Select Page

જ્યા પારદર્શક વહિવટકર્તા ભામાશા મુખ્ય દાતા હોય ત્યા વિકાસ ક્યાથી અટકે ? રૂા. ૪.૫૦ કરોડની બ્લડ બેંકમાં રૂા.૩.૩૫ કરોડનુ દાન

જ્યા પારદર્શક વહિવટકર્તા ભામાશા મુખ્ય દાતા હોય ત્યા વિકાસ ક્યાથી અટકે ? રૂા. ૪.૫૦ કરોડની બ્લડ બેંકમાં રૂા.૩.૩૫ કરોડનુ દાન

વિસનગર કોપરસીટી મરચન્ટ એસો.ના વેપારી મિત્રો, સ્વસ્તિક મિત્ર મંડળ, કોપરસીટી ક્રેડીટ સોસાયટી તથા અન્ય સહયોગી સંસ્થાઓના સહકારથી શહેરના ભામાશા રાજુભાઈ પટેલે જ્યારથી બ્લડ બેંકનુ સંચાલન હાથમાં લીધુ ત્યારથી તેમનુ એક સ્વપ્ન હતું કે પંથકના લોકો વધુમા વધુ લાભ લઈ શકે તે માટે એક અદ્યતન બ્લડ બેંકનુ બીલ્ડીંગ બનાવવુ. જેમાં રાજુભાઈ પટેલના સેવા રથના સારથી પટેલ કિર્તિભાઈ કલાનિકેતનનો અદ્‌ભૂત સહકાર મળ્યો. આજ રાજુભાઈ પટેલનુ ચાર વર્ષ પહેલા સેવેલુ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે. ૧૬૦૦ વાર જગ્યામા રૂા.૪.૫૦ કરોડના ખર્ચે બ્લડ બેંકનુ અદ્યતન બીલ્ડીંગ બનાવવા સંસ્થાના પ્રમુખ શહેરના ભામાશા રાજુભાઈ પટેલે વ્યક્તિગત રૂા.૫૧ લાખ દાન આપી દાતાઓને અપીલ કરતા રૂા.૩.૩૫ કરોડનુ દાન મળ્યુ છે.
રૂા.૫૧ લાખ બ્લડબેંકના પ્રમુખ રાજુભાઈ કાનજીભાઈ પટેલ(આર.કે.), રૂા.૫૧ લાખ હિતેષભાઈ કાનજીભાઈ પટેલ નટરાજ સ્ટુડીઓ યુ.એસ.એ., રૂા.૫૧ લાખ પ્રકાશભાઈ એસ.પટેલ ચેરમેન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા રૂા.૫૧ લાખ બ્રિજેશકુમાર અમૃતલાલ પટેલ કંસારાકુઈ એ માતબર દાનની જાહેરાત કરી
નવરાત્રી સુધીમાં બ્લડ બેંકનુ અદ્યતન બીલ્ડીંગ તૈયાર થઈ જશે તેવુ રાજુભાઈ પટેલે વેપારીઓની મીટીંગમાં જણાવ્યુ હતુ.
જ્યા વેપારીઓના જૂથબળનો રાજકીય લાભ ખાટવા નહી પરંતુ સકારાત્મક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે તો શુ ન કરી શકાય તે શહેરના ભામાશા અને વિવિધ સંસ્થાઓના પારદર્શક વહિવટકર્તા રાજુભાઈ પટેલે સાબીત કરી બતાવ્યુ છે. ર્ડા.મિહિરભાઈ જોષી, ર્ડા.મહેશભાઈ ગાંધી, કિરીટભાઈ શાહ, ર્ડા.ડાહ્યાભાઈ પટેલ જેવા શ્રેષ્ઠીઓની દુરંદેશીથી સ્થાપીત વિસનગર વૉલન્ટરી બ્લડ બેંક એક વટવૃક્ષ બનવા તરફ જઈ રહી છે. રાજુભાઈ પટેલે તેમના સહીયોગી મિત્ર મંડળ તથા વેપારીઓના સહકારથી વર્ષ ૨૦૨૦ માં બ્લડ બેંકનુ સંચાલન હાથમાં લીધા બાદ રૂા.૧.૫૦ કરોડ ઉપરાંત્તનુ માતબર દાન મેળવી પ્લાઝમા સેન્ટર અને કમ્પોનન્ટ સેન્ટર શરૂ કર્યુ. બ્લડ બેંકનુ કાર્ય વધતા જગ્યા નાની પડતા અદ્યતન બીલ્ડીંગ બનાવવા છેલ્લા એક વર્ષથી પ્રયત્નો થતા હતા. ૬૦૦ થી ૭૦૦ વાર સુધીના પ્લોટની ૧૬ થી ૧૭ જગ્યા જોયા બાદ આદર્શ વિદ્યાલયની સામે વિજાપુર કમાણા રોડ સર્કલ પાસેના જયમાડી મિનરલ વોટરની હિરાના કારખાનાવાળી ૧૬૦૦ વારની જગ્યા યોગ્ય લાગતા રૂા.