Select Page

૪૪મી રથયાત્રામાં વિવિધ નૃત્ય મંડળો આકર્ષણ જમાવશે

૪૪મી રથયાત્રામાં વિવિધ નૃત્ય મંડળો આકર્ષણ જમાવશે

હરિહર સેવા મંડળમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા માટે તડામાર તૈયારીઓ

  • હરિહર સેવા મંડળમાં તા.૬-૬-૨૦૨૪ ના રોજ સાંજે રક્તદાન કેમ્પ યોજાશે

વિસનગરમાં ૪૪ મી રથયાત્રા માટે હરિહર સેવા મંડળમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં આકર્ષક બગીઓ, નૃત્ય મંડળો, વેશભૂષા ભારે આકર્ષણ જમાવશે. ધર્મ સાથે સમાજ સેવાનુ પણ કામ થાય તે માટે આ પ્રસંગે રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે. ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ હરિહર સેવા મંડળમાં વિસનગર બ્લડ બેંકના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં દાતાઓના સહકારથી દરેક રક્તદાતાને આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે.
વિસનગરમાં અષાઢી બીજે તા.૭-૭-૨૦૨૪ ને રવિવારના રોજ હરિહર સેવા મંડળમાંથી સવારે ૧૦-૦૦ કલાકે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને બાલભદ્રજી સાથે નગરચર્યા માટે રથયાત્રામાં નિકળશે. ઉમિયા માતાની વાડી મોસાળા મહોત્સવમાં લગભગ બે કલાકનો વિરામ હોવાથી આ વર્ષે એક કલાક વહેલી રથયાત્રા પ્રસ્થાન કરશે. સવારે ૯-૦૦ કલાકે રથ ખેચવાની ઉછામણી થશે. પુજા પાઠ અને આરતી બાદ રથયાત્રા પ્રસ્થાન કરશે. ધાર્મિક કાર્ય સાથે સમાજ સેવાનુ કાર્ય થાય તે માટે આ પ્રસંગે રક્તદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રથયાત્રાના પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૬-૭-૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે ૫-૦૦ થી ૯-૦૦ કલાક દરમ્યાન હરિહર સેવા મંડળમાં રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રક્તદાતાઓને હરિહર સેવા મંડળ તરફથી પાણી ઠંડુ રહે તેવી ૧.૫ લીટરની બોટલ તેમજ ઓમકાર પ્લાયવુડ, જલારામ સેનેટરી, રાજેન્દ્રભાઈ ગાંધી અને જયકૃષ્ણભાઈ પટેલ તરફથી આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે.
હરિહર સેવા મંડળના પ્રાગણમાં જેઠ વદ અગીયારસ તા.૨-૭-૨૪ ના રોજ ભગવાનનો રથ બહાર કાઢી સફાઈ કરી શણગારવામાં આવશે. ૪૪ મી રથયાત્રા ખુબજ ભવ્ય રીતે નિકળે દર્શનાર્થીઓમાં આકર્ષણ જમાવે તે માટે હરિહર સેવા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રામાં આકર્ષક બગી, વિવિધ નૃત્ય મંડળો, ભજન મંડળો, વિવિધ વેશષૂભા ભારે આકર્ષણ જમાવશે. મહાસુખભાઈ વ્યાયામ શાળાના વ્યાયામ વિરો દ્વારા દિલધડક કસરતના દાવ કરવામાં આવશે. ઉનાળાની સખ્ત ગરમી હોવાથી હરિહર સેવા મંડળ દ્વારા જણાવ્યુ છેકે રથયાત્રીઓ માટે બપોરે મોસાળા મનોરથમાં અને સાંજે સંસ્થા દ્વારા હરિહર સેવા મંડળમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગરમીને લક્ષમાં રાખીને લીંબુ શરબત, ઓરેન્જ શરબત, કોલ્ડ્રીંક્સ, છાસ, ઠંડા પાણીના સેવા કેમ્પ કરવામાં આવે તો રથયાત્રામાં જોડાનાર ધર્મજનો માટે અનુકુળતા રહેશે. સંસ્થા દ્વારા બીજુ એ પણ ખાસ જણાવ્યુ છેકે, રથયાત્રા નિમિત્તે સંસ્થાના કાર્યકરો દ્વારા ઘેર ઘેર ફરી કોઈ દાન ઉઘરાવવામાં આવતુ નથી. દાન આપવા ઈચ્છતા દાતાઓએ સંસ્થાની ઓફીસે દાન આપી પાવતી મેળવી લેવી. રથયાત્રા દરમ્યાન સંસ્થાના સેવકો પેટી લઈને દાન ઉઘરાવે છે. જેથી પેટી લઈ આવનારનેજ દાન આપવુ. રથયાત્રાના પ્રસાદમાં જાંબુ, કાકડી અને મગનુ દાન આપવુ હોય તો સંસ્થાની ઓફીસે પહોચતુ કરવાનુ રહેશે. રથયાત્રામાં શહેરના વેપારીઓ દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે. આ વર્ષે રવિવારે રથયાત્રા હોવાથી રથયાત્રામાં સહકાર આપવા બજારો ચાલુ રાખવા વિસનગર વેપારી મહામંડળ દ્વારા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us