ઉંઝા ઉમિયા માતાજી ધજા મહોત્સવ ધામધુમથી સંપન્ન
- ૧૬ લાખથી વધુ ભક્તો માં મય બન્યા – ૧૮૬૮ પ્રાગટ્ય ધજા અને ૧૧૧૧૧ ધર્મ ધજા ચઢાવાઈ – ૭ દિવસમાં ૫૦૦૦ કિલો પંચરત્ન પ્રસાદનું વિતરણ – ૪૦ લાખની હુંડી વેંચાણની આવક થઈ
- વિસનગર શહેર અને તાલુકા ઉમિયા પરિવાર દ્વારા એક સાથે ૭૯૦ ધજાઓ માં ઉમિયાના ચરણોમાં ધરી સમગ્ર વિસનગર તાલુકો ધજા મહોત્સવમાં સાક્ષી બન્યો
દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપા કુળદેવી કડવા પાટીદાર ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઉંઝા ઉમિયા સંસ્થાન દ્વારા આયોજીત ધજા મહોત્સવનું સમાપન વિસનગરના દાતા વિષ્ણુભાઈ ધનલક્ષ્મી મોલ – તાલુકા સંઘ પાસે ના સૌજન્યથી આતશબાજી સાથે કરાયુ હતુ. ઉમિયા માતાજી પ્રાગટ્યના ૧૮૬૮ વર્ષની ઉજવણી કરવા માટે શ્રધ્ધાના શિખરે મારી એક ધજા અને ૧૧૧૧૧ ધર્મ ધજા મંદિરના શિખર પર ચઢાવાઈ હતી. સાત દિવસ દરમ્યાન ૧૬ લાખ કરતા પણ વધારે ભક્તો મા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધજા મહોત્સવમાં સાક્ષી બન્યા હતા. ધાર્મિક મહોત્સવ સાથે દરેક સમાજમાં વ્યાપેલ દુષણો – કુરીવાજો દૂર કરવા, નાતજાતના ભેદભાવો ભુલીને સામાજીક સમરસતા – સામાજીક ક્રાન્તી લાવવા માટે ધજા મહોત્સવ સિમાચિન્હ સાબીત થયો છે.
વિશ્વના અમેરીકા, કેનેડા, બ્રીટન, ઓસ્ટ્રેલીયા, આફ્રીકા સહીતના ૧૩૨ દેશોમાં વસતા કડવા પાટીદારોએ ૭૦૦થી વધુ ધજાઓ નોધાવી હતી. દેશભરમાં સક્રિય ૩૫૦૦ જેટલા મહીલા સત્સંગ મંડળોની બહેનોએ ઉત્સવ સફળ બનાવવા ખુબજ મહેનત કરી હતી. ધજા મહોત્સવમાં ૩૦૦૦ હજાર કરતા વધારે સ્વયમસેવકો શિસ્તબંધ રીતે સેવામાં જોડાયા હતા. સંસ્થા દ્વારા ૩૦ જેટલી કમીટીઓની રચના કરી દરેક કમીટીઓએ સેવા – શ્રધ્ધાભક્તિ અને સહીયારો પ્રયાસ માઈક્રો આયોજન તળે કામ કર્યુ. કડવા પાટીદારોમાં અનોખો ઉત્સવ જોવા મળ્યો હતો. અને સમગ્ર ઉંઝા શહેર તાલુકો અને મહેસાણા જીલ્લામાં આ ઉત્સવ ઉજવાયો હતો. આ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે.પટેલ – ધારાસભ્ય, સંસ્થાના માનદ મંત્રી દીલીપભાઈ નેતાજી, ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ પટેલ ભામાશા ખેરોજવાળા જય સોમનાથ પરિવાર ગૃપ – દ્વારા સનાતન ધર્મ સાથે જોડી નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરવા માટેનો સામાજીક મહોત્સવ પણ બની રહ્યો હતો. દરેક સ્થળ ઉપર બહેનો દ્વારા મહેંદી મુકાઈ હતી, ઝવેરા વાવી ધજા મહોત્સવનો પ્રારંભ કરાયો અને દરેક મહોલ્લે – ગામેગામ ભક્તી મંડળો દ્વારા ગરબા કાર્યક્રમો કરાયા હતા. પ્રવિણભાઈ પટેલ મોડાસાવાળા માર્ગદર્શન સંગઠન કન્વીનર સાથે જોડાયા હતા.
ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી ઉપરાંત્ત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અન્ય રાજ્યોના કૃર્મિ પાટીદારો – દેશ વિદેશના ભાવીક ભક્તો આ મહોત્સવમાં હાજરી આપી હતી.
વિસનગર તાલુકા અને શહેરમાં મહિલા સત્સંગ મંડળો, ઉમિયા પરિવાર મહિલા સત્સંગ મંડળો તા.૧૪-૯ શનિવારના રોજ કપડવંજથી ઉંઝા ૨૦૫ કિલોમીટર ૨૪ કલાકની મેરેથોનમાં સામે થયેલા. મેરેથોનમાં જોડાયેલા ભક્તો માટે બાવીસી સમાજ સંકુલમાં નાહવા ધોવા આરામ માટે ૪૦૦ થી વધુ પથારી, ૨૦૦૦ થી વધુ નાસ્તા ચા-પાણીની વ્યવસ્થા સમાજના પ્રમુખ ર્ડા.માધવલાલ, કેમ્પસ ડાયરેક્ટર ડી.એમ.પટેલ, ર્ડા.ઈશ્વરભાઈ, પશાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, અરવિંદ પટેલ, સતીષભાઈ પટેલે સુંદર વ્યવસ્થા કરી હતી. મહારેલી – મેરેથોન માટે વિસનગરમાં કાંસા રોડ ઉપર આવેલ હોટલ હીલટોનના માલીકે રહેવા – નાસ્તા પાણીની વ્યવસ્થા કરી હતી. જ્યોતીરથ સાથે આવતા દિનેશભાઈ, જશુભાઈ પટેલ કાંસા, આર.કે.પટેલ, હરેશભાઈ પટેલ, રંજનબેન પટેલ, બાબુભાઈ વાસણવાળા, કામીનીબેન પટેલ, ર્ડા.પારૂલબેન અને આ યાત્રાના વિસનગર ઉંઝાના સંયોજક ઈશ્વરભાઈ પટેલ નેતા, ભરતભાઈ પટેલ આરતી, ભરતભાઈ પટેલ ઉદલપુર, ઉષાબેન પટેલ, રીટાબેન, કામીનીબેન સમર્થ ડાયમંડ, કુમુદબેન, સંગીતાબેન મહીલાઓની વ્યવસ્થામાં જોડાયા હતા. વિસનગર શહેરના જુદા જુદા ૨૬ કડવા પાટીદાર મંડળો સાત દિવસમાં જુદા જુદા સમય અંતરે ધજા પુજામાં જોડાયા હતા. વિસનગર એપીએમસીના ચેરમેન સહીત માર્કેટ સમિતી આ ધજા પુજામાં જોડાઈ હતી. વિસનગર તાલુકાના ઠાકોર સમાજ, રબારી સમાજ, નાયક સમાજ, બ્રહ્મ સમાજ, ચૌધરી સમાજ તથા અન્ય નાના મોટા સમાજોએ ધજા મહોત્સવમાં ભાગ લીધો હતો. વિસનગર ઉમિયા પરિવાર આ મહોત્સવમાં જોડાવા – સેવા કરનાર – દાન આપવાનો આભાર માન્યો હતો.