વિસનગર તાલુકા પંચાયતની ગાડીનો વિમો નહી લેતા ચર્ચા
વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.ની ભંગાર હાલતની સરકારી ગાડીનો છેલ્લા બે માસથી વિમા વગર ઉપયોગ થતો હોવાનું ચર્ચાય છે. ત્યારે સામાન્ય વાહનચાલકોને માથાના વાળ જેટલા નિયમો બતાવતી પોલીસને આ વિમા વિનાની ટી.ડી.ઓ.ની ગાડી કેમ દેખાતી નથી? તે પ્રશ્ન આમ નાગરિકોને સતાવી રહ્યો છે.
વિસનગર સહિત સમગ્ર મહેસાણા જીલ્લાની પોલીસ હાઈવે ઉપર દોડતા વાહનોને પકડી તેના ચાલકોને ટ્રાફિકના નિયમોનુ પાલન કરાવે છે. કેટલાક પોલીસ કર્મચારીઓ તો સામાન્ય વાહન ચાલકને માથાના વાળ જેવડા ઇર્ં ના નિયમો અનેે કાયદા બતાવી તેમની પાસેથી દંડ વસુલે છે. જ્યારે કેટલાક તો ટ્રાફિકના નિયમો બતાવી વાહનચાલકો પાસેથી તોડપાણી કરે છે. પરંતુ આજ પોલીસને વીમા પાર્સિંગ વગર દોડતા સરકારી વાહનો દેખાતા નથી. અગાઉ વિસનગર નગર પાલિકાના ટ્રેક્ટરો વિમા પાર્સિંગ વગર ત્રણ-ચાર વર્ષ સુધી શહેરમાં દોડતા હતા. છતાં પાલિકાના અધિકારી કે ટ્રેક્ટરોના વિમા પાર્સિંગ કરાવી ઇર્ં ના નિયમોનું પાલન કરવાનુ વિચાર્યુ ન હોતુ. બીજી તરફ શહેર પોલીસે પણ પાલિકાના પાર્સિંગ વિનાના ટ્રેક્ટરો પકડવાની હિંમત કરી ન હોતી. આ ટ્રેક્ટરોના બાકી પેમેન્ટનોે વિવાદ થતા ઇર્ં પાર્સિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યારે વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ.ની ભંગાર હાલતની સરકારી ગાડીનો છેલ્લા બે માસથી વિમા પોલીસી વિના ઉપયોગ થતો હોવાનું ચર્ચાય છે. જે બાબતે પત્રકારે ટી.ડી.ઓ. સુચીબેન પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયતની સરકારી ગાડી છેલ્લા બે વર્ષથી ખખડધજ ભંગાર હાલતમાં છે. આ ગાડી લઈને કોઈપણ કામે અમારે બહાર નિકળવુ જોખમરૂપ છે.
સરકારના નાણાં બચાવવા માટે તાલુકા પંચાયતની ભંગાલ હાલતની ગાડીનો વિમો લીધો નથી. અત્યારે બીજી નવી ગાડી લાવવાની પ્રક્રિયા થઈ ગઈ છે- ટી.ડી.ઓ. સુચીબેન પટેલ
સરકારી ગાડીની ભંગાર કન્ડીશનને ધ્યાને રાખી અમે બીજી નવી ગાડી લાવવાની પ્રક્રીયા કરી છે. અને થોડા દિવસમાં નવી ગાડી આવી જશે. આતો ભંગાર ગાડી પાછળ વિમાના આશરે રૂા.૧૮૦૦૦ ખોટો ખર્ચ ન થાય તે માટે ગાડીનો વિમો લેવાનું ટાળ્યુ હતુ અને હું હાલમાં તાલુકા પંચાયતના કામે મારી પર્સનલ કારનો ઉપયોગ કરૂ છું. સરકારના નાણાં બચાવવા માટે તાલુકા પંચાયતની ભંગાર હાલતની ગાડીનો વિમો લીધો નથી.