૧.૭૫ કરોડમાં સોદો કર્યો. મિલ્કતના માલિક પાટણના વતની અને મુંબઈના હિરાના વેપારી અમી જેમ્સવાળા મિહિરભાઈ શાહે જગ્યાની રૂા.૨.૨૫ કરોડની કિંમત નક્કી કરી હતી. પરંતુ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ દોશી અને જમીન દલાલીનુ મોટુ કામ કરતા રાજુભાઈ પટેલના પ્રયત્નોથી તેમજ બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલે સંસ્થાના સેવા કાર્યોની વિગતો આપતા જમીન માલિકે નક્કી કરેલી કિંમત કરતા રૂા.૫૦ લાખ ઓછામા રૂા.૧.૭૫ કરોડમાં જગ્યા આપવા સંમતી આપી.
સાર્વજનિક સ્મશાનના સિવિલ વર્કમા માનદ સેવા આપતા શહેરના જાણીતા આર્કિટેક વંદના એસોસીએટ્‌સના મુકેશભાઈ પટેલે બ્લડ બેંકમાં પણ માનદ્‌ સેવાની તૈયારી બતાવી અને જમીન સાથે કુલ રૂા.૪.૫૦ કરોડનો એસ્ટીમેટ આપ્યો. જ્યારે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવાના કાર્યો કરવાની મનમા ઠાન લીધી હોય તો દાતાઓનો સહકાર મળવાનોજ છે તેવો રાજુભાઈ પટેલને વિશ્વાસ હતો. જેમણે દાનની ટહેલ નાખતા પહેલા વ્યક્તિગત રૂા.૫૧ લાખનુ દાન આપ્યુ. ત્યારબાદ રાજુભાઈ અને કિર્તિભાઈ પટેલે દાતાઓનો સંપર્ક કરતા રૂા.૬ કરોડના દાતાઓ તૈયાર થયા.
બ્લડ બેંકના અદ્યતન વિકાસ માટે દાન આપનાર દાતાઓને સન્માનવા ભવ્ય કાર્યક્રમ થશે. તે પહેલા સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા આપવા તથા દાતાઓને સન્માનવા આર.કે.પાર્ટી પ્લોટમાં તા.૨૦-૬-૨૦૨૪ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોઈ જશ લેવા માટે કે પોતાનુ મહત્વ દર્શાવવા નહી પરંતુ સમાજ સેવાની ભાવનાથી કામ કરતા હોવાથી રાજુભાઈ પટેલ અને બ્લડ બેંકના હોદ્દેદારોએ સ્ટેજ ઉપર નહી પણ વેપારીઓ સાથે સ્થાન ગ્રહણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ર્ડા.મિહિરભાઈ જોષી, ર્ડા.ડાહ્યાભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ સમર્થ, હરેશભાઈ પટેલ પૂજા ડેવલોપર્સ, જશુભાઈ પટેલ કાંસા, કેશવલાલ શેઠ સ્વાગત હોટલ, ચંદુભાઈ પટેલ પાપડીવાળા, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, કરશનભાઈ લાછડી, નટુભાઈ સદુથલા, પરેશભાઈ પટેલ પ્રમુખ કોપરસીટી, બ્રિજેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ અંબીકા એલોઈઝ, સુભાષભાઈ પટેલ, નારાયણભાઈ પ્રગતિ, વી.જી.આર., લાલભાઈ પટેલ પટેલ જ્વેલર્સ, નીરજભાઈ પટેલ, ભરતભાઈ પટેલ લાછડી, સુનિલભાઈ કદમ, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, મુકેશભાઈ પટેલ આર્કિટેક, પ્રવિણભાઈ ચૌધરી આવકાર, પી.સી.પટેલ માર્કેટયાર્ડ, ડાહ્યાભાઈ પટેલ ગ્લોબલ ઓનેસ્ટ, રાજુભાઈ પટેલ ઓમકાર, જગદીશભાઈ પટેલ ગળીયા, શૈલેષભાઈ રાવલ દાદાજી, કોપરસીટી મરચન્ટ એસો.ના હોદ્દેદારો, સ્વસ્તિક મિત્ર મંડળ, કોપરસીટી ક્રેડીટ સોસાયટીના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રમુખો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
બ્લડ બેંકના એમ.ડી. કિર્તિભાઈ પટેલે સ્વાગત કરી તા.૧૧-૧-૨૦૨૦ થી સંસ્થાનુ સંચાલન હાથમાં લીધા બાદ કેટલો વિકાસ કર્યો તેની રૂપરેખા આપી હતી. રૂા.૫૧ લાખથી રૂા.૧૧,૦૦૦ સુધીનુ દાન આપનાર દાતાઓનુ ફુલછડી અને શાલથી સન્માન કરવામાં આવ્યુ હતુ. કોપરસીટી પ્રમુખ પરેશભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું કે રાજુભાઈ પટેલના કારણે વિસનગરનો ગ્રોથ થઈ રહ્યો છે અને પ્રગતિશિલ શહેર બનવા તરફ જઈ રહ્યુ છે. રાજુભાઈ પટેલના પ્રયત્નોથી સંસ્થાઓનો વિકાસ થઈ રહ્યો છે અને સંસ્થાઓ એક બીજાની પૂરક બની રહી છે. રાજુભાઈ પટેલના હકારાત્મક અભિગમથી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કોપરસીટી એસો.ના પ્રમુખમંત્રી અને દાતાઓ ઉપસ્થિત રહ્યા છે. બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સેવા કાર્યમાં ૩૫ વર્ષથી સ્વસ્તિક મિત્ર મંડળ પડખે રહ્યુ છે. કોપરસીટી મરચન્ટ એસો.ના વેપારીઓ અને દાતાઓના સહકારથી સંસ્થાઓનો વિકાસ થઈ રહ્યો છે. બ્લડ બેંકના વિકાસમાં રકમ ખૂટે તો બીજુ દાન આપવાની પણ દાતાઓએ તૈયારી બતાવી હોવાનુ જણાવ્યુ હતુ. બ્લડ બેંકના વિકાસમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે આપેલ સહકાર બાબતે જણાવ્યુ હતું કે, આરોગ્ય મંત્રીના પ્રયત્નોથી બ્લડ બેંકને રૂા.૬૭ લાખની રક્તવાહિની મળી છે. જેના કારણે ઉનાળામાં આઠ થી દશ કેમ્પ કરી શકાયા છે. હિટવેવમા ગુજરાતની મોટા ભાગની બ્લડ બેંકમાં રક્તની શોર્ટેજ હતી ત્યારે વિસનગર બ્લડ બેંકે જરૂરીયાતવાળા તમામ દર્દીઓને રક્ત આપ્યુ છે. અત્યારે રોજની ૨૫ કરતા પણ વધારે બોટલ બ્લડ બેંકમાંથી જાય છે. બ્લડ બેંકના વિકાસમાં દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો. બ્લડ બેંકમાં વર્ષ ૧૯૯૨ થી અવિરત સેવા આપતા ભોગીભાઈ પટેલનુ ર્ડા.મિહિરભાઈ જોષી, ર્ડા.ડાહ્યાભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. બ્લડ બેંકના લાભાર્થે નવરાત્રીનુ આયોજન કરવાનુ પણ જણાવ્યુ હતુ.
બ્લડ બેંકમાં દાન આપનાર દાતાઓની યાદી
૫૧,૦૦,૦૦૦ રાજેશકુમાર કાનજીભાઈ પટેલ (આર.કે.), ૫૧,૦૦,૦૦૦ હિતેશભાઈ કાનજીભાઈ પટેલ (યુ.એસ.એ.), ૫૧,૦૦,૦૦૦ પ્રકાશભાઈ એસ.પટેલ ચેરમેન એસ.કે.યુનિવર્સીટી, ૫૧,૦૦,૦૦૦ બ્રિજેશકુમાર અમૃતલાલ પટેલ (કંસારાકુઈ) ફોટોનીક્સ વોટરટેંક પ્રા.લી., ગાંધીનગર, ૧૨,૯૫,૪૦૫ લક્ષ્મીબેન અંબાલાલ પટેલ (પત્રકાર), ૧૧,૦૦,૦૦૦ અશ્વિનભાઈ ઈશ્વરભાઈ પટેલ (અંબિકા એલોઈઝ), ૧૧,૦૦,૦૦૦ હરેશભાઈ કરશનભાઈ પટેલ (પૂજા ડેવલોપર્સ), ૧૧,૦૦,૦૦૦ સુભાષભાઈ વિરચંદભાઈ પટેલ (વિ.જી.આર.), ૧૧,૦૦,૦૦૦ પરીમલભાઈ જોઈતારામ પટેલ (એવરેસ્ટ), ૧૧,૦૦,૦૦૦ ઈશ્વરલાલ શંકરલાલ પટેલ (બિરલા શેઠ- યુ.એસ.એ.), ૧૧,૦૦,૦૦૦ રાજુભાઈ ડાહ્યાભાઈ પટેલ (દાળીયા) ચેરમેન મરચન્ટ એજ્યુકેશન, ૧૧,૦૦,૦૦૦ પટેલ જ્વેલર્સ (લાલાભાઈ જશવંતભાઈ પટેલ, ૧૧,૦૦,૦૦૦ કેશવલાલ અમથાલાલ પટેલ (કેશવલાલ શેઠ), ૫,૫૧,૦૦૦ ભાવેશભાઈ ભગવાનભાઈ પટેલ (શ્રીજી બુલીયન), ૫,૫૧,૦૦૦ નીરજ પ્રભુદાસ પટેલ (કંસારાકુઈ), ૫,૦૦,૦૦૦ ભરતભાઈ ભોળાભાઈ પટેલ (લાછડીવાળા) રવિ ફિનર્કાપ લી., ૨,૧૧,૦૦૦ જગદીશભાઈ બાબુલાલ (ગોળવાળા), ૧,૫૧,૦૦૦ સ્વ. દત્તાત્રેય હબીરા કદમ હસ્તે. સુનિલભાઈ કદમ, ૧,૧૧,૦૦૦ સ્વ. બાલમુકુંદભાઈ ગોવર્ધનદાસ બ્રહ્મભટ્ટ (પ્રચાર સાપ્તાહિક), ૧,૧૧,૦૦૦ જગદીશભાઈ સુરેશભાઈ પટેલ (ગળીયા), ૧,૧૧,૦૦૦ પટેલ રમણભાઈ ઈશ્વરલાલ ચોક્સી, ૧,૦૧,૦૦૦ ગુરૂશ્રી ઉમેદપુરી બાપુ સમાધી સ્થળ- સદુથલા કૈલાસટેકરી, હસ્તે. પ્રયાગપુરી મહારાજશ્રી, ૧,૦૧,૦૦૦ ઉસ્માનભાઈ કરીમભાઈ શેઠ હસ્તે ઈર્શાદ શેઠ, ૧,૦૦,૦૦૦ મહેન્દ્રભાઈ રામાભાઈ પટેલ (કમાણા), ૧,૦૦,૦૦૦ ભરતભાઈ બળદેવભાઈ પટેલ (ચોક્સી) ગોવિંદ ચકલા, વિસનગર, ૧,૦૦,૦૦૦ રાજુભાઈ ભગવાનભાઈ (ઓમકાર-દલાલ), ૧,૦૦,૦૦૦ ભાવસાર કનૈયાલાલ ગરીધરલાલ (શહીદ) હસ્તે. રજનીકાન્તભાઈગીરધરલાલ, ૬૧,૦૦૦ પટેલ જયંતિભાઈ કેશવલાલ (લોખંડવાળા) ઝ્રર્/ પુજા ડેવલોપર્સ, ૫૧,૦૦૦ પટેલ દિનેશભાઈ રામાભાઈ પટેલ (કમાણા), ૫૧,૦૦૦ પટેલ ભરતભાઈ ભીખાભાઈ (લાડોલ), ૫૧,૦૦૦ પટેલ ચંદુભાઈ પરષોત્તમભાઈ (પાપડીવાળા), ૫૧,૦૦૦ સુથાર દશરથભાઈ ત્રિભોવનદાસ હસ્તે. ડા. અનિલભાઈ સુથાર, ૫૧,૦૦૦ પટેલ ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ ઝ્રર્/ પુજા ડેવલોપર્સ, ૫૧,૦૦૦ પટેલ મહેન્દ્રભાઈ હરગોવિંદદાસ (એ વન ચા વાળા), ૨૧,૦૦૦ સંજયકુમાર અમૃતલાલ સથવારા (એડવોકેટ) ઉમતા હાલ- વિસનગર, ૧૧,૦૦૦ બાબુભાઈ ગોપાળદાસ પટેલ (પ્રોફેસર) સદુથલા

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us