Select Page

હિન્દુ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર લાવવા વિસનગરમાં SPG ગામેગામ કાર્યક્રમ ધમધમશે

હિન્દુ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર લાવવા વિસનગરમાં SPG ગામેગામ કાર્યક્રમ ધમધમશે
ગુજરાતના તમામ સમાજોને એક કરી હિન્દુ યુવતીઓને લગ્નની લાલચમાં ફસાવી જીંદગી બરબાર કરનાર વિધર્મી તત્વોથી બચાવવા માટે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગૃપ દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવા તેમજ લગ્ન નોંધણીમાં માતા-પિતાની ફરજીયાત સહીનો કાયદો લાવવા ઘણા સમયથી ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં SPG ના રાષ્ટ્રિય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી. જેમાં હિન્દુ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર લાવવા મોટી સંખ્યામાં ગ્રામજનોએ સમર્થન આપ્યુ હતુ.
હિન્દુ યુવતીઓને વિધર્મીઓના હાથે બરબાદ થતી બચાવવા માટે હિન્દુ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર લાવવા સરદાર પટેલ સેવાદળ ગૃપ દ્વારા ગામેગામ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં એસ.પી.જી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ હતી. જેમાં ગોઠવાના ગ્રામજનો દ્વારા સર્વાનુમત્તે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આગામી સમયમાં વિસનગર તાલુકાના ગામેગામ ખાટલા બેઠકો, મિટીંગો યોજી SPG ની વિચારાધારા સાથે લાઈફ ટાઈમ મેમ્બરશીપના માધ્યમથી વિસનગર શહેર અને ગામોને જોડવામાં સંપુર્ણ સહકાર આપીશું. આ સાથે ગ્રામજનોએ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા તેમજ લગ્ન નોંધણીમાં માતાપિતાની ફરજીયાત સહીનો કાયદો લાવવાની સરદાર પટેલ ગૃપની લડતમાં સમર્થન આપ્યુ હતુ. અને આગામી સમયમાં ગામેગામની ગ્રામ પંચાયતો અને સહકારી મંડળીઓનું સમર્થન મેળવી લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. જેના માટે વિસનગર તાલુકાના છેવાડાના વિસ્તારમા રહેતા તમામ ભાઈ-બહેનોને સંગઠનના માધ્યમથી જોડી તેમને આર્થિક મદદ પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમમાં SPG ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રિંકેશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કિશનભાઈ પટેલ સહિત વિસનગર તાલુકાના હોદ્દેદારો અને ગોઠવાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts