવાનો વિરુધ્ધ ફરિયાદ થવા પામી છે. પોલીસે શહેરના કેટલાક સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે….

Top