Select Page

સંસદમાં જય પેલેસ્ટાઈન સ્વિકારવામાં આવે છે તો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચાર બાબતે કેમ ચુપ?

સંસદમાં જય પેલેસ્ટાઈન સ્વિકારવામાં આવે છે તો બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચાર બાબતે કેમ ચુપ?

તંત્રી સ્થાનેથી…
વિશ્વના કોઈપણ દેશમાં મુસ્લીમો ઉપર અત્યાચાર થાય કે મુસ્લીમ વિરુધ્ધ કોઈ નિર્ણય લેવાય તો વિશ્વના તમામ મુસ્લીમ દેશ એક થઈ જાય છે. આરબ રાષ્ટ્રમાં ભલે હિન્દુઓ ફરજ બજાવતા હોય પરંતુ ભારતમાં મુસ્લીમ સમાજના હિતની બાબત હોય ત્યારે તરફેણ કરતા કદી ખચકાતા નથી. પછી ભલે ને સામે અમેરિકા જેવી મહાસત્તા કેમ ન હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વીક નેતા તરીકેની ગણના થઈ રહી છે. છતાં ૩૭૦ ની કલમ અને સી.એ.એ. જેવા નિર્ણય લેવાયા ત્યારે મુસ્લીમ રાષ્ટ્રોએ વિરોધ કર્યો છે. ભારતમાં જ્યારે લોકસભા અને વિધાનસભા જેવી ચુંટણીઓ હોય ત્યારે મુસ્લીમ સમાજમાં રહેલી એકતાના કારણે હંમેશા આ સમાજનુ એક તરફી વલણ રહ્યુ છે. પરિણામ ન મળવાનુ હોય તેવુ જાણવા છતા સમાજના નિર્ણયથી ક્યારેય વિપરતી ગયા નથી. મુસ્લીમ સમાજમાં પણ અનેક જ્ઞાતિ છે છતા પોતાના હિતની વાત હોય ત્યારે કોઈ લાભ કે લાલચમાં આવ્યા વગર નિર્ભરતા દર્શાવી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થયા તેમાં ભારતના હિન્દુ નેતાઓ જે રીતે ચુપ રહ્યા તે બાબત ઉપર મુસ્લીમ સમાજની વૈશ્વીક એકતાની અહી વાત કરવામાં આવી છે. બાંગ્લાદેશના યુવકોએ અનામત માટે આંદોલનની ચળવળ ઉપાડતા અને રસ્તાઓ ઉપર ઉતરી આવતા પરિસ્થિતિ જે રીતે કાબુ બહાર ગઈ તેમાં શેખ હસીનાની સરકારનુ પતન થયુ. બાંગ્લાદેશમાં અનામતના નામે જે રીતે દાવાનળ સળગ્યો એની પાછળની રમત અને તેના સૂચિતાર્થો સરળ અને સ્વાભાવિક નથી. રાષ્ટ્રીય રાજનીતિ તજજ્ઞોના માનવા પ્રમાણે વિદ્યાર્થી આંદોલન આ પ્રકારનુ હોઈ શકે નહી. વિદ્યાર્થીઓ આટલા બધા ઘાતક હોઈ શકે નહી. જ્યા શિક્ષણ હોય ત્યા કટ્ટરતાવાદ માનસ ઉપર હાવી થઈ શકે નહી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓને આગળ ધરી સ્વહિત પરિબળોએ આંદોલનના નામે પલિતો ચાપ્યો. જે કંઈ પણ બન્યુ તેમાં વિદ્યાર્થીઓના આંદોલનને આગળ રખાયુ. હિંસક બનેલા ટોળાએ શેખ મુજુબર રહેમાનનુ સ્ટેચ્યુ તોડી ધરાશાયી કરી નાખ્યુ. પાકિસ્તાનથી બાંગલાદેશ અલગ થયુ તે ૫૩ વર્ધ સુધી કટ્ટરવાદીઓ પચાવી શક્યા નથી તે ૧૯૭૧ નુ શહિદ મેમોરીયલની મૂર્તિઓ તોડીને બતાવ્યુ. ભારતના સૈન્ય સહયોગથી બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થયુ તે ક્ષણે ઘણા દેશોને ઈર્ષા થઈ હતી. જે બાબતનુ ઝેર અનામતના તોફાનોમાં જોવા મળ્યુ. બાંગ્લાદેશના વિકાસમાં ભારત દેશનો કાયમથી આર્થિક સહયોગ રહ્યો છે. અનામતના તોફાનો પહેલાજ મોદી સરકારે અબજો રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના કારણેજ બાંગ્લાદેશ ટકી રહ્યો હોવાથી શેખ હસીનાની સરકારમાં આ દેશમાં રહેતા હિન્દુઓને પુરી સુરક્ષા હતી. પરંતુ શેખ હસીનાએ જેવો દેશ છોડ્યો કે, વિદ્યાર્થીઓના અનામત આંદોલન પાછળ કટ્ટરવાદીહો સક્રીય બનતા હિન્દુઓ ઉપર અત્યાચાર શરૂ થયા. બાંગ્લાદેશના હિન્દુઓના વિસ્તારમાં હુમલા શરૂ થયા. દેશના લઘુમતિ સમાજના હિન્દુઓના મકાનોમાં લુંટફાટ કરી આગચંપી કરાઈ. હિન્દુઓની બહેન દિકરીઓનુ અપહરણ કરી બળાત્કાર ગુજારાયો. હિન્દુ સમાજના મંદિરોમાં તોડફોડ કરી લુંટફાટ કરવામાં આવી. હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી. ભારત દેશના પડોશી મુસ્લીમ રાષ્ટ્રોમાં રહેતા હિન્દુઓ પ્રથમથીજ કટ્ટરવાદીઓને આંખમાં કણાની જેમ ખુંચે છે. જેના કારણેજ આઝાદી પાછી પાકિસ્તામાં હિન્દુ વસ્તી ફક્ત બે થી ત્રણ ટકા રહી છે. તેવીજ રીતે કટ્ટરવાદીઓને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પણ ખટકતા હતા. જે કટ્ટરવાદનુ ઝેર વિદ્યાર્થીઓના અનામત આંદોલનની આડમાં ઓકાતુ જોવા મળ્યુ. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચારની અસર હિન્દુઓની બહુમતી ધરાવતા ભારત દેશમા તો જોવા મળેજ પરંતુ તેના પ્રત્યાઘાત વિદેશમાં પણ જોવા મળ્યા અને હિન્દુઓના સમર્થનમાં અવાજ ઉઠ્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપરના ઝુલમને વખોડ્યો. જેના કારણે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનુ સુકાન સંભાળનાર મોહમ્મદ યુનુસને પણ બોલવાની ફરજ પડી કે, હિન્દુઓ પણ આપણા ભાઈ છે અને એક સાથે લડાઈ લડી છે, એક સાથે રહીશુ. અનામતના નામે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચાર બાબતે સમગ્ર વિશ્વએ ટીકા કરી. ત્યારે તૃષ્ટીકરણના ચશ્મા પહેરેલ ભારત દેશના ભાજપ સીવાયના એકપણ હિન્દુ નેતા બાંગ્લાદેશના હિન્દુઓ ઉપરના અત્યાચાર વિરુધ્ધનુ નિવેદન આપી શક્યા નથી. આ નેતાઓને મુસ્લીમોની સાથે સત્તા હાંસલ કરવા બહુમતી હિન્દુઓની પણ એટલીજ જરૂર છે. પરંતુ એક પણ નેતા બાંગ્લાદેશના હિન્દુ સમર્થનમાં ખુલીને બહાર આવ્યા નથી. ઈન્ડીયા ગઠબંધનના નેતા રાહુલગાંધીને ફક્ત મત લેવા પુરતીજ હિન્દુઓ ઉપર લાગણી છે. બાકી બાંગ્લાદેશ કે પાકિસ્તાનના હિન્દુઓની કંઈ પડી નથી. રોહિંગ્યા મુસલમાનોની તરફદારી કરવામાં આવે છે. પણ બાંગ્લાદેશના હિન્દુઓ ઉપરના અત્યાચારનો વિરોધ કરવાની હિંમત નથી. એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અસુદ્દિન ઔવેશી લોકસભામાં સાંસદ તરીકેની સોગંધવિધિમાં જય ફિલિસ્તાન બોલીને ઈઝરાઈલના હુમલામાં પેલેસ્ટાઈનમા નરસંહારનો ભોગ બનેલ મુસ્લીમોની તરફદારી કરી શકે છે. જે વલણને ભારતના તમામ પક્ષો સ્વિકારે છે. જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર બાબતે ભારત દેશના હિન્દુ નેતાઓ કેમ ચુપ તે પ્રશ્ન છે. મુસ્લીમ સમાજની વૈશ્વિક એકતા ઉપરથી ભારતના હિન્દુઓને ઘણુ શીખવાની જરૂર છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us