Select Page

વિસનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી વિસનગરમાં જિલ્લા વહીવટી તંત્રનો ૧૯ મો રક્તદાન કેમ્પ યોજાયો

વિસનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી વિસનગરમાં જિલ્લા વહીવટી તંત્રનો ૧૯ મો રક્તદાન કેમ્પ યોજાયો

જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનની પ્રેરણાથી દર મહિનાના ચોથા શુક્રવારે વડનગર ય્સ્ઈઇજી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ કરવામાં આવતો હતો. જે કાર્યક્રમ હવે જીલ્લાના દરેક તાલુકા મથકે કરવામાં આવશે. વિસનગર સિવિલ હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ અને રોગી કલ્યાણ સમિતિના સહકારથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૯ મો રક્તદાન કેમ્પ માર્કેટયાર્ડ હૉલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૦ કરતા પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતુ. દરેક રક્તદાતાને વિસનગર માર્કેટયાર્ડ દ્વારા ટ્રાવેલીંગ બેગ આપવામાં આવી હતી. વિસનગર સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાંથી સિનિયર બે સભ્ય જેમની હોસ્પિટલમાં રોજેરોજ સતત હાજરી અને દેખરેખ રહે છે તેવા જે.કે.ચૌધરી તથા ઈશ્વરભાઈ નેતાનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, આર.એમ.ઓ. ર્ડા.એસ.વી.કોરીયા તેમજ સ્ટાફ અને રોગી કલ્યાણ સમિતિના સહકારથી કેમ્પનુ સફળ આયોજન થયુ હતુ.
આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે ય્સ્ઈઇજી અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલા ત્યાં જ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરિયાત મંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે અત્યારે ઠેર ઠેર રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમણે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાનએ મહાદાન છે અને રકતદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાનએ મહાદાન છે. જરૂરિયાતમંદ લોકોને રક્તની અછત ન પડે તે માટે આવા રક્તદાન કેમ્પો થઈ રહ્યા છે તે માટે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. રક્તદાન કેમ્પમાં જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન, જીલ્લા વિકાસ અધિકારી ર્ડા.હસરત જૈસમીન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મહેશભાઈ કાપડીયા, માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, માર્કેટયાર્ડના અન્ય ડીરેક્ટર, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ પટેલ સુંશી, ડી.વાય.એસ.પી. ચૌહાણ, મામલતદાર એફ.ડી.ચૌધરી, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, પુષ્પાબેન વણકર, અંકીતભાઈ પટેલ વિગેરે લોકોએ હાજરી આપી હતી.
રક્તદાન કેમ્પના શુભારંભ બાદ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર, ડી.ડી.ઓ. વિગેરે અધિકારીઓએ વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાઓ અને હોસ્પિટલમાં વધુ સવલત માટે શુ જરૂરી છે તે બાબતે ર્ડાક્ટરો સાથે ચર્ચા કરી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us