Select Page

અષાઢી બીજને રથયાત્રાના દિવસે દાનના પ્રવાહ સાથે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકની નવી જગ્યામાં ભૂમિપુજન કરાયુ

અષાઢી બીજને રથયાત્રાના દિવસે દાનના પ્રવાહ સાથે વિસનગર વોલન્ટરી બ્લડ બેંકની નવી જગ્યામાં ભૂમિપુજન કરાયુ

વિસનગર શહેરમાં આમ જનતાની સેવા માટે સમાજ સેવકોની અનેરી ભૂમિકા બની રહેલી છે. ભૂતકાળમાં માનનીય સાંકળચંદ કાકાને સેવા સંસ્થાઓની સ્થાપના માટે યાદ કરીએ છીએ તેમ આજે ભૂતકાળની યાદો વર્તમાનમાં તાજી થઈ રહી છે. રાજુભાઈ પટેલ(આર.કે.જ્વેલ્સ)ના નેતૃત્વ નીચે સ્વસ્તિક મિત્ર મંડળ અને કીર્તિભાઈ પટેલના નેતૃત્વ નીચે કોપર સીટી ગૃપ પોજીટીવ રીતે અને મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. જેમાં હાલ બ્લડ બેંકમાં રાજુભાઈ પટેલ આર.કે. પ્રમુખ પદે છે અને કિર્તીભાઇ પટેલ કલાની કેતન મેનેજિંગ ડિરેક્ટર છે અને સ્વસ્તિક મિત્ર મંડળની મોટી ટીમ અને કોપર સીટીની મોટી ટીમ એમ સર્વેના સંયુક્ત પણે વિસનગર બ્લડ બેંક માટે નવું મકાન બનાવવા જઈ રહ્યા છે. રથયાત્રા અને અષાઢી બીજને રવિવારના દિવસે સવારે ૭-૦૦ કલાકે વિસનગર બ્લડ બેંકની નવી જગ્યામાં કથા પૂજન અને ભૂમિ પૂજન રાખવામાં આવ્યું હતું. આ પૂજનમાં સંસ્થાના પ્રતિનિધિ તરીકે કનૈયાલાલ પટેલ તેમના ધર્મપત્ની સાથે બેઠા હતા. આ સાથે મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો, વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના હોદ્દેદારો, અંતિમ વિશામો ટ્રસ્ટના હોદ્દેદારો અને કોપર સીટી ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો પણ પૂજનમાં જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને પ્રકાશભાઈ પટેલ(ચેરમેન – એસ.કે.યુનિવર્સિટી )દ્વારા પણ માતાજીનું પૂજન થયું હતું. તેમણે બ્લડ બેંકના ટ્રસ્ટીઓને સારી પ્રગતિ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારી મિત્રો તેમજ દાતાઓ પણ હાજર રહ્યા હતા.સવારે ૯-૦૦ કલાકે આરતી અને મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમ પણ હતો. વિસનગર બ્લડ બેંકની નવી જગ્યા અંદાજિત ૧૬૦૦ વારથી વધુ ક્ષેત્રફળ વાળી છે. આ જગ્યા આદર્શ સ્કૂલની પાસે વિજાપુર રોડ તરફ મેઈન રોડ ઉપર આવેલી છે. જેમાં પ્રથમ મંજલો હોલ સ્વરૂપે તૈયાર છે. જ્યારે બીજો મજલો અને નીચેના ભાગમાં વિવિધ વોર્ડ અને વીઝીટીંગ રૂમ, બ્લડના વિવિધ પ્રોડક્શન અને સેપરેશન હાઉસ, બ્લડ કલેક્શન હાઉસ બનાવવાની કામગીરી ચાલુ છે. આ ત્રણ માળનું ભવ્ય રીતે અદ્યતન ભવન બનશે. તેના મુખ્ય દ્વાર પણ અદ્યતન બનશે. સાથે સાથે નવી નવી મશીનરીઓ સાથે ગુજરાતની છ કક્ષાની બ્લડ બેંક બનવા જઈ રહી છે. બ્લડ બેંકની સેવાઓ ઉપરાંત બીજી પણ સેવાઓના શુભારંભની વિચારણા હાથ ધરવામાં આવી છે. આ બ્લડ બેંકમાં વધુને વધુ દાનનો પ્રવાહ ચાલુ છે.

  • બ્લડ બેંકમાં દાન આપનાર દાતાઓની યાદી
૨,૫૧,૦૦૦ - વિનોદભાઈ હીરાભાઈ પટેલ (મોરવેલ), ૧,૫૧,૦૦૦ - સ્વ.પટેલ અંબાલાલ મોહનલાલ હસ્તે-જીતેન્દ્રભાઈ અને રાજેન્દ્રભાઈ, ૧,૨૧,૦૦૦ - કમલેશભાઈ ભાયચંદભાઈ પટેલ વીરપરા -દેણપવાળા, ૧,૧૧,૦૦૦ - રામભરોસે, ૧,૧૦,૦૦૦ - કનુભાઈ નરોત્તમભાઈ પટેલ (વાલાભાઈ), ૯૯,૯૯૯ - પટેલ કરશનભાઈ છગનભાઈ(ગંજબજાર) - લાછડીવાળા, ૫૧,૧૧૧ - સ્વ.પટેલ પ્રહલાદભાઈ માધેવદાસ (ખોડીયાર થ્રેસર ) હસ્તે-અશોકભાઈ /મહેન્દ્રકુમાર / જયેશકુમાર, ૫૧,૦૦૦ - રામભાઈ અંબારામ પટેલ હસ્તે-રાજુભાઈ(ગોળવાળા), ૫૧,૦૦૦ - પટેલ અંજનાબેન (થલોટાવાળા) નટરાજ સ્ટુડિયો, ૫૧,૦૦૦ - પટેલ પરસોત્તમભાઈ શંકરભાઈ -ઘાઘરેટવાળા, ૫૧,૦૦૦ - સમીરભાઈ પ્રકાશભાઈ સુખડીયા હાલ- ઓસ્ટ્રેલિયા, ૫૧,૦૦૦ - હીરાબેન ઈશ્વરભાઈ પટેલ હસ્તે-અમરતભાઈ દસરથભાઈ (શક્તિ ટ્રેડર્સ), ૨૫,૦૦૦ - પ્રવીણભાઈ કચરાભાઈ ચૌધરી (આવકાર સિમેન્ટ), ૨૫,૦૦૦ - ધી વિસનગર તેલ ઘાણી ગૃહ ઉદ્યોગ એસોસિએશન હસ્તે-પ્રમુખ-અનિલભાઈ મોદી અને મંત્રી-હર્ષદભાઈ મોદી, ૨૫,૦૦૦ - સ્વ.રઈબેન જીવરામદાસ પટેલ સુંશી C/o વિશાલ પંપ, ૨૧,૦૦૦ - જયંતીભાઈ ઈશ્વરભાઈ પટેલ (રાજા સ્ટીલ), ૧૧,૧૧૧ - કાન્તીભાઈ શંકરભાઈ પટેલ હસ્તે-શૈલેશભાઈ/ભાવેશભાઈ, ૧૧૦૦૦ - વિમલભાઈ જશવંતભાઈ પટેલ C/o જય ઉમિયા બિલ્ડીંગ મટીરીયલ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us