Select Page

સતલાસણા મામલતદાર કચેરી આગળ કચરાના ઢગલા

સતલાસણા મામલતદાર કચેરી આગળ કચરાના ઢગલા

તાલુકાની દેખરેખ રાખવાની જેમની જવાબદારી છે તે મામલતદારજ સ્વચ્છતામાં નિરસ

સરકાર સ્વચ્છતા પાછળ દર વર્ષે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ સ્થાનિક અધિકારીની કટકી કરવાની ભ્રષ્ટ નિતિના કારણે ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ જોવા મળે છે. જેમાં સતલાસણા મામલતદારની નિષ્કાળજીના લીધે મામલતદાર કચેરીના મુખ્ય ગેટ આગળ જ કચરાના મોટા ઢગ ખડકાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના જાહેરમાં લીરેલીરા ઉડી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ મામલતદારને સ્વચ્છતાના પાઠ ભણાવે તેવી લોકમાગણી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સમગ્ર ભારત દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ હતુ. સરકાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા દર વર્ષે જરૂરી ગ્રાન્ટ પણ ફાળવે છે. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રના જવાબદાર અધિકારી અને કર્મચારીની સરકારી નાણામાં કટકી કરવાની ભ્રષ્ટ નિતિના લીધે આજે જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. જેમાં સતલાસણા મામલતદાર કચેરીના મુખ્ય ગેટ આગળ અત્યારે કચરાના મોટા ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. ગંદકીના લીધે કચેરીની આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. છતાં મામલતદાર ધૈર્ય શાહ દ્વારા કચેરી આગળ ફેલાયેલા કચરાના ઢગલા દુર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક બાજુ રાજ્ય સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરી લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવે છે. જ્યારે બીજી તરફ સતલાસણા મામલતદાર ધૈર્ય શાહ જેવા જવાબદાર અધિકારી સ્વચ્છતા બાબતે બેદરકારી દાખવતા નેતાઓના સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને યાદ કરી આ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઈ મામલતદારને સ્વચ્છતાના પાઠ ભણાવે તેવી લોકમાગણી ઉઠી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts