Select Page

વિસનગર પ્રાન્ત ઓફીસરની મતદાન મથકની ગરીમા નહી જાળવનાર શિક્ષકને નોટીસ

વિસનગર પ્રાન્ત ઓફીસરની મતદાન મથકની ગરીમા નહી જાળવનાર શિક્ષકને નોટીસ
  • પોલીંગ ઓફિસર કનુભાઈ ચૌધરી રાષ્ટ્રના હિતમાં એક દિવસ નિષ્ઠાપુર્વક ચુંટણી કામગીરી ન કરતા હોય તો તેઓ શાળામાં કેવી ફરજ બજાવતા હશે તે વિચારવા જેવુ છે
વિસનગર તાલુકાના ખરવડા ગામમાં લોકસભાની ચુંટણીમાં મતદાન મથક ૧૯૫ના પોલીંગ ઓફિસર મંગળવારના રોજ મતદાન દરમિયાન ટેબલ ઉપર પગ ચડાવીને ફોન ઉપર વાતો કરતા રાજ્યના ચુંટણી અધિકારીના વેબકાસ્ટીંગ નિરિક્ષણમાં ઝડપાયા હતા. આ બાબતની ગંભીરતા લઈને વિસનગર પ્રાન્ત અધિકારી એવમ્‌ મદદનીશ ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડે ચાચરીયા પ્રાથમિક શાળાના શિક્ષક પોલીંગ ઓફિસરને કાયદાની કલમ ૧૩૧ અને ૧૩૪ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી? તે અંગે મતદાન પુર્ણ થયા બાદ લેખિત ખુલાસો કરવા કારણદર્શક નોટીસ આપતાં શિક્ષકોમાં ખળભળાટ મચી ગયો છે.
કોઈપણ ચુંટણી આવે ત્યારે આળસું શિક્ષકો પોતાની કામગીરીનો ઓર્ડર રદ કરાવવા અવનવા કિમિયા અજમાવે છે. જેમાં આ લોકસભાની ચુંટણીમાં વિસનગર પ્રાન્ત ઓફિસમાં સ્ટાફ ડેટાબેજનું કામ કરનાર પ્રાથમિક શિક્ષકો પોતાના લાગતા વળગતા શિક્ષિકા બહેનોને બોલાવી અરજી કરાવી તેમના ઓર્ડર રદ કરતા હોવાનું કચેરીમાં ચર્ચાતુ હતુ. જે બાબતે નાયબ મામલતદાર યોગેશભાઈ શર્માને પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. પરંતુ ગમે તે કારણે તેમને આ મામલે કોઈ ગંભીરતા લીધી ન હોતી. ત્યારે પ્રાન્ત અધિકારી દેવાંગભાઈ રાઠોડ તથા જીલ્લા કલેક્ટર ડા.એમ. નાગરાજન વિસનગર તાલુકામાં ચુંટણી કામગીરીમાં કેટલી શિક્ષિકા બહેનોના ઓર્ડર કયા આધારે રદ કરવામાં આવ્યા તેની તટસ્થ તપાસ કરે તો ચુંટણીમાં સ્ટાફ ડેટાબેજનું કામ કરનાર શિક્ષકોની વ્હાલા દવાલાની નિતિની સત્ય હકીકત બહાર આવશે. આળસુ શિક્ષકો પોતાની વગનો ઉપયોગ કરી ચુંટણી કામગીરીનો ઓર્ડર રદ કરાવતા હોવાથી નિષ્ઠાવાન શિક્ષકોને અન્યાય થાય છે. મહેસાણા લોકસભાની ચુંટણીમાં ખેરાલુ તાલુકાની ચાચરીયા પ્રાથમિક શાળાના શિક્ષક ચૌધરી કનુભાઈ વેલજીભાઈનો વિસનગર તાલુકાના ખરવડા ગામમાં પોલીંગ ઓફિસર તરીકે ઓર્ડર થયો હતો. જેમાં તેઓ તા.૭-૫ના રોજ મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા દરમિયાન ટેબલ ઉપર પગ ચડાવીને બેઠા હતા. અને ફોન ઉપર લાંબી વાતો કરતા હતા. આ બાબત ગુજરાત રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારીના વેબકાસ્ટીંગ નિરિક્ષણમાં પકડાતા તેમને ફરજ ઉપર બેદરકારી દાખવનાર શિક્ષક વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિસનગર પ્રાન્ત એવમ્‌ ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડને આદેશ કર્યો હતો. જેના આધારે મદદનીશ ચુંટણી અધિકારી દેવાંગભાઈ રાઠોડે ચુંટણી પંચના કાયદાની કલમ-૧૩૧ અને ૧૩૪ની કાયદાની જોગવાઈ હેઠળ ચાચરીયા પ્રાથમિક શાળાના શિક્ષક અને ખરવડા બુથના પોલીંગ ઓફિસર કનુભાઈ વેલજીભાઈ ચૌધરીને કારણદર્શક નોટીસ આપી મતદાન પુર્ણ થયા બાદ લેખિત ખુલાસો કરવા તાકીદ કરી હતી. ત્યારે આ બુથના પ્રિસાઈડીંગ ઓફિસર તથા તમામ પોલીંગ ઓફિસર મતદાન પુર્ણ થયા ૂબાદ પ્રાન્ત કચેરીમાં ખુલાસો કરવા આવ્યા હતા. જેમાં ચુંટણી અધિકારીએ ફરજ ઉપર બેદરકારી દાખવનાર પોલીંગ ઓફિસર શિક્ષકે માફીપત્ર લખી આપ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. જો આ શિક્ષક રાષ્ટ્રના હિતમાં એક દિવસ નિષ્ઠાપુર્વક ચુંટણી કામગીરી ન કરી શક્તા હોય તો તેઓ શાળામાં કેવી ફરજ બજાવતા હશે તે વિચારવા જેવુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us