ઘરમાં વિવાદ ચાલતો હોય તો ફરવા જવાનુ મન થાય ખરૂ? ગંજબજાર બંધનો નિર્ણય કરી વેપારી મંડળ ફરવા ગયુ
ગંજબજારમાં પાણી ભરાવાના મુદ્દે ગંજબજાર વેપારી મંડળ દ્વારા વિસનગર પાલિકાની નિષ્ક્રીય કામગીરી સામે અચોક્કસ મુદત માટે બંધનુ એલાન આપ્યુ હતુ. બીજી ઓગસ્ટથી જડબેસલાક બંધ રહેતા ગંજબજારમાં સુનકાર જોવા મળ્યો હતો. ચોમાસામાં ખેત ઉત્પાદનની આવક ઓછી થાય છે. પરંતુ કરિયાણા તથા અન્ય વેપારની દુકાનો બારેમાસ ધમધમતી હોય છે. આ વેપારીઓને મોટુ નુકશાન થયુ છે. આવા નિર્ણયો લઈને વેપારી મંડળના હોદ્દેદારોએ વિસનગરમાં હાજર રહેવુ જોઈએ જ્યારે લક્ઝરી બસ લઈ હોદ્દેદારો ફરવા જતા રહેતા આ વર્તણુકથી કેટલાક વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો કે વેપારી મંડળના હોદ્દેદારો જવાબદાર વ્યક્તિઓ છે ત્યારે વિવાદ સળગતો રાખી બહાર ફરવા જતા રહે તે કેટલુ યોગ્ય છે. ઘરમાં વિવાદ ચાલતો હોય તો ફરવા જવાનુ મન થાય ખરૂ?