Select Page

ફાટક નીચે ડ્રેનેજ ક્ષમતા વધારવા રેલ્વે ડિવિઝનમાં રજૂઆત

ફાટક નીચે ડ્રેનેજ ક્ષમતા વધારવા રેલ્વે ડિવિઝનમાં રજૂઆત
  • કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન

વિસનગર શહેર પ્રત્યે રેલ્વે તંત્રની ઉપેક્ષા અને મનમાનીના કારણે અત્યારે સામાન્ય વરસાદમા પૂર જેવી સ્થિતિ ઉદ્‌ભવે છે. ફાટક નીચેની પાઈપ લાઈનોની વહન ક્ષમતા ઓછી હોવાથી વરસાદી પાણી ભરાતા વેપારીઓને પણ પારાવાર નુકશાન સહન કરવુ પડે છે. એમ.એન.કોલેજ અને ગંજબજાર ફાટક નીચે લેવલીગ સાથે મોટી પાઈપલાઈન નાખવા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા અમદાવાદ ડિવિઝનલ મેનેજર સમક્ષ રજૂઆત કરવામા આવી છે.
મહેસાણા તારંગા બ્રોડગ્રેજ રેલ્વે લાઈનનુ કામ શરૂ થયુ તે વખતે ભાજપના નેતાઓએ ધ્યાન રાખ્યુ હોતતો અત્યારે વિસનગર શહેરમા વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડયો નહોત. પરંતુ તત્કાલીન સાંસદ શારદાબેન પટેલ શહેર પ્રત્યે ઉપેક્ષા રાખતા તેમજ રાજકીય પ્રતિસ્પર્ધામા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સાંસદ સભ્ય શારાદબેન પટેલને ભલામણ કરી નહી શકતા અત્યારે ચોમાસામાં શહેરીજનોને સહન કરવાનો સમય આવ્યો છે. આઈ.ટી.આઈ. ફાટક નીચે નાખવામા આવેલી વરસાદી પાણીની પાઈપ લાઈનમાંથી કલ્યાણ બંગ્લોઝ, આખલીપરૂ, દગાલા વિસ્તારથી લઈને છેક એમ.એન.કોલેજ રોડ, ગોકુળનગર સોસાયટી વિસ્તાર વરસાદી પાણીનો નીકાલ થાય છે. ગંજબજાર ફાટક નીચેની પાઈપ લાઈનમાંથી ગંજબજાર, કરમુક્ત વખાર પ્લોટ તથા દગાલા વિસ્તારના પાણીનો નિકાલ થાય છે. જ્યારે પટણી દરવાજા સાર્વજનિક સ્મશાન નીચેના નાળામાંથી માટેલ હોટલ સામેના ડી.જે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા રોડ ઉપર આવેલી તમામ સોસાયટી વિસ્તારના વરસાદી પાણીનો નીકાલ થાય છે. આવી જ પરિસ્થિતિમાં એમ.એન.કોલેજ ફાટકની પણ છે. બ્રોડગ્રેજ રેલ્વે લાઈનની કામગીરી સમયે વિસનગરમાં ચાલતી ભાજપની યાદવાસ્થળી નડી ન હોત તો તે સમયે જ આ ફાટક નીચેની તમામ પાઈપ લાઈનોની ક્ષમતા વરસાદી પાણીના નિકાલ જેટલી કરી શકાઈ હોત. બ્રોડગ્રેજ લાઈન શરૂ થઈ ત્યારથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસામા સામાન્ય વરસાદમા બે ફુટ જેટલુ પાણી ભરાઈ જાય છે. જેમા આ વર્ષે ચોમાસામા બે ત્રણ ઈંચ વરસાદમા ગંજ બજાર તથા આઈ.ટી.આઈ ફાટક આગળ એટલુ વરસાદી પાણી ભરાયુ હતુ કે વાહન વ્યવહાર અટકી ગયો હતો. ગંજબજારની દુકાનો તથા સોસાયટીઓના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આઈ.ટી.આઈ ફાટકનુ નાળુ પાણી ગાળી નહી શકવાની કારણે જ વિવેકાનંદ અભય શોપીંગ સેન્ટર આગળ વરસાદી પાણી ભરાય છે. રેલ્વે ફાટક નીચેની પાઈપ લાઈનોના કારણે શહેરમાં વારંવાર પુર જેવી સમસ્યા ઉભી થતા વિસનગર પાલિકા દ્વારા LC No.18 એટલે કે આઈ.ટી.આઈ ફાટક નીચે બે પાઈપ લાઈન હોય LC No.20 એટલે કે ગંજ બજાર ફાટક નીચેની પાઈપ લાઈનમા વરસાદી પાણીનુ વહન થઈ શકતુ ન હોવાથી તેમજ પાઈપ લાઈનના લેવલ ઉંચા હોવાથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થતા ગ્રાઉન્ડ લેવલ ચકાસી નવા નળા બનાવવા ભલામણ કરવામા આવી હતી. જે પત્ર સંદર્ભે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજરને પત્ર લખી લેવલ ચકાસી પુરી ક્ષમતાની પાઈપ લાઈનો નાખવા રજૂઆત કરી છે. કેબીનેટ મંત્રીએ પટણી દરવાજા પાસેના નાળામાં પણ આ સમસ્યા હોય તેનો નિકાલ કરવા જાણ કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts