Select Page

વિસનગરથી સવારે ૧૦-૧૫ કલાકે ઉપડતી બસને બિલીયા લંબાવતા લક્ષ્મીપુરા(ભાલક)ના ગ્રામજનોએ બસને બાનમાં લીધી

વિસનગરથી સવારે ૧૦-૧૫ કલાકે ઉપડતી બસને બિલીયા લંબાવતા લક્ષ્મીપુરા(ભાલક)ના ગ્રામજનોએ બસને બાનમાં લીધી

વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામની એસ.ટી.બસને બિલીયા સુધી લંબાવતા ગામના વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં લેટ પહોંચતા તેમનુ શિક્ષણકાર્ય બગડતુ હતુ. આ બાબતે ગામના ભાજપના આગેવાને તાલુકા અને જીલ્લા એસ.ટી.તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં બસના સમયમાં ફેરફાર કરવા કોઈ કાર્યવાહી થતી ન હોતી. જેથી કંટાળેલા લક્ષ્મીપુરાના ગ્રામજનોએ પોતાના બાળકોના શિક્ષણની ચિંતા કરીને સવારે ૧૦-૩૦ વાગે બિલીયા જતી બસને રોકી રોષ ઠાલવતા એસ.ટી.તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. જ્યાં વિસનગર ડેપો મેનેજરે બસના સમયમાં અડધો કલાકનો ફેરફાર કરતા મામલો થાળે પડ્યો હતો.
અત્યારે ભાજપના મોટા ભાગના હોદ્દેદારો પોતાનો હોદ્દો બચાવવા પોતાના ગામ કે મત વિસ્તારના પ્રજાના પ્રશ્નોની સરકારમાં
રજુઆત કરતા નથી
વિકસિત ગુજરાતમાં આજે ગામડાના કેટલાક રૂટ એવા છે કે જ્યાં બસની મુસાફરી માટે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. કેટલાક આંતરીયાળ છેવાડાના ગામોમાં તો દિવસમાં બે થી ત્રણ બસની સેવા છે. જોકે આજે પ્રજાને લગતા કોઈપણ પ્રશ્નના ઉકેલ માટે વિરોધપક્ષના લોકો સરકારમાં વારંવાર રજુઆતો કરે અને તેમના કામ ન થાય તેવુ બને છે. પરંતુ ભાજપ સરકારમાં જ ભાજપના કર્મઠ હોદ્દેદારોની રજુઆતને અધિકારીઓ નજર અંદાજ કરે તે ભાજપ માટે ચિંતાજનક કહેવાય. વિસનગર ડેપોની સવારે ૧૦-૧૫ કલાકે વિસનગરથી લક્ષ્મીપુરા વર્ષોથી જતી બસને એસ.ટી.તંત્રના જવાબદાર અધિકારીઓએ બિલીયા સુધી લંબાવતા લક્ષ્મીપુરાના વિદ્યાર્થીઓ દરરોજ અડધો કલાક શાળા-કોલેજમાં લેટ પહોંચતા હતા અને વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય બગડતુ હતુ. બાળકોનું શિક્ષણ બગડતા આ બાબતે ગ્રામજનોએ ગામના અગ્રણી અને તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલને રજુઆત કરી હતી. અત્યારે ભાજપમાં ગણ્યા ગાઠ્યાજ હોદ્દેદારો એવા છે કે જેઓ પોતાના હોદ્દાની પરવા કર્યા વિના પ્રજાના પ્રશ્નોની હિંમતપુર્વક ટોચના નેતાઓ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરે છે. જ્યારે ભાજપના મહત્વાકાંક્ષી હોદ્દેદારો અને આગેવાનો પ્રજાના પ્રશ્નોની સરકારમાં રજુઆત કરનાર હોદ્દેદારોના ખભે બંદુક મુકી પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાલક) ગામના તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ પોતાના ગામના તેમજ તાલુકાના લોકોને પડતી હાલાકી દુર કરવા અધિકારીઓ અને નેતાઓને રજુઆત કરતા જરાય ગભરાતા નથી. ત્યારે સતિષભાઈ પટેલે પોતાના ગામના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવા વિસનગરથી સવારે ૧૦-૧૫ વાગે ઉપડતી બિલિયા બસનો સમય બદલવા તથા વિસનગર-લક્ષ્મીપુરા સ્પેશ્યલ શટલ ચાલુ કરવા એસ.ટી.ના તાલુકા અને જીલ્લાના અધિકારીઓ તેમજ કલેક્ટર સમક્ષ જીલ્લા સંકલનમાં રજુઆત કરી હતી. પરંતુ કોઈએ ભાજપના આ આગેવાનની રજુઆતને ધ્યાને લીધી ન હતી. જેથી કંટાળેલા લક્ષ્મીપુરાના ગ્રામજનોએ તાલુકા ભાજપ પ્રમુખની હાજરીમાં બિલીયા બસને લક્ષ્મીપુરામાં રોકતા ડેપોમેનેજર ઝાલા સહિત અધિકારીઓ ગામમાં દોડી આવ્યા હતા. જ્યા ડેપો મેનેજરે મહેસાણી ડી.સી.ને જાણ કરી વિસનગરથી ઉપડતી બિલીયા બસને અડધો કલાક વહેલા મોકલવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts