Select Page

ખેરાલુ ધારાસભ્યના પ્રયત્નોથી વિવાદાસ્પદ ચિફ ઓફિસરની બદલી

ખેરાલુ ધારાસભ્યના પ્રયત્નોથી વિવાદાસ્પદ ચિફ ઓફિસરની બદલી

ખેરાલુ શહેરને તઘલખી નિર્ણયો દ્વારા બાનમાં લેનાર ચિફ ઓફિસરની બદલી કરવા માટે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પાલિકા પૂર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ તથા શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ સહીત પાંચ-સાત અગ્રણીઓની ટીમ બે અઠવાડીયા પહેલા મંગળવારે ગાંધીનગર પહોેચી હતી. ત્યારથી ચિફ ઓફીસરની બદલી માટે રાહ જોવાતી હતી. ખેરાલુ ચિફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિએ બે કોન્ટ્રાક્ટર, એન્જીનીયરની ટીમ બનાવી ખેરાલુ શહેરને બાનમા લીધુ હતુ. ખેરાલુમાં વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ને છુટ મળી હતી. કોઈ વ્યક્તિ વિકાસ કામ બાબતે. ફરીયાદ કરે તો તેને સામેથી નોટીસ આપી પુરાવા માંગવામા આવતા હતા. ખેરાલુ ધારાસભ્યને પણ ચિફ ઓફીસર ઉલ્ટા ચશ્મા પહેરાવાતા તેની આંખે જોતા હતા. તઘલખી નિર્ણયો અને ભાજપ સંગઠનની ચાર-પાંચ મહિનાથી થતી ફરીયાદો ને અંતે રાજ્ય સરકારે દિગ્વિજય પ્રજાપતિને ગઢડા ખાતે બદલી કરી દીધી છે. જયારે તેમના બદલામાં પ્રેરક પટેલની ખેરાલુ ચિફઓફિસર તરીકે બદલી કરી છે.
ખેરાલુ શહેરના ઈતિહાસમાં જ્યારે જ્યારે ચિફ ઓફિસરોમા બદલી થાય ત્યારે સ્ટાફ તથા શહેરના લોકો દ્વારા ચિફ ઓફીસરનો વિદાય સમારંભ યોજે છે. ખેરાલુ પાલિકાના દિગ્વિજય પ્રજાપતિ પહેલા ચિફ ઓફિસર છે કે પાલિકા સ્ટાફ સાથે શહેરની પ્રજા પણ ખુશ થઈ છે. ખેરાલુ શહેરમાં માત્ર ચાર લોકો ચિફ ઓફિસરની બદલી થતા નારાજ થયા છે. બાકી આખુ ગામ ખુશ છે. ખેરાલુ ધારાસભ્યના સમયસરના નિર્ણયને કારણે વેરા વધારો ચોક્કસ મોકુફ રહેશે. વેરા વધારાના નિર્ણયને મોકુફ રાખવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને મહેસાણા જિલ્લાની પાલિકાઓના પ્રમુખોને બોલાવ્યા ત્યારે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા વેરો વધારો મોકુફ કરવા રજૂઆત કરી હતી. તેમજ ચિફ ઓફીસરની બદલી માટે રજૂઆત કરી હતી. જેનો અમલ થઈ જતા હવે એવુ લાગે છે કે વેરા વધારો પણ મોકુફ થઈ જશે.
ખેરાલુ શહેરને ચાર લોકોએ કંટ્રોલમાં લીધુ હતુ તેનો અંત
તઘલખી નિર્ણયો કરનાર ચિફ ઓફિસરની બદલી થતા ખેરાલુ શહેરમાં દિવાળી જેવો માહોલ
ધારાસભ્યએ વેરા વધારો મોકુફ રાખવાના નિર્ણયનો અમલ થશે
ખેરાલુ શહેરને બાનમા લેવા માટે ચિફ ઓફિસરે પાલિકા કર્મચારીઓને પણ છુટો દોર આપ્યો હતો. જેથી પાણી નિયમિત ન મળવુ. પાણીનુ પ્રેશર ઓછુ મળવુ. સફાઈના ધાંધિયા, લાઈટના ધાંધિયા, ખેરાલુ શહેરના વર્ષોથી તુટેલા રોડ રિપેરીંગ ન કરવા, વિકાસ કામો ગોકળગાયની ગતિથી કરવા, વિકાસ કામોમા વ્યાપક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવુ, પાલિકાના જન્મ મરણના દાખલા આપવામા અરજદારને હૈરાન કરવા જેવા અનેક મુદ્દે લોકો ત્રાસી ગયા હતા. આ બાબતે લોકસભાની ચુંટણી પહેલા ભાજપ સંગઠને ધારાસભ્ય પાસે રજૂઆત કરી હતી પરંતુ તે વખતે ચિફ ઓફીસરની વાતોથી અંજાઈ જતા ધારાસભ્યએ ચિફઓફીસરને છાવરવાનુ શરુ કર્યુ હતુ. લોકસભાની ચુંટણી પછી ધારાસભ્યને આત્મજ્ઞાન થયુ કે ચિફ ઓફિસર દ્વારા ખેરાલુ શહેરને બાનમા લીધુ છે ત્યારે બદલી કરાવવા રજૂઆત કરી. ભાજપ સંગઠનની વાત છ મહિના પહેલા ધારાસભ્યએ માની હોત તો ખેરાલુના લોકો ચિફ ઓફીસરના માનસિક ત્રાસ થી બચી શક્યા હોત. જે હોયતે પણે ખેરાલુ શહેરના લોકોનુ નસીબ સુધર્યુ અને ચિફ ઓફિસરની બદલી થઈ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts