Select Page

પાલિકાની ઉદાસીનતાથી ગટર લાઈનના સાધનો ધુળખાતી હાલતમા

પાલિકાની ઉદાસીનતાથી ગટર લાઈનના સાધનો ધુળખાતી હાલતમા

વિસનગરમાં જી.યુ.ડી.સી.ની ગટર યોજના સંપુર્ણ ફેલ થતા વિકાસમંચ અને કોંગ્રેસના શાસનમાં હેન્ડ ઓવર કરવાનુ ટાળ્યુ હતુ. પરંતુ પાલિકાના ભાજપના શાસનમાં શહેરની ગટર લાઈનની મુશ્કેલીને અનદેખી કરી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા આ યોજના ક મને હેન્ડ ઓવર કરી હોવાનુ ચર્ચાતુ હતુ. જે આજે સાબિત થયુ છે. પાલિકાની ઉદાસીનતાથી ગટર લાઈનના લાખ્ખો રૂપિયાના સાધનો ધુળ ખાઈ રહ્યા છે. શહેરમા અનેક સ્થળે ગટરની સમસ્યા છે. પરંતુ ક મને ગટર લાઈન યોજના સ્વિકારી હોવાથી સાધનો રીપેરીંગ કરવા કોઈ રસ દાખવતા નથી.
વિસનગર પાલિકામા ભારતીય જનતા પાર્ટીના વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ ના શાસનના અંતમાં જી.યુ.ડી.સી.ની ગટર લાઈન યોજનાનો સર્વે થયો હતો અને ત્યારબાદ રૂા.૨૪ કરોડના ખર્ચે ગટર લાઈનથી વંચીત વિસ્તારમા ખોદકામ શરૂ થયુ હતુ. ગટર લાઈન ન હતી તેવી સોસાયટી વિસ્તારમાં ગટરની સમસ્યાઓનો અંત આવશે તેવુ ચુંટણી સભાઓમાં કહેવામાં આવતુ હતુ. પરંતુ લેવલ વગરનું અને હલકી ગુણવત્તાનુ કામ થતા તેમજ ફાઈબરની પાઈપ લાઈનો દબાઈ જતા ગટર લાઈનની આખી યોજના ફેલ થઈ હતી. પાલિકા આ યોજના હેન્ડ ઓવર નહી કરતા જી.યુ.ડી.સી.માથી કોન્ટ્રાક્ટરની ડિપોઝીટ મુક્ત થતી ન હોતી. વિકાસ મંચ અને કોંગ્રેસના ગઠબંધનના શાસનમાં પાલિકા આ યોજના હેન્ડ ઓવર કરે તે માટે કોન્ટ્રાક્ટરે ભારે ધમપછાડા કર્યા હતા. જે માટે રૂા.૫૦ લાખ સુધીની ઓફર થઈ હોવાનુ પણ ચર્ચાતુ હતુ. પરંતુ શહેરના હિતના ભોગે ગઠબંધનના બોર્ડે ગટર લાઈન યોજના હેન્ડ ઓવર કરવાનુ ટાળ્યુ હતુ.
પાલિકા યોજના હેન્ડ ઓવર કરે તો ગટર લાઈનની લાખ્ખોની કિમતી મશીનરી પણ મળવાની હતી. પરંતુ ગટર લાઈનો ફેલ હોવાથી આ મશીનરી કોઈ કામની ન હોતી.
પાલિકામાં સત્તા પલટાતા ભાજપનુ શાસન આવ્યુ અને કોન્ટ્રાક્ટરે યોજના હેન્ડ ઓવર માટે ફરીથી પ્રયત્નો કર્યા હતા. જેમા કોન્ટ્રાક્ટર સફળ થયો અને ભાજના શાસનમાં શહેરના હિતનો વિચાર કર્યા વગર યોજના પાલિકાએ હેન્ડ ઓવર કરી અને જી.યુ.ડી.સીમાંથી કોન્ટ્રાક્ટરને ફસાયેલ ડીપોઝીટ મળી. વિધાનસભાની ચુંટણી પહેલા ગટર લાઈન હેન્ડ ઓવરનો કારસો રચાયો હતો. જેમા જે ને મળવાનુ હતુ તે મળી ગયુ પરંતુ અત્યારે ગટરો ઉભરાવાથી શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે. પાલિકાએ ગટર લાઈન હેન્ડ ઓવર કરતાજ ગટર લાઈનની મશીનરી પણ મળી છે. ગટર લાઈન સફાઈ કરવાનુ મોટુ જેટીંગ તથા અન્ય સાધનો લાખ્ખોની કિંમતના છે. જે અત્યારે મહેસાણા રોડ ઉપર આવેલ પપીંગ સ્ટેશનમા ભંગાર હાલતમાં ધુળ ખાઈ રહ્યા છે. બે વર્ષથી રીપેરીંગ કરવાનો પ્રયત્ન નહી કરતા સાધનોના ટાયર પણ માટીમાં ખુંપી ગયા છે. અત્યારે શહેરમા ગટર સફાઈના સાધનોના અભાવે ઘણા વિસ્તારોમા ગટરો ઉભરાય છે. આ ધુળ ખાતા સાધનો રીપરીંગ કરવામા આવે તો ઘણા ઉપયોગી બને છે. પરંતુ ક મને હેન્ડ ઓવર કરાયેલી યોજનાના સાધનો રીપેરીંગ માટે પાલિકા રસ દાખવતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us