Select Page

કેન્દ્ર સરકારે ટેકાના ભાવ જાહેર કર્યાનો જસ લોલીપોપ કહેવાશે ખેરાલુમાં ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરાશે-મુકેશભાઈ દેસાઈ

કેન્દ્ર સરકારે ટેકાના ભાવ જાહેર કર્યાનો જસ લોલીપોપ કહેવાશે ખેરાલુમાં ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરાશે-મુકેશભાઈ દેસાઈ

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ મળી હતી. જેમા ટેકાના ભાવે ખરીદી કરવા માટેના ભાવોમાં વધારો કરવામા આવતા ખેડુતો ખુશ થયા છે. પરંતુ વાસ્તવિક્તા શુ છે ? તે ક્યાં કોઈ જાણે છે. ખાસ કરીને તેલીબિયા, રાગી, કઠોળ, જવના એમ.એસ.પીમા વધારો કરવામા આવ્યો છે. પરંતુ આ સરકારી લોલીપોપથી વધારે કશુ જ નથી ખેરાલુ વિધાનસભાના વડાપ્રધાનના માદરે વતન વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા કયાંય પણ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો શરૂ કરાયા જ નથી આવી જ રીતે ગુજરાત રાજ્યના અનેક તાલુકાઓમાં ખરીદ કેન્દ્રો ખોલાયા નથી તો સમગ્ર દેશમાં કેટલા તાલુકામા ખરીદ કેન્દ્રો ખુલ્યા નથી તેનો હિસાબ કેન્દ્ર સરકાર જાહેર કરશે ખરી. તેવુ ગુજરાત પ્રદેશ કોગ્રેસના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ જણાવે છે.
તેમણે વધુમા જણાવ્યુ છે કે ખેડુતોનો માલ તૈયાર થાય તે પહેલા ખરીદી કેન્દ્રોની જાહેરાત કરવી જોઈએ પરંતુુ ખરીદ કેન્દ્રો જ ન ખુલતા ખેડુતો જાય ક્યા ? રવિ સિઝનમા રાયડો, એરંડા, ઘંઉ, વરીયાળી, કપાસ જેવા પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવે ખરીદી થઈ હોય તેવુ કોઈ જગ્યાએ દેખાતુ નથી. એક કીલો પણ માલ ટેકાના ભાવે ખરીદાયો નથી જેના કારણે ખેડુતોનો માલ પાણીના ભાવે વેચાઈ ગયો. રાયડો રૂા.૭૦૦/- ના ભાવે વેચાઈ ગયો તેવી જરીતે તમામ પાકો એરંડા, વરીયાળી, કપાસ અને ઘંઉ વેચાઈ ગયા, બજારનો સપોર્ટન મળતા ખેડુત બાપડો બિચારો થઈને મફતના ભાવે માલ વેચી પાયમાલ થઈ ગયો, માલ વેચીને બેન્કો અને સહકારી મંડળીઓના લ્હેણા ભરવાના હોય છે. તે કેવી રીતે નાણા ભરે તે મોટો સવાલ છે.
૧૯-૬-ર૦ર૪ ના રોજ કેન્દ્રીય કેબિનેટ મળી અને તેમા નિર્ણય થયા મુજબ રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે ટીવી ઉપર પત્રકાર પરિષદ કરીને ખોટો જસ લેવા મોટી મોટી જાહેરાત કરી કે ટેકાના ભાવમા વધારો કરવામા આવ્યો. પરંતુ ટેકાના ભાવે માલ કયારે ખરીદાશે તેનુ ટાઈમ ટેબલ જાહેર કર્યુ નથી. ખેડુતોનો માલ બજરમા આવવાનો હોય તેના ૧પ દિવસ પહેલા તમામ ગંજ બજારોમાં કેન્દ્રો ઉભા કરવા જોઈએ તેમજ તેનુ પેમેન્ટ એ.પી.એમ.સી.મા મળે છે તેવી રીતે ખેડુતોને તાત્કાલીક મળવુ જોઈએ. કેટલીક જગ્યાએ ટેકાના ભાવે ખરીદી થાય છે પરંતુ ૧મહિના પછી પેમેન્ટ મળે છે. જેથી ખેડુતો પારાવાર પરેશાની ભોગવે છે. બીજુ ખેડુતોના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરવાની રીત પણ ખોટી છે. ખેડુતો પોતે અભણ હોય છે. ઓનલાઈન નોંધણી કરાવી શકતો નથી. ખેડુતોના ૭-૧ર ના ઉતારા આધારે સીધી ખરીદી કરવી જોઈએ. જેથી ખેડુત આસાનીથી માલ ભરાવી શકે હવે કેટલીક જગ્યાએ ટેકાના ભાવે માલ ખરીદી કેન્દ્રો શરુ કરવામા આવશે ત્યારે ખેડુતો પાસે માલ વેચાઈ ગયો છે. જેથી ટેકાના ભાવે માલ વેચનારા સુખી સંપન્ન અને વેપારીઓને લાભ મળે છે. નાના- સિમાંત ગરીબ અને મધ્યમ વર્ગના ખેડુતોને લાભ મળતો નથી. ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકામા કોઈ જગ્યાએ રાયડા ખરીદ કેન્દ્ર નહોતુ જે ખુબ જ દુઃખદ બાબત છે. વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા ખરીદ કેન્દ્રો અગાઉ ચાલુ હતા ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા અધિકારીઓની બદલી કરવા પણ રજૂઆતો થઈ હતી. જેથી આ વખતે ખેરાલુ વિધાનસભામા ખરીદ કેન્દ્રો અપાયા નથી તેવુ ચર્ચાય છે. ખેડુતોની આવક ડબલ કરવાના વાયદામા ૧૦ વર્ષ થયા છતા આવક ડબલ થઈ નથી જેથી હવે કોઈ ખેતી કરવા તૈયાર જ નથી. બીજી બાજુ પ્રાકૃતિક આફતોમાં વાવાઝોડા, કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન થાય ત્યારે સરકાર કોઈ વળતર ચુકવતી નથી ખેત વિમો કોઈને મળ્યો હોય તેવુ જણાતુ નથી જો આવુ ને આવુ જ ચાલશે તો ખેડુતો પાયમાલ થશે અને ભુખમરો આવશે તેવુ મુકેશભાઈ દેસાઈ જણાવે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us