Select Page

પ્રમુખ ઉત્તમભાઈ પટેલે ઠરાવોની યાદી તૈયાર કરીને આપી છતાં વિકાસ કામોની સૂચિ આપવા સભ્યો નિરસ ભાજપના વોર્ડમાં ચાલતા ખટરાગથી રૂા.૬ કરોડના વિકાસ કામ ખોરંભે

પ્રમુખ ઉત્તમભાઈ પટેલે ઠરાવોની યાદી તૈયાર કરીને આપી છતાં વિકાસ કામોની સૂચિ આપવા સભ્યો નિરસ ભાજપના વોર્ડમાં ચાલતા ખટરાગથી રૂા.૬ કરોડના વિકાસ કામ ખોરંભે

આવતુ વર્ષ વિસનગર પાલિકાનુ ચુંટણી વર્ષ છે. ટેન્ડરની પ્રક્રિયા જટીલ હોવાથી એક દોઢ વર્ષ પહેલા તૈયારીઓ કરવામા આવે ત્યારે જરૂરીયાત મુજબના વિકાસ કામ શક્ય બનશે. પાલિકાને ફાળવાયેલી રૂા.૬ કરોડની ગ્રાન્ટમાંથી વિકાસ કામ માટે સૂચિ આપવા વારંવાર ટકોર કરવા છતા સભ્યોમા જે રીતે નિરસતા જોવા મળી રહી છે તેમા શાસક પક્ષ ભાજપને જ મોટુ નુકશાન થવાનુ છે. કેટલાક વોર્ડમાં સભ્યો વચ્ચેના ખટરાગના કારણે પણ વિકાસ કામની યાદી તૈયાર કરી શકાય નહી હોવાનુ જાણવા મળ્યુ છે. ભાજપના વોર્ડમાં સભ્યો વચ્ચેના મનદુઃખના કારણે શહેરના વિકાસ કામો અટકી ગયા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામા વર્ષ ર૩-ર૪ ના ગત વર્ષ ે વિસનગર પાલિકાને રૂા. ૪ કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામા આવી હતી. આ ગ્રાન્ટ ગંજ બજારથી વિશાલ પાર્ટી પ્લોટ વરસાદી પાણીની લાઈનમા ફાળવતા ગત વર્ષે પાલિકા વિસ્તારમા નવુ એકપણ વિકાસ કામ થયુ નહોતુ. હાલમાં જે કામ ચાલી રહ્યા છે તે અગાઉના વર્ષની ગ્રાન્ટના કામ છે. આ વર્ષ સ્વર્ણિમ જયંતિ યોજનામા વર્ષ ર૦ર૪-રપની ર૬ કરોડની ગ્રાન્ટ વિસનગર પાલિકાને ફાળવવામા આવી છે. મહત્વની જરૂરીયાતનુ કામ હોયતો જે તે વોર્ડમાં ગ્રાન્ટની વધારે રકમ ફળવાશે. બાકીના તમામ વોર્ડમા વિકાસ કામ માટે સરખે ભાગે ગ્રાન્ટની રકમ ફળવાશે.
રૂા.૬ કરોડની ગ્રાન્ટ ફળવાયા બાદ તમામ સભ્યોને તેમના વોર્ડ વિસ્તારમાં વિકાસ કામ સુચવવા જાણ કરાઈ છે. કેટલાક સભ્યો વિકાસ કામ માટે ઠરાવ તો કરાવે છે પરંતુ ઠરાવની કોપી નહી રાખતા કેટલા વિકાસ કામ કરવાના છે તેની યાદી પણ નથી. જાણવા મળ્યા પ્રમાણે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે કયા વોર્ડમાં વિકાસ કામ માટે કેટલા ઠરાવ થયા છે તેની વોર્ડ વાઈઝ યાદી તૈયાર કરીને સભ્યોને આપી છેેે. જેથી અગ્રતા પ્રમાણે સભ્યો વિકાસ કામની સૂચિ આપી શકે. મળતી માહિતી પ્રમાણે ઠરાવોની યાદી આપ્યા બાદ ત્રણ થી ચાર સપ્તાહ થવા છતા હજુ સભ્યો વિકાસ કામ સુચવી શક્યા નથી. તા.૧ર-૬-ર૪ ના રોજ ગ્રાન્ટ ફળવાઈ ત્યારબાદ તા.૩૧-૭-ર૦ર૪ ની પાલિકાની જનરલમા ફળવાયેલી ગ્રાન્ટમાંથી કામો નક્કી કરવા બાબતોનો ઠરાવ થયો ત્યારે આઠથી દશ સભ્યો સીવાયના મોટભાગના સભ્યોએ તેમના વોર્ડમા કયા વિકાસકામ કરવા તે બાબતોનો લેટર આપ્યો નથી. પોતાના વોર્ડમાં વિકાસ કરી શકે અને વિવિધ સમસ્યાઓનો નિકાલ કરી શકે તેવા આશયથી મતદારો સભ્યોને ચુંટીને મોકલે છે. પરંતુ થયેલા ઠરાવની પ્રમુખ યાદી તૈયાર કરીને આપવા છતા ચુંટાયેલા સભ્યો પાસે વિકાસ કામ સુચવવાનો સમય નથી.
ગત વર્ષે રૂા.૪ કરોડની ગ્રાન્ટ ગંજબજાર વરસાદી લાઈનમા ફાળવતા એક પણ વિકાસ કામ થઈ શક્યા નહોતા
ભાજપની શિસ્તના કારણે તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ હોમટાઉન હોવાના કારણે સભ્યો નારાજગીનો બળાપો કાઢી શકતા નથી. પણ ભાજપના વોર્ડમા અંદરો અંદર ભારે ખટરાગ ચાલી રહ્યો છે. કેટલાક વોર્ડમાં ભાજપના ચાર સભ્યો વચ્ચે એક સુત્રતા નહી હોવાના કારણે પણ વિકાસ કામની યાદી તૈયાર થઈ શકી નથી. વોર્ડમાં ગ્રાન્ટની રકમ ફાળવણીને લઈને પણ ભારે ખેચતાણ જોવા મળી રહી છે. આવા પરિબળોના કારણે રૂા.૬ કરોડના વિકાસ કામ અટકીને ઉભા છે.
વિકાસ કામમાં પ્રથમ એસ્ટીમેટ તૈયાર કરવામા આવે છે. એસ્ટીમેટ બાદ વિભાગ વાઈઝ તેની મંજૂરી મેળવી ટેન્ડરીંગ થાય છે. ટેન્ડરીંગ પણ ૧૦ ટકાથી ઉંચુ આવ્યુ તો શહેરી વિકાસમા મોકલવામા આવે છે. ટેન્ડરના પ્રથમ પ્રયત્ને એક જ એજન્સીનુ ટેન્ડર ભરે તો રદ કરીને બીજી વખત ટેન્ડરીગ કરવાનુ થાય છે. આવી જટીલ પ્રક્રિયાના કારણે જ ગત વર્ષ ફળવાયેલા રૂા.૪ કરોડની ગ્રાન્ટમા હજુ ગંજબજારથી વિશાલ પાર્ટીપ્લોટની વરસાદી લાઈનનુ કામ શરુ થયુ નથી. પાલિકાના બોર્ડને હવે દોઢ વર્ષનો સમય જ બાકી છે. સભ્યો મનદુઃખ ભુલીને વિકાસ કામ નહી સુચવે તો આવતી ચુંટણી પહેલા કામ થવુ અશક્ય છે. કેટલાક સભ્યોને તો એમ પણ છે કે અમને કયા ફરીથી ટીકીટ મળવાની છે તો શુ કરવા વિકાસ કામની ચિંતા કરીએ ! ચુંટણી પહેલા વિકાસ કામો નહી થાય તો છેવટે તો ભાજપ ને જ સહન કરવાનુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us