Select Page

અજાણ્યા સાથે વાતચીત કરતા કે લીફ્ટ આપતા સાવધાન

અજાણ્યા સાથે વાતચીત કરતા કે લીફ્ટ આપતા સાવધાન

વિસનગરના વ્યક્તિ ગુજરાતી ફિલ્મ વશ અને હિન્દી ફિલ્મ શેતાનની જેમ વશીકરણનો ભોગ બન્યા

  • મહેસાણા જાવ છો તેમ કહી ગાડીના કાચ ખખડાવ્યા ત્યારબાદ કાર ચાલક મહેસાણા કંઈ રીતે પહોચ્યા તેનુ ભાનજ ન રહ્યુ

વશીકરણ ઉપર બનેલી ગુજરાતી ફિલ્મ વશ અને હિન્દી ફિલ્મ શેતાન જેવોજ ઘટનાક્રમ વિસનગરના એક વ્યક્તિ સાથે તાજેતરમાં બન્યો છે. આ ફિલ્મોમા તો અજાણ્યો વ્યક્તિ ખવડાવીને વશીકરણ કરે છે. ત્યારે મહેસાણા ચાર રસ્તા પાસે ઉભા રહેલા વિસનગરના કાર ચાલક અજાણ્યા યુવાનના વશીકરણનો એવો તો ભોગ બન્યા કે કાર ચાલક મહેસાણા જવા માગતા નહોતા છતા આ યુવાનને કેવી રીતે રાધનપુર ચાર રસ્તા મુકી આવ્યા અને ખીસ્સામાંથી પૈસા આપ્યા તેનુ કોઈ ભાન રહ્યુ નહોતુ. આ બનાવ ઉપરથી એ શબક શીખવાનો છે કે, જો એકલા હોવ તો અજાણ્યા સાથે વાતચીત કરતા કે લીફ્ટ આપતા સાવધાન રહેવુ જરૂરી છે.
કેટલાક લોકો ભુવા ભોપાળામા માનતા નથી. પરંતુ એવા પણ સંતો મહંતો છેકે જેમણે ભક્તિ અને શક્તિથી મેળવેલી સિધ્ધિ પ્રમાણે કહેલા કથન સાચા પડે છે. એટલે આવી શક્તિઓને પણ માનવુ પડે છે. આવી શક્તિ અને મેળવેલી વિદ્યાનો કેટલાક લેભાગુ દૂરઉપયોગ પણ કરે છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચાલક એકલા જતા હોય તે વખતે અજાણ્યો વ્યક્તિ સરનામુ પુછવાના બહાને ઉભા રાખી વાહન ચાલકનુ ચીત્તભ્રમ કરી સોનાનો દોરો કે ખીસ્સામાં મુકેલ પર્સ કાઢી લીધા હોય તેવા અનેક બનાવો બને છે. જેમાંથી કેટલાક બનાવો પોલીસ ચોપડે પણ નોધાયા છે. ગુજરાતી ફિલ્મ વશ અને હિન્દી ફિલ્મ શેતાન વશીકરણ વિદ્યા ઉપર બની છે. જેમાં અજાણ્યો વ્યક્તિ વસ્તુ ખવડાવીને એક પરિવારની યુવતીને વશમાં કરે છે. વિસનગરમાં ખવડાવીને નહી પરંતુ વાતચીત કરીને વશીકરણ કરતો કિસ્સો બન્યો છે.
વિસનગરના એક વ્યક્તિ કાર લઈને કમાણા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા તરફ જતા હતા. મહેસાણા ચાર રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે ફોન આવતા હેપ્પી જર્નિ આગળ કાર ઉભી રાખી વાત કરતા હતા. આ વ્યક્તિ એકલા હતા અને કારનુ એ.સી. ચાલુ રાખી વાતચીત કરતા હતા. એટલામાં એક અજાણ્યો યુવાન આવીને વિન્ડોનો કાચ ખખડાવતા કાર ચાલકે કાચ ઉતારી પુછ્યુ શુ કામ છે. અજાણ્યા યુવકે મહેસાણા જાવ છો તેમ પુછતા કાર ચાલકે ના પાડી વિન્ડો બંધ કર્યો હતો. મહેસાણા જાવ છો તેવુ પુછનાર યુવક કારથી થોડો દૂર ઉભો રહીને કાર ચાલકને જોઈ રહ્યો હતો. ફોન ઉપર વાત કરતા કાર ચાલક પણ અજાણ્યા યુવાનને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી કાર ચાલકે કાચ ખોલી યુવકને બોલાવી ચલ મહેસાણા મુકી જઉ છુ તેમ કહી અજાણ્યા યુવકને બેસાડ્યો હતો. આ યુવકને મહેસાણા રાધનપુર ચાર રસ્તા પાસે ઉતાર્યો. યુવકે એક હજાર રૂપિયા આપો ને તેવુ કહેતા આ કાર ચાલકે ખીસ્સામાંથી નોટોનુ બંડલ કાઢી તેમાંથી રૂા.૫૦૦ ની બે નોટ આપી હતી. અજાણ્યો યુવાન થોડે દૂર જઈને ઉભો રહ્યો હતો અને કાર ચાલકને જોઈ રહ્યો હતો. એટલામા કાર ચાલકના મોબાઈલ ઉપર ફોન આવતાજ ભાન થયુ કે હું મહેસાણા કંઈ રીતે આવ્યો અને કોણ હતો અજાણ્યો યુવક. કારમાંથી ઉતરી અજાણ્યો યુવક જ્યા ઉભો હતો ત્યા જઈને જોતા આ યુવક ગુમ થઈ ગયો હતો. રાધનપુર ચાર રસ્તા આસપાસ લોકો હોઈ આ કાર ચાલકના ખીસ્સામાં મુકેલ નોટોનુ બંડલ રહી ગયુ હતુ. નહીતો આ બંડલ પણ અજાણ્યા યુવકે પડાવી લીધુ હોત. કાર ચાલક તુર્તજ મહેસાણાથી વિસનગર આવી ગયા હતા.
આવા વશીકરણના બનાવો એકલા જતા વ્યક્તિ સાથેજ બને છે. જેથી એક્ટીવા ઉપર કે ફોર વ્હીલ વાહન લઈ એકલુ કોઈ જતુ હોય તો એડ્રેસ પુછવાના બહાને કે લીફ્ટ લેવાના બહાને કોઈ અજાણ્યો વ્યક્તિ જો પુછપરછ કરે તો ખાસ સાવધાન રહેવુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